Charchapatra

કૂતરાનું ન્યુસન્સ આસાનીથી દૂર થઈ શકે

આપણા શહેરમાં કૂતરાંઓનું જે ન્યુસન્સ છે તેને દૂર કરવું હોય તો એક અત્યંત આસાન રસ્તો છે.એ રસ્તો અપનાવો તો તમારે કૂતરાંઓને મારવાની જરૂર જ નહીં પડે અને કૂતરાંઓની વસ્તી ન વધે તે માટે દરેક કૂતરાંઓનું ખસીકરણ આવશ્યક થઈ જાય. એ રસ્તો છે તે એ છે કે જેમ ગાય અને ભેંસને એક જગ્યાએ ઢોરવાડામાં રાખવામાં આવે છે તેમ કૂતરાંઓને પકડી પકડીને એવી એક જગ્યા રાખીને ત્યાં રાખો. સુરત મ્યુ.કોર્પો.પાસે તે માટે જમીન આસાનીથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે.જુદા જુદા વિસ્તારોને અનુલક્ષીને આવા ચાર-પાંચ સ્થળો નક્કી કરી આ અત્યંત સહેલાઈથી અપનાવી શકાય એવો રસ્તો છે. જો તેમ થાય તો ઉપર લખ્યું છે તેમ શહેરભરમાંથી કૂતરાંઓનું ન્યુસન્સ તો દૂર થશે જ પણ કૂતરાંઓની વસતી વધતી પણ અટકી જશે પરિણામે જે જે જગ્યાઓ ઉપલબ્ધ કરી હશે તે પણ પછી એક સમયે મુક્ત થઈ જશે. સૌથી મોટો પ્રશ્ન છે તેના અમલીકરણનો.આશા રાખીએ સુરત મ્યુ.કોર્પો.આ બાબત પર ધ્યાન આપી ઘટતું કરશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top