ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં રાજ્યમાં 39 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લાની 5 શાળાઓનું પરિણામ ઝીરો (0) ટકા આવ્યું છે.
ઝીરો ટકા પરિણામની અન્ય જિલ્લાઓની શાળાની વાત કરીએ તો, અમદાવાદ સિટીમાં ત્રણ શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે.
જુનાગઢ, વડોદરા, વલસાડની બે-બે શાળાઓ, પંચમહાલની ચાર શાળાઓ, રાજકોટની ત્રણ શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે, આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, ખેડા, કચ્છ, નવસારી, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરત જિલ્લાની એક-એક શાળાઓનું પરિણામ ઝીરો (0) ટકા આવ્યું છે.