Editorial

નરેન્દ્ર મોદીએ 2024ની તૈયારી શરૂ કરી દીધી, ત્રીજી વખત પીએમ બનશે

“મને એક દિવસ એક મોટા નેતા મળ્યા. વરિષ્ઠ નેતા છે, અમારો સતત વિરોધ કરતા આવ્યા છે. હું તેમનો આદર કરું છું. કેટલીક વાતોને લઈને તેમને નારાજગી હતી. એક દિવસ મળવા આવ્યા. તેમણે કહ્યું, મોદીજી, શું કરવું છે? બે-બે વખત દેશે તમને વડા પ્રધાન બનાવ્યા છે. હવે શું કરવાનું છે?” “તેમને લાગતું હતું કે બે વખત વડા પ્રધાન બન્યા બાદ ઘણું બધું થઈ ગયું. તેમને ખબર નથી કે મોદી કઈ માટીનો છે. આ ગુજરાતની ધરતીએ તેને તૈયાર કર્યો છે અને તે માટે જે પણ થયું, સારું થયું, ચાલો હવે આરામ કરવાનો છે, તેમ નથી. મારું સપનું છે.

સૅચ્યુરેશન. 100 ટકા લક્ષ્ય તરફ આગળ વધો.” સૅચ્યુરેશનથી વડા પ્રધાન મોદીનો અર્થ હતો કેન્દ્ર સરકારની વૅલફેર સ્કીમ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવી. ભાષણના આ ભાગને સમજવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતને પરિપ્રેક્ષ્યમાં રાખવાની જરૂર છે. વડા પ્રધાન 2024ને ટાર્ગેટ કરી રહ્યા છે. ‘નો વૅકેન્સી’નો મૅસેજ ભાજપ અને વિપક્ષી પાર્ટી બન્ને માટે છે. ભાજપમાં જે લોકો વિચારી રહ્યા છે કે વડા પ્રધાનપદ માટે તેમની દાવેદારી છે તેમને પણ પોતાના વિચારોના ઘોડા દોડાવવા ન જોઈએ. સાથે જ આ સંદેશ વિપક્ષ માટે પણ છે.”

આ નિવેદનને લઈને એક દૃષ્ટિકોણ એ પણ બની શકે છે કે મનમોહનસિંહ પણ બે વખત વડા પ્રધાન રહ્યા છે. બે વખત વડા પ્રધાન બનવું મોદીનો ઉદ્દેશ્ય ન હોઈ શકે. તેમણે એક ડગલું આગળ જવું પડે. મોદીએ આ ભાષણ ભલે નાનકડા સમારોહમાં કહ્યું હોય પણ તેઓ જાણે છે કે તેઓ જે બોલે છે તે ચોતરફ ફેલાઈ જાય છે. હું એમ નથી કહેતો કે તેમણે પ્લાનિંગ સાથે આ વાત કહી પરંતુ એક ઈશારો તો કર્યો કે તેઓ ત્રીજી વખત પણ વડા પ્રધાનપદની રેસમાં છે.” વડા પ્રધાન મોદીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે 2024માં યોજાનારી ચૂંટણીમાં ભાજપ માટે નેતૃત્વપરિવર્તનનો પ્રશ્ન જ નથી. એ નક્કી છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ ભાજપ ચૂંટણી લડશે. તેમનું સ્વાસ્થ્ય પણ એકંદરે સારું છે. તેઓ સમય પણ વધારે ફાળવી રહ્યા છે અને તેમની લોકપ્રિયતા પણ વધી છે. ભાજપને તેમણે એવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે, જ્યાં કૉંગ્રેસ 1920થી 1947 સુધી હતી.”

જોકે, તેઓ માને છે કે વડા પ્રધાનનો સંદેશ સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને માટે છે. પરંતુ તેઓ એ પણ કહે છે કે ભાજપમાં નરેન્દ્ર મોદીના રહેતાં અન્ય કોઈ નેતા વડા પ્રધાનપદની કલ્પના ન કરી શકે, જો તેઓ એમ વિચારતા પણ હશે તો તેઓ નરેન્દ્ર મોદીની બાદના સમય માટે વિચારતા હશે. અત્રે ઉલ્લખનીય છે કે, દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે યોજાનારા ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થી સાથે પીએ મોદીએ સીધો સંવાદ સાધ્ય હતો.

મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમિયાન જુદી જુદી યોજનાના લાભાર્થી  100 જેટલી વિધવા બહેનો-માતાઓએ પીએમ મોદી માટે ખાસ વિશાળ રાખડી તૈયાર કરી હતી. આ બહેનો અને માતાઓએ પીએમ મોદીને ભાઈ અને દીકરા તરીકે તેમને આ રાખડી અર્પિત કરી હતી અને પીએમ મોદીના ક્ષેમકુશળતાની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત વૃદ્ધ સહાય યોજનાથી લાભાન્વીત અયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ સાથે સીધા સંવાદ સાધવા દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. જ્યારે તેમણે સાંભળ્યું કે અયુબભાઈની દીકરી પોતાના પિતાની આંખની બિમારી જોઈને ડોક્ટર બનાવા માગે છે અને જરુરિયાતમંદ લોકોની મદદ કરવા માગે છે ત્યારે બાપ-દીકરી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો જ નહીં પરંતુ પીએમ મોદી પણ ખૂબ જ ભાવુક  થઈ ગયા હતા.

Most Popular

To Top