એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે...
ભોજન માટે બહાર ગયા હોઈએ ત્યારે પાણીની માગણી કરતાં જ આવો સવાલ પૂછાય છે, જેનો જવાબ મોટે ભાગે ‘બોટલ’ હોય છે. એટલે...
T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કામાં ઝિમ્બાબ્વે સામેના મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ટીમ ઈન્ડિયાએ બેટ્સમેન રિંકુ સિંહની ઉપલબ્ધતા અંગે મૌન તોડ્યું છે. ભારતના...
પનીરની વિવિધ વાનગીઓ ખાવાનાં શોખીનો માટે આ લેખ રસપ્રદ થઈ પડશે. આજકાલ માધ્યમોમાં એક સમાચાર ધૂમ મચાવી રહ્યા છે કે, સેંકડો હોટલ-રેસ્ટોરાંમાં...
ભારત દેશમાં લોકશાહી છે અને આ લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે. ચૂંટણીમાં મતદાન પણ એટલું જ જરૂરી છે પરંતુ ભારતમાં...
દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારતીય ટીમ પર દબાણ તો વધી ગયું છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે પેનિક બટન દબાવવાનું ઇન્કાર કર્યું...
પાકિસ્તાન અને તાલિબાન કોઈ સમયે જીગરી દોસ્ત હતાં. અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાતરફી સરકાર હતી ત્યારે અમેરિકા તાલિબાન સાથે કોઈ મંત્રણા કરવા માંગતું હોય...
ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો ઐતિહાસિક રેકોર્ડ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા જગતમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર...
શિમલા ખાતે બુધવારે રાત્રે એક અનોખી ઘટના સામે આવી, જેમાં Delhi Police અને Himachal Pradesh Police વચ્ચે તણાવપૂર્ણ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ....
અમેરિકન રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો પૂર્વ રાષ્ટ્રપતિ Bill Clinton અને ભૂતપૂર્વ વિદેશ સચિવ Hillary Clinton હવે અમેરિકાની કોંગ્રેસ સમક્ષ...
ઉત્તર કોરિયાના નેતા Kim Jong Un એ જાહેરાત કરી છે કે દેશ હવે વધુ પરમાણુ હથિયારો વિકસાવવા અને સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત...
(પ્રતિનિધિ), વડોદરા. તા.25 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતની બેઠકો માટેના અનામતનું લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે....
હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો-સુવ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ...
18મી માર્ચે મતદાન; ભાજપ મોવડી મંડળ મેન્ડેટ જાહેર કરતા પહેલા તમામ પાસાઓ ચકાસશે. વડોદરા: બરોડા ડેરીના નિયામક મંડળની આગામી ચૂંટણીને લઈને રાજકીય...
શહેરની વિની સપ્રેએ સીએસ પ્રોફેશનલમાં ઓલ ઈન્ડિયા 4થો રેન્ક મેળવ્યો બરોડા ચેપ્ટરને પ્રથમ વખત ચોથો રેન્ક ઓલ ઓવર ઈન્ડિયામાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં મળ્યો...
કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને VIP સંસ્કૃતિ સામેના અભિયાન વચ્ચે ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ડિરેક્ટર (CFA) વિવેક બંસલની પ્રયાગરાજ મુલાકાતને લઈને...
સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ વડોદરા શહેરના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે તેમણે...
સુરત શહેરમાં બનેલી 35 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. રાંદેર વિસ્તારમાં ફોર્ચ્યુનર કારનો કાચ તોડી...
પાલિકાએ હરાજી માટે 2 લાખથી 9.60 લાખ સુધીની ડિપોઝીટ નિર્ધારિત કરી; આગામી બે દિવસમાં વેબસાઈટ પરથી ફોર્મ મળશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના...
શું આ જ છે સ્માર્ટ સિટી ? વોર્ડ નંબર 12માં આવેલ ઝૂલતા પુલ પાસે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, જવાબદાર...
વડોદરા: બરોડા ડેરીની આગામી ચૂંટણીને પગલે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન દિનુમામા (દિનેશ પટેલ)...
સુરત: સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ...
શિક્ષણ દ્વારા હવામાં ઉડવાની આશા લઈને નીકળેલા વિદ્યાર્થીને રોડ પર અકસ્માતથી પાંખો કપાઈ ગઈ..!! –CCTV ફૂટેજમાં કેદ થયા અકસ્માતના દ્વશ્ય, ટેમ્પો ચાલક...
1 એપ્રિલ, 2026થી દેશભરમાં E20 પેટ્રોલ વેચાણ ફરજિયાત બનશે. 17 ફેબ્રુઆરીના જાહેરનામા મુજબ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ તમામ તેલ કંપનીઓને ભારતીય...
વડોદરા | વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસકાર્યોની સમીક્ષા કરવા માટે આજે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ...
T20 વર્લ્ડ કપ 2026માં ખિતાબના સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉતરેલી ટીમ ઇન્ડિયા હાલમાં ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે જંગ લડી રહી છે. બેટિંગ...
વડોદરા | સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં બુધવારે યોજાયેલ ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું પેપર વિદ્યાર્થીઓ માટે એકંદરે સરળ નીકળ્યું હતું....
ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખસેડાયોનડિયાદ | નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના ગુનામાં અટકાયત કરાયેલા 21 વર્ષના યુવકે પોલીસ કસ્ટડી દરમિયાન બ્લેડ...
અનિલ અંબાણી સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ...
બોડેલી | પછોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને છોટાઉદેપુર રોડ (રાજ્ય માર્ગ નં. 56) પર આવેલા ઢોકલીયા રેલવે ફાટકની...
બિહારમાં વિભાગોની ફાળવણી: નીતિશ કુમારના પુત્ર નિશાંત આરોગ્ય મંત્રી બન્યા
સાતમા દિવસે ‘રાજા શિવાજી’ પર પૈસાનો વરસાદ
ચળકતા મોલ્સના રસોડામાં ‘ગંદો’ ખેલ: ફ્રોઝન ફૂડ અને નકલી બટરના જોરે તગડી કમાણી, પાલિકાની ફૂડ શાખા કુંભકર્ણની નિદ્રામાં!
સમ્રાટ કેબિનેટ: નીતીશના પુત્ર સહિત 32 મંત્રીઓનો સમાવેશ
ઈન્કમટેક્સ કર્મચારીઓનો હાફ ડે વોકઆઉટ કરી સુત્રોચાર સાથે વિરોધ
સાઉદી અરેબિયાએ અમેરિકાને એરસ્પેસ એક્સેસ આપવાનો ઇનકાર કર્યો, ટ્રમ્પે કર્યું આ કામ..
વડોદરામાં પ્રદૂષણ સામે VMCનો ‘મિસ્ટ કેનન’ પ્રયોગ સફળ
સુવેન્દુએ કહ્યું: “મેં મમતાને હરાવ્યા એટલા માટે મારા PAની હત્યા કરવામાં આવી”
સયાજી હોસ્પિટલ બનશે ‘સેફ ઝોન’
વડોદરામાં ‘સરદારધામ-3’ ના મંચ પર લખાશે નવો ઇતિહાસ: PM મોદીને અર્પણ કરાશે સંપૂર્ણ સોનાનો ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’
દિલ્હી-પટણા ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
બ્રોન્ઝ મેડલ બાદ પણ અવગણના, અમારા કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સને વધારે માન: સાત્વિકસાઈરાજનો આક્રોશ
‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ NCW સમક્ષ માફી માગી, કહ્યું- હવે આઇટમ સોન્ગ નહીં કરું
ત્રણ દિવસમાં જ ચાંદી 13 હજાર મોંઘી, સોનામાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારો માટે મોટો સંકેત
રાજ્યમાં સૌથી વધુ દાહોદની 5 શાળાઓનું ઝીરો ટકા પરિણામ
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ‘કહીં ખુશી, ક્યાંક ગમ’નો માહોલ
ધોરણ-12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી, ગુણચકાસણી અને OMR નકલ માટે ઓનલાઈન અરજી
અમદાવાદ મણિનગરની સેવેન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં – એડમિશન પહેલાં વાલીઓમાં મુઝવણ
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે જયપુરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગર્જી સેના: આ અંત નથી શરૂઆત છે…
અમદાવાદમાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણની આજથી મેગા ડ્રાઈવ
અમદાવાદના વટવામાં રસ્તા પર મોટો ભુવામાં પડ્યો, બાઈક ચાલક ખાબક્યો- સદનસીબે યુવકનો જીવ બચી ગયો
મહેસૂલ ચિંતન શિબિર : ‘ટેકનોલોજી’ના સંગમથી મહેસૂલી વહીવટમાં પારદર્શિતા, કડક કાયદાકીય અમલીકરણ અને લોકકેન્દ્રી અભિગમ પર ભાર મૂકાયો
ગુજરાતની રાજયસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવના
FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: અમદાવાદ બન્યું રોકાણનું પાવરહાઉસ, ૯ મહિનામાં ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ
વડોદરામાં 70 લાખનું વિઝા કૌભાંડ : ફિનલેન્ડ-આલ્બેનિયાના સપના બતાવી 16 લોકોને ઠગ્યા
વારસીયાના વેપારીની આંખમાં મરચું નાખી લુટ કરનાર ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો
એસટી બસોમાં છુટા પૈસાની ઝંઝટ ખતમ : નિગમની ૩૦ ટકા આવક હવે ડિજિટલ, યુપીઆઈ (UPI) બન્યું મુસાફરોની પહેલી પસંદ
ધોરણ-10 પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન અરજી ફરજિયાત
રાજકોટમાં 42 ડિ.સે. સાથે કાળઝાળ ગરમી, આગામી દિવસોમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા
અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં 24 હજારથી વધુ દર્દીઓને મફત ઇન્સ્યુલિન ઈન્જેકશન અપાયા
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે ને દુઃખ અને વિષાદ વધે છે.’ શિષ્યો જાણવા ઉત્સુક બન્યા કે એવી કઈ ચીજ છે જે સુખ ઘટાડી દુઃખ વધારે છે.અને બધા શિષ્યોએ નક્કી કર્યું કે ગુરુજી જે ચીજ કહેશે તેનાથી આપને દુર જ રહીશું.ગુરુજીએ કહ્યું, ‘આપણા જીવનમાં સુખને દુર ભગાડનાર અને દુઃખમય જીવન કરનાર છે આપણે પોતે,આપણું મન અને આપણી બેલગામ ઈચ્છાઓ….હા આ બેલગામ સતત વધતી જતી અને એક પછી એક ઉદભવતી ઇચ્છાઓ જ બધા દુઃખનું અને મનની વેદનાનું કારણ છે.’
શિષ્યોને ગુરુજીની વાત સાંભળી આશ્ચર્ય થયું કારણ દરેક મનુષ્યના મનમાં ઈચ્છાઓ તો હોય જ છે અને તેનાથી તો દુર પણ કઈ રીતે જવું.એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, ઈચ્છાઓ થવી તો મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે તો તે દુઃખનું કારણ કઈ રીતે બને છે તે સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર છે ઈચ્છાઓ દરેક મનુષ્યના મનમાં ઉદભવે છે.ત્યાં સુધી ઠીક છે.પણ મુશ્કેલીઓ પછીથી શરુ થાય છે.ઈચ્છા ઉદભવે પછી તે પૂરી કરવાના પ્રયત્નો શરુ થાય અને જો ઈચ્છા કોઈ કારણસર ન પૂરી થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે.
અને પોતાના મનની ઈચ્છા પ્રમાણે ન થાય તેનો ગુસ્સો મનુષ્ય બીજા પર ઠાલવે છે અને પોતાના મનની અને ઘરની શાંતિ ભંગ કરે છે.સબંધો બગાડે છે.’ બીજા શિષ્યએ વચ્ચે જ પૂછ્યું, ‘એટલે ગુરુજી ઈચ્છા પૂરી ન થાય તો દુઃખ અને તકલીફ વધે પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય તો તો સુખ જ મળે ને..’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘હા, ઈચ્છાઓ પૂરી થઇ જાય તો ક્ષણભર સુખ મળે પણ એક ઈચ્છા પૂરી થયા પછી બીજી ઈચ્છા જાગે છે …પછી ત્રીજી ….પછી ચોથી ….ઇચ્છાઓ પૂરી થવાનો લોભ જાગે છે.અને એક વાર લોભ જાગે પછી તે વધતો જ રહે છે અને સાથે લાલચ ,લાલસા વધારે છે.
જે ઈચ્છો તે બધી જ ઈચ્છાઓ પૂરી થવા લાગે તો વ્યક્તિમાં ધીમે ધીમે અભિમાન પણ જાગવા લાગે છે જે તેની પડતીનું કારણ બને છે.’ ગુરુજીની વાત સાંભળી શિષ્ય મૂંઝાયા;એક જણે પૂછ્યું, ‘ગુરુજી, તો પછી કરવું શું ?? આપણા મનમાં તી આ ઇચ્છાઓ સતત જાગતી જ રહેવાની છે તો પછી આ બેલગામ ઇચ્છાઓ વછે શું કરવું જેથી જીવનને હાની ન પહોંચે??’ ગુરુજી બોલ્યા, ‘વત્સ,આપણી બેલગામ ઇચ્છાઓ તો મનમાં ઉગતી જ રહેશે પણ તેની અસરોથી બચવા માટેનો રસ્તો પણ મન પાસે જ છે.અને તે છે ‘ધીરજ –ધૈર્ય’ ઇચ્છાઓ પૂરી ન થાય ત્યારે પણ ધીરજ રાખો અને પૂરી થવા લાગે ત્યારે પણ ધૈર્ય જાળવો.તો તમે ઇચ્છાઓને કારણે મળતા દુઃખની છાયાથી બચી જશો.’ ગુરુજીએ સરસ વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.