સુરત: સુરતીઓ (Surat) જે પ્રોજેક્ટની (Project) કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી મેટ્રો ગતિએ...
સુરત: ઇન્ડિયન નેવીના (Indian Navy) ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના (Tapi River) કિનારે વસેલું શહેર સુરતનું (Surat) નામ પણ જોડાવા જઈ...
એક વિચારકને એક યુવાને આવીને પૂછ્યું, ‘તમે મહા જ્ઞાની છો અને હંમેશા ખુશ દેખાવ છો.સામાન્ય ઘર,સામાન્ય કપડાં છે.જે લોકો આવે તેમને પ્રેમથી...
આઝાદી પછી ૭૫ મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ તરીકે પોતાની વજૂદ ઓળખ...
શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનમાં બગડતી આર્થિક સ્થિતિ એ ભારત માટે એક પડકાર છે કારણ કે આ સમસ્યાનો તાત્કાલિક હલ ઉપલબ્ધ ન હોવાથી...
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના (Australia) પૂર્વ ક્રિકેટર (Cricketer) એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું (Andrew Symonds) કાર અકસ્માતમાં (Accident) દુ:ખદ અવસાન (Death) થયું છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર...
“મને એક દિવસ એક મોટા નેતા મળ્યા. વરિષ્ઠ નેતા છે, અમારો સતત વિરોધ કરતા આવ્યા છે. હું તેમનો આદર કરું છું. કેટલીક...
સુરત: સહરા દરવાજા ન્યુબોમ્બે માર્કેટ (New Bombay Market) પાસે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં (Global textile Market) ભાડાની દુકાન (Shop) રાખી ઉઠમણું કરનારા...
દિલ્હી: દિલ્હીમાં (Delhi) મુંડકાની એક ઈમારતમાં લાગેલી આગ (Fire) ઓલવાઈ પણ નથી ને રાજધાનીના નરેલામાં આગની વધુ એક ઘટના સામે આવી છે....
બોલિવૂડ એક્ટર (Bollywood Actor) અક્ષય કુમારના ફેન્સ માટે ખરાબ સમાચાર (News) સામે આવ્યા છે. અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ (Corona Possitive) હોવાનું...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સામે વિવાદી પોસ્ટ કરનાર મુંબઈના ફિલ્મ ડિરેક્ટર અવિનાસ દાસ સામે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી...
ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) હવે દિલ્હીના (Delhi) સીએમ (CM) અરવિંદ કેજરીવાલ સામે મહાઠગ અભિયાન શરૂ કરવાની સૂચના આપી...
સુરત: સુરત (Surat) શહેરની કિમતી સોનાની લગડી જેવી જમીનો (Land) પચાવી પાડવા દસ્તાવેજોની (Document) હેરાફેરી કરવાના કૌભાંડનો પોપડો ઉખડયા બાદ હવે પ્રશાસને...
પારડી: કપરાડા (Kaprada) તાલુકાના અંભેટી (Ambhati) ગામે વણઝર ફળિયામાં શનિવારે (Saturday) પુત્રીના લગ્નમાં (Marriage) ગ્રહશાંતક વિધિમાં બેઠેલા ભત્રીજા પર કાકાએ (Uncle) અચાનક...
ભરૂચ: વાલિયાના સીલુડી ગામે મહિલા સરપંચને અગાઉની મજૂરીના પૈસા બાબતે ગામના એક શખ્સે જાતિવિષયક શબ્દો બોલતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો....
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) અમરાતપરા ગામમાં સીમમાં અમરાવતી નદી (River) કિનારે દેશી દારૂ (Alcohol) બનાવવાની મીની ફેક્ટરી પર પોલીસે (Police) દરોડા પાડતાં પાઇપલાઇન...
નવી દિલ્હી: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) સશસ્ત્ર દળોના કર્મચારીઓને રાહત આપતા એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી (Approved) આપી છે. તેમણે સંરક્ષણ...
નવી દિલ્હી: હાલ IPL2022 ચાલી રહ્યુ છે. દરમિયાન સટ્ટાબજી (Betting) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેના સંબંધ પાકિસ્તાન (Pakistan) સાથે...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં ચાર કલાકના સર્વે (Survey) બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાં જે મળ્યું તે અંદાજ...
અમદાવાદ: ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ ફેબ્રુઆરી 2021થી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આવતાં પ્રવાસીઓને આકર્ષિત કરતી અમદાવાદથી કેવડિયા વચ્ચેની સી-પ્લેનની...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગુના જિલ્લામાં આવેલા સાગા બરખેડા ગામમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ (Police) અને કાળિયાર શિકારીઓ (Hunters) વચ્ચે ભીષણ અથડામણ...
પંજાબ: પંજાબ(Punjab)ના અમૃતસર(Amritsar)ની ગુરુ નાનક હોસ્પિટલ(Hospital)માં આગ(Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે....
ત્રિપુરા: ત્રિપુરામાં (Tripura) 2023ની વિધાનસભા ચૂંટણી (Election) અગાઉ જ ભાજપના (BJP) પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબેએ શનિવારે (Saturday) સાંજે 4:30 વાગ્યે રાજીનામુ રાજ્યપાલ...
નવસારી : વિજલપોરના (Vijalpor) એક શખ્સને અજાણ્યાઓએ ફોન કરીને એક કરોડ રૂપિયાની ખંડણી (Ransom) માંગી હતી અને ખંડણી નહીં આપે તો પરિવાર...
સુરત: (Surat) પેટ્રોલની (Petrol) વધતી કિંમતના લીધે કાર (Car) ચાલકો પોતાની કારમાં સીએનજી (CNG) કીટ ફીટ કરાવી રહ્યાંછે, ત્યાં હવે નવી મોકાણ...
પંજાબ: પંજાબ(Punjab) કોંગ્રેસ(Congress)ના દિગ્ગજ નેતા(Leader) અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે(Sunil Jhakhar) શનિવારે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. તેઓએ ફેસબુક(Facebook) લાઈવ(Live)...
સુરત : (Surat) છેલ્લા ઘણા સમયથી સુરતમાં મોટા રસ્તાઓ પર દોડતી કોલસાની (Coal) ટ્રકોએ (Truck) નાકમાં દમ કરી દીધો હતો. આવી ટ્રકોને...
નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સરકાર, પોલીસ અને સુરક્ષાદળની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘણા પગલાં...
સુરત: (Surat) સુરતની અવધ ટેક્સટાઇલ માર્કેટના (Textile Market) વેપારી (Trader) પાસેથી 81.77 લાખનો માલ ખરીદીને પેમેન્ટ નહીં આપનારા મુંબઇના વેપારીએ ધમકી (Threat)...
ખેડા: ગુજરાતના (Gujarat) ખેડામાં (Kheda) વધુ એક રહસ્યમ્ય ગોળો (Ball) પડ્યો હોવાની વાત સામે આવી છે. ખેડાના ભૂમેલ (Bhumel) ગામમાં અવકાશમાંથી ગોળો...
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ચોમાસુ 23 જૂનથી આગળ વધશે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
સુરત: સુરતીઓ (Surat) જે પ્રોજેક્ટની (Project) કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી મેટ્રો ગતિએ આગળ વધી રહી છે. શહેરીજનોને જલદીથી જલદી મેટ્રો રેલમાં મુસાફરી કરવા મળે એ માટે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથે જીએમઆરસી(ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ફટાફટા એક પછી એક ટેન્ડરો (Tender) પણ બહાર પાડવામાં આવી રહ્યાં છે. જેથી એક પછી એક કામ ઝડપથી થાય. શહેરમાં હાલ મેટ્રો માટેના બે ફેઝ નક્કી કરાયા છે. બંને ફેઝ મળી મેટ્રોનો કુલ રૂટ 41.93 કિ.મી.નો રહેશે. અને કુલ 38 સ્ટેશન બનશે. જેમાં હાલ જીએમઆરસી દ્વારા 22 એલિવેટેડ સ્ટેશનના આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર, સ્ટીલ રૂફિંગ, સાઈનેજીસ વગેરે માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.
વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવાં સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે. એટલે કે મેટ્રોની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે. કારણ કે, અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત એલિવેટેડ રૂટ પર ભટાર રોડ, રૂપાલી નહેર અને ડ્રીમ સિટીનાં સ્ટેશન પણ યુનિક ડિઝાઇનના બનાવવામાં આવશે. વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે. જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે. તેમજ રૂપાલી કેનાલ પાસે મેટ્રો સ્ટેશન ક્રોસ આકારનું બનશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ મેટ્રોના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
હાલ જીએમઆરસી દ્વારા 22 એલિવેટેડ સ્ટેશનનાં સ્ટ્રક્ચર માટેનાં ટેન્ડર બહાર પડાયાં
હાલ જીએમઆરસી દ્વારા સરથાણા ડેડ એન્ડથી અંડરગ્રાઉન્ડ રેમ્પના એન્ડ સુધીનાં 4 સ્ટેશન, ભેંસાણથી મજૂરાગેટનાં 11 એલિવેટેડ સ્ટેશન તેમજ મજૂરાગેટથી સારોલી ડેડ એન્ડ સુધીનાં 7 એલિવેટેડ સ્ટેશનનાં સ્ટ્રક્ચર બનાવવા માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મેટ્રો રેલમાં કુલ 38 સ્ટેશન બનશે, જેમાં સરથાણાથી ડ્રીમ સિટી રૂટમાં 15.75 કિ.મી.નો એલિવેટેડ રૂટ છે અને 7 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ હશે. અને પ્રથમ રૂટમાં કુલ 20 સ્ટેશન બનશે. તેમજ સારોલીથી ભેંસાણના 19.26 કિ.મી.ના રૂટમાં કુલ 18 એલિવેટેડ સ્ટેશન બનશે.