Comments

મુસ્લિમ સ્ત્રીઓને પ્યાદાં બનવા દેવાય?

Does the Muslim woman hate me? | HuffPost null

કર્ણાટકની એક કોલેજે માથા પર હિજાબ પહેરવા બદલ મુસ્લિમ છોકરીઓને ભણવા માટે પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો ત્યાર પછીના થોડા દિવસથી શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાના અધિકારનો વિવાદ ચગ્યો છે. આને પરિણામે મુસલમાન વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને પછી શૈક્ષણિક સંસ્થાઓમાં માથે કેસરિયાં બાંધીને આવેલા હિંદુ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. વિવાદે વેગ પકડયો તેમ દેશનાં સંખ્યાબંધ શહેરોમાં વિરોધનું આયોજન થયું. હિજાબ વિવાદ નવો નથી અને હંમેશાં અત્યંત જટિલ રહ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં

દુનિયાના ઘણા દેશોએ કોઇક સ્ત્રી હિજાબ, બુરખા કે અબાયા પહેરે તો તેને ગુનો ગણ્યો છે. હિજાબ એટલે માથા પર પહેરવાનું એવું કપડું જે વાળ અને ગરદન ઢાંકે છે પણ ચહેરો નહીં! નકાબ અથવા પરદો. માથું અને ચહેરો ઢાંકે છે પણ આંખ નહીં તેની સાથે અબાયા આવે છે જે ઢીલું કાળું વસ્ત્ર આવે છે જે સ્ત્રીને માથા સુધી ઢાંકે છે. આવો  ખાસ કરીને ઘણી ઇરાની સ્ત્રીઓ દ્વારા પહેરાતું પૂરી લંબાઇનું કપડું છે. દુપટ્ટો હિંદુઓ અને મુસલમાન સ્ત્રીઓ પહેરે છે. ભારતમાં અત્યારે આ વિવાદ કેમ શરૂ થયો? આ મુદ્દો મુસ્લિમ છોકરીઓના શિક્ષણ સાથે સંકળાયેલો છે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા સાથે પણ સંકળાયેલો છે. આથી આપણે તમામે બિનજરૂરી તનાવ પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ અને અદાલત ચુકાદો આપે ત્યાં સુધી રાહ જોવી જોઇએ.

મુસ્લિમ સ્ત્રીઓ હેમખેમ બહાર આવી શકે તેવો એક માત્ર માર્ગ છે કે તેમને શિક્ષણ મેળવવાના મૂળભૂત અધિકારનું ધર્મ કે રાજકારણની વેદી પર બલિદાન નહીં દેવાય તે જોવાનું છે. પણ કેટલાક મહત્ત્વના પ્રશ્નો છે, જેના જવાબની જરૂર છે. દેખીતી રીતે જે સત્તાની શતરંજ લાગે છે તેમાં આપણે મુસ્લિમ સ્ત્રીઓને પ્યાદાં બનવા દેવી જોઇએ? તે સાથે જ હિજાબને કોલેજ કેમ્પસ પર આવશ્યક ધાર્મિક રસમ જાહેર કરી મૂળ હેતુને જ મારી નાંખવો જોઇએ? રાજય કોલેજો માટે ગણવેશનો આદેશ આપી શકે? આવો ગણવેશ ધાર્મિક પોશાક પર પ્રતિબંધ મૂકી શકે અને તે બંધારણે બક્ષેલા ‘ધર્મના સ્વાતંત્ર્યની વિરુધ્ધ હોઇ શકે? આ વિવાદ વ્યકિતના તેની મરજી મુજબનાં વસ્ત્રો પહેરવાના હકક ફરતે ફરવો જોઇએ કે ધર્મ પ્રમાણે કપડાં પહેરવાં તે આ હકક પર અસર પાડે છે? આ પસંદગીને અભિવ્યકિત સ્વાતંત્ર્ય, અંગતતા અને નિણર્યની સ્વતંત્રતાનું રક્ષણ છે? ઇસ્લામમાં સુધારા માટેની અપીલ ધર્મની બહારથી આવી શકે? તે કેટલી અસરકારક બની શકે?

પ્રગતિશીલ અને મુસ્લિમ – બૌધ્ધિકોને ચિંતા છે કે અખબારી જગત આ મુદ્દાને તાણી જઇ સ્ત્રીઓને પાછી પડદા પાછળ ધકેલી દેશે. કેરળના રાજયપાલ આરિફ મોહમદખાને કહ્યું કે હિજાબને સમાજમાં આવશ્યક રસમ તરીકે સ્વીકારવામાં આવશે તો મુસ્લિમ સ્ત્રીઓને પ્રતિકૂળ અસર થશે. મુસ્લિમ સ્ત્રીઓ લઘુતાગ્રંથિથી પીડાશે. પરિણામે રાષ્ટ્રને જ ખોટ જશે જેમાં તે કામના સ્થળે મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા થતાં સારા કામથી વંચિત રહી જશે. કર્ણાટકમાંથી હેવાલ છે કે અંતિમવાદી મુસલમાન સંસ્થાઓએ કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું મગજ ધોઇ નાંખ્યું છે અને તેમને ઉડ્ડુપીમાં ‘હિજાબ’નો મુદ્દો ઉપાડી લેવા પ્રેરણા આપી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિરોધ કૂચમાં ભાગ લેનાર આ સ્ત્રીઓને ઇસ્લામી અંતિમવાદીઓએ વિદ્યાર્થી પરિષદ છોડી દઇ મુસ્લિમ જૂથમાં જોડાવા જણાવ્યું હતું. વર્ગખંડમાં હિજાબ પહેરવાનો આગ્રહ રાખનાર તમામ છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓ કેમ્પસ ફ્રંટ ઓફ ઇન્ડિયા નામના મુસ્લિમ વિદ્યાર્થીઓના સંગઠનની સક્રિય સભ્ય છે.

શાળા અને કોલેજોમાં હિજાબ પહેરવાના મુદ્દાને કોણ આવી રહ્યું છે તે શોધી કાઢવાનું છે. કોલેજમાં ‘હિજાબ’ પહેરવા પરના પ્રતિબંધને એક કોમના મૂળભૂત અધિકાર પર હુમલો ગણાવી કોણ ગૂંચવાડો પેદા કરે છે? કોલેજમાં હિજાબ વિવાદને ‘ઇસ્લામ’ પરનો હુમલો કોણ ગણાવે છે? હિજાબના મામલે મુસલમાનોને કોણ પ્રોત્સાહિત કરે છે? ઘણાં લોકો માને છે કે આ હિજાબના મુદ્દાને મુસલમાન કોમ પર હુમલો ગણાવી કોમન વાતાવરણને ડહોળવાનું સુઆયોજિત કાવતરું છે – બીજું કંઇ નહીં. તમને યાદ હશે કે કેટલાંક જૂથો નાગરિકતા વિરોધી સુધારા કાયદાના દિલ્હીના શાહીનબાગના વિરોધ પાછળ કેવા હતા. અલબત્ત, આ મામલો અદાલત સમક્ષ હોવાથી આપણે અદાલતનો ચુકાદો આવવા દેવો જોઇએ.
 આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top