SURAT

હવે મગદલ્લાથી સુરતમાં કોલસાની ટ્રકો આવી શકશે નહીં, અહીં લોખંડની એંગલ મુકી દેવાઈ

સુરત : (Surat) છેલ્લા ઘણા સમયથી સુરતમાં મોટા રસ્તાઓ પર દોડતી કોલસાની (Coal) ટ્રકોએ (Truck) નાકમાં દમ કરી દીધો હતો. આવી ટ્રકોને કારણે રસ્તાઓ ખરાબ થઈ જતાં હતા અને સાથે સાથે ટ્રકમાંથી ઉડતી કોલસાની રજકણોને કારણે લોકોનું જીવવું હરામ થઈ ગયું હતું. ‘ગુજરાતમિત્ર’ દ્વારા લોકોની આ વ્યથાને અગાઉ અવાજ આપવામાં આવ્યો હતો. જેને પગલે આખરે મનપા દ્વારા ડુમસ રોડ પર આવી ટ્રકોને દોડવા પર પ્રતિબંધ (Ban) મુકી દેવામાં આવ્યો છે.

  • ટ્રકો શહેરમાં નહીં આવે તે માટે લોખંડની એંગલો મુકી દેવામાં આવી, કોલસાની ટ્રકો માટે અલગ રસ્તો બનાવાશે
  • મનપા ટ્રક એસોસિએશન સાથે મળીને 18 મીટરનો રસ્તો બનાવી આપશે ત્યાં સુધી કેનાલ વાળો રસ્તાનો ઉપયોગ આ ટ્રકો માટે થશે

વિસ્તૃત વિગતો મુજબ, શહેરના એરપોર્ટ (Airport) રોડ પર પસાર થતી કોલસાની ટ્રકોના કારણે રસ્તા પર કોલસી પડતી હતી અને વાતાવરણમાં પ્રદૂષણ વધવા ઉપરાંત મનપા (SMC) દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે બનાવાતો રસ્તો પણ તુટતો હતો. મનપા દ્વારા કોલસો ઉડાડતી ટ્રકો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હતી આમ છતાં તેનો કોઇ કાયમી ઉકેલ આવતો નહોતો પરંતુ હવે કોલસાની ટ્રકો સામે ફરિયાદો વધવા માંડી હોય, મનપા દ્વારા માલિકો, એસો. અને કંપની સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, હવે પછી સુરત એરપોર્ટ રોડ પર કોલસાની ટ્રક લાવવામાં આવશે નહીં.

આ  નિર્ણયનો અમલ કરવા માટે પાલિકાએ મગદલ્લાથી સુરતમાં એન્ટ્રી થાય તે રોડ પર લોખંડની એંગેલ મુકી દીધી છે. જેના કારણે આ રોડ પરથી લાઈટ વ્હીકલ જ પસાર થઈ શકશે  તેમજ વિકલ્પ રૂપે હંગામી ધોરણે કેનાલથી બ્રિજ સુધી જે રોડ જાય છે તે રોડ પરથી ટ્રકની અવર જવર થઈ શકશે દરમિયાન અહીં આ રોડથી નજીક વધુ એક રોડ  બની શકે છે તે જગ્યાએ  રોડનું માર્કીંગ કરી દેવામાં આવ્યું છે. જે 18થી 22 ટનની ટ્રક પસાર થતી હોય તેના માટે ઉપયોગમાં આવે તેવો રસ્તો ટ્રક એસો. દ્વારા બનાવવામાં આવે તેવો નિર્ણય થયો છે. એસો. દ્વારા રોડ બનાવવામા ં આવે ત્યાર બાદ કેનાલ રોડ પર પણ આ ટ્રકોને પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.

Most Popular

To Top