Charchapatra

શાકભાજીના છોડા

ટીપે ટીપે સરોવર ભરાય એ જ પ્રમાણે જો આપણે સૌ મળીને જો પ્રયત્ન કરીશું તો લાભ-શુભ શબ્દની જેમ ડબલ ફાયદો થશે. દ્રષ્ટાંત સ્વરૂપે જોઈએ તો શાકભાજીના છોડા. ભર ઉનાળામાં આ સરળ પણ છે. એ છોડાઓને કચરામાં ફેંકવાને સ્થાને ભેગા કરી તડકે સુકવીશું તો કચરાનું એટલું વજન ઓછું થશે અને છોડા સુકાતાં એનો ખાતર તરીકે ઉપયોગ પણ થઈ શકશે. સંભવ છે આ વાત આપણને વેદિયાવેડા લાગે, પરંતુ એવું નથી. વર્તમાન પેઢી – ઝેન જી આવા વિષયોમાં ઘણી જ સક્રિય છે. માત્ર આટલું જ નહીં તેઓમાં આ અલ્ટ્રા ફેશન પણ છે, કેમ કે જૈવિક ખાતરનો ગજબ શો  ક્રૈજ ચાલે છે.

વળી પર્યાવરણની સમસ્યાને કારણે ઘરમાં વિવિધ  છોડ પણ ઉગાડવા આવશ્યક છે, જેને માટે આ ઘરમાં તૈયાર કરેલું ખાતર ઉપયોગી થઈ પડશે. હા, આને માટે પધ્ધતિસર કામ કરવું પડશે. જેમકે સૌ પ્રથમ છોડા એક નંબરની થેલી (કાપડની હોય તો વધુ સારૂ) માં પહેલે દિવસે. પછી જ્યારે બીજા છોડા નીકળે ત્યારે એ બીજી થેલીમાં ખાલવવા અને નવા છોડા આ એક નંબર ની થેલીમાં ભરવા અને આ સિલ-સિલો ચાલુ રાખવો. જો કે આ જરા અઘરું તો છે પરંતુ આવા “નાના નાના ટીપા એક સરોવર રૂપી મોટું  સામાજિક કાર્ય થશે. આ વાત એક ટી.વી. ચેનલ પર જોયા પછી “પત્ર” લખ્યો છે.
સૂરત     – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top