Charchapatra

ગુજરાતી માતૃભાષા વિસારતિ લાગે છે

દરેક પ્રદેશની જાતિના લોકો, પોતાની માતૃભાષા સદા જીવંત રહે એને માટે પ્રયત્નશીલ રહે છે.  જ્યાર થી બાળક ને ક્યા માધ્યમ માં ભણાવવું એની ઘેલછા ચાલી, એમાં અંગ્રેજી માધ્યમ માં પોતાના બાળકોને પ્રવેશ અપાવનારા વાલીઓની બહુમતી ને કારણે આપણા જ શહેર ની અનેક વર્ષો જુની પ્રતિષ્ઠિત ગુજરાતી માધ્યમ ની શાળાઓ નો મૃત્યુઘંટ વાગી ગયો.  શ્રી.ગુણવંત શાહ ની કહેલી વાત યાદ આવે છે.એમનુ કહેવું છે કે, અંગ્રેજી માધ્યમ ની શાળા માં ગુજરાતી વિષય ના શિક્ષક શ્રેષ્ઠ હોવા જોઈએ અને ગુજરાતી માધ્યમ ની ની શાળા માં અંગ્રેજી શિખવનાર શ્રેષ્ઠ હોવા જોઈએ.
સુરત     –  ભુપેન્દ્ર રાયજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ભ્રષ્ટાચાર ચરમસીમાએ
કાયદાઓની નબળાઈમાં પરિણામે ભ્રષ્ટાચારનો ગ્રાફ નિરંતર વધી રહ્યો છે.હાલમાં જ કાલુપુર રેલવે સ્ટેશન પર 80 હજારનો પગારદાર કલાર્ક રૂા. 100ની લાંચ લેતાં પકડાયો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં પાટણ જિલ્લામાં 52 હજારનો પગારદાર તલાટી કોન્ટ્રાક્ટર પાસેથી રૂા. 70 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો.આવા ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ રોજના બની રહ્યા છે.દેશમાં- ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને ગરીબી દેશ અર્થતંત્રને ઉધઈની જેમ ખાઈ રહી છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top