સુરત : ડભોલી ખાતે રહેતા અને સ્કુલમાં કન્સલ્ટન્સી મેનેજમેન્ટનું કામ કરતા હરિભાઈના પુત્રના કોલિફોર્નિયામાં કોલેજની ફી કરન્સી ડોલરમાં ટ્રાન્સફર કરવાની હતી. આ...
સુરત: ચાલુ નાણાકીય વર્ષમાં રેવન્યુ આવકમાં રેકોર્ડ કરવા જઇ રહેલા સુરત મનપાના તંત્રએ જુના બાકી વેરાનું ભરણું વધે તે માટે ફરી એક...
લખનૌ યુર્નિવસિટીના 38 વર્ષીય સ્નાતક વિક્રમ પાંડે (હરદોઈ) સાત વર્ષ પહેલાં ટ્રેનમાં બેસી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે લખનૌ રેલ્વે સ્ટેશનની બહાર...
આજની શિક્ષણ પદ્ધતિ કે વ્યવસ્થા પરીક્ષાના નેટવર્કથી ગુથાયેલી છે અને ગૂંચવાયેલી છે. પરીક્ષાના ભયના સામ્રાજ્ય વચ્ચે બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે.માત્ર સફળતા,...
સુરત : નવ મહિનાથી રાદડિયા પરિવારને ફેસબુક પર અને ફોન પર હેરાન પરેશાન કરનાર અજાણ્યા ઇસમ સામે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ...
ન્યુઝીલેન્ડના વડા પ્રધાને આંખમાં આંસુ સાથે હોદ્દા પરથી રાજીનામું આપ્યું કારણ પૈસા નથી, નોકરી નથી, અર્થવ્યવસ્થા દિશા વગરની કોડી જેવી છે. ઓસ્ટ્રેલિયાની...
ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એકેટ આવીને મોત થવાની રાજ્યમાં 20 દિવસમાં 6 ઘટના બની છે. જે ખૂબ જ ચિંતાજનક છે. સોમવારે આજે...
નવી દિલ્હી: દેશમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric Two Wheeler) નિર્માતા કંપની ઓલાએ (OLA) હાલમાં જ ઈલેક્ટ્રિક માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ખૂબ જ...
વડોદરા: ગોરવા વિસ્તારની સોસયટીમાં રહેતો યુવક પોતાના ભાઇને લેવા પંચવટી સર્કલ પાસે ઉભો હતો. તે દરમિયાન પિતા અને બે પુત્રો યુવકને અહી...
વડોદરા: બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આરોપ અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ નહિ અપાતો હોવાના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સોમવારે ડેરી સામે ધરણા...
સુરત : કિશોરીને ઇન્સટાગ્રામ પર યુવકની સાથે દોસ્તી કરવાનું ભારે પડી ગયું હતું. યુવકે ધીરેધીરે દોસ્તી કરવાનું નાટક કરી કિશોરીને રૂબરૂ મળવાં...
વડોદરા: વડોદરા નજીકથી વહી રહેલ મહીસાગર અને નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. નિયમ કરતા વધુ રેતીનું ખનન કરીને નદીમાં જ્યાં...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતી બાર પુનમ પૈકી ફાગણી પુનમનાં દિવસે ઠાકોરજીના દર્શન...
સુરત: ભાવનગર ડિવિઝનના ધોળા જંક્શન રેલવે સ્ટેશન પાસે રવિવારે બપોરે માલગાડી ખડી પડી હતી. તેના કારણે સુરત-મહુવા સહિતની ટ્રેનોને અસર થઈ હતી....
નડિયાદ: વાસદના એક શખ્સે સેવાકીય સંસ્થાના બેનર હેઠળ ગરીબ મહિલાઓને રાહતદરે સીલાઈ મશીન આપવાની સ્કીમ મુકી હતી. જે બાદ આ શખ્સે સંસ્થામાં...
સુરત: ફાઈનાન્સ પેઢીનો ધંધો કરનાર રાકેશ ભીમાણીએ પોતાની પત્ની અને ભાભીના નામે ધંધાર્થે લોન લીધી હતી. લોન ઉપર પોતે ગેરેન્ટર તરીકે રહી...
નડિયાદ: ડાકોર ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને પગલે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ભારે વાહનો ડાયવર્ઝનવાળા રસ્તેથી અવરજવર કરવાને બદલે...
પટના: પટનામાં (Patana) કાર પાર્કિંગ વિવાદ બાદ જબરદસ્ત હિંસા (violence) જોવા મળી હતી. પટના શહેરના જેઠુલી (Jethuli) ગામમાં બે દંબગો વચ્ચે જૂના...
નડિયાદ: નડિયાદ પશ્ચિમ વિસ્તારને શહેરના મુખ્ય બજારો સાથે જોડવાનું કામ કરતા શ્રેયસ ગરનાળા પાસે જોખમી ઢાળના કારણે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે....
ડાકોર : ડાકોર નજીકથી પસાર થતાં ઈન્દોર હાઈવે પરના ડિવાઈડર છેલ્લાં ઘણાં સમયથી તુટેલી હાલતમાં હોવાછતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરાતું નથી....
પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથકમાં સંખ્યાબંધ બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને પોલીસ તથા હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સિંધના મુખ્ય મંત્રી...
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) દક્ષિણપૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના (Rain) કારણે વિનાશ સર્જાયો છે. વરસાદના કારણે પૂર (Flood) અને ભૂસ્ખલનમાં (Landslides) 24...
સ્કૂલમાંથી સ્પોર્ટ્સ ડે માંથી નાનકડી અમાયરાને લઈને નિલય અને નિશી ઘરે આવ્યાં.અમાયરાના હાથમાં એક નાનકડો કપ હતો. સ્પોર્ટ્સ ડેમાં તે એક રેસમાં...
આજીવિકા અને સલામત આશ્રયસ્થાનની શોધમાં સ્થળાંતર વર્ષોથી થતું રહ્યું છે. પરંતુ તાજેતરમાં આવા લોકોની સંખ્યામાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ...
યોગી આદિત્ય નાથે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનો અભ્યાસ કર્યો નથી, પરંતુ હૃદયમાં લોકોનું ભલું કરવાની ધગશ હોય, ન્યાયની ભાવના સાથે તમામ નાગરિકો અને...
હમણાં ટી.વી. ઉપરથી એવા સમાચાર જાણવા મળ્યા છે કે અમેરિકાના લશ્કરના કેટલાક જવાનો લોહીના કેન્સરથી પીડાઇ રહ્યા છે અને કયાંક એ રોગથી...
આજે દેશભરમાં શિક્ષિત યુવાનોની સંખ્યા વધતી જાય છે. તેની સાથે સાથે બેરોજગારીની ટકાવારી પણ ઘણીજ વધતી જાય છે. જે દરેક સમાજને લાગુ...
‘ગુજરાતમિત્ર’અખબારની રવિવારીય પૂર્તિમાં ‘બહુશ્રુત’કોલમના લેખક ચિરંતના ભટ્ટના ‘યર ઓફ મિલેટ’લેખ માહિતી રસપ્રદ રહ્યો. ‘કોદરી’વિશે જાણકારી મળી. સાંઠના દાયકાની ચોખાની અછતના કારણે ચોખાની...
નવી દિલ્હી : ભૂકંપના (Earthquake) 14 દિવસ બાદ અમેરિકી (American) વિદેશ મંત્રી (Foreign Minister) એન્ટની બ્લિંકને (Antony Blink) તુર્કીમાં (Turkey) અસરગ્રસ્ત વિસ્તારોની...
નવી દિલ્હી : સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) બાદ હવે તેના રસ્તે ફેસબુક (facebook) પણ ચાલી નીકળ્યું છે. રવિવારે કંપનીએ જાહેરાત કરતા...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત : ડભોલી ખાતે રહેતા અને સ્કુલમાં કન્સલ્ટન્સી મેનેજમેન્ટનું કામ કરતા હરિભાઈના પુત્રના કોલિફોર્નિયામાં કોલેજની ફી કરન્સી ડોલરમાં ટ્રાન્સફર કરવાની હતી. આ કામગીરી તેમણે જુના વિદ્યાર્થી અને તેના મિત્રોએ આપતા તેમણે જ 4.31 લાખની છેતરપિંડી કરતા ચોકબજાર પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ડભોલી ચાર રસ્તા પાસે માધવદર્શન સોસાયટીમાં રહેતા 43 વર્ષીય હરીભાઈ કૃષ્ણકાંત પટેલ વેડરોડ ખાતે આવેલી વિવેક વિદ્યાલયમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનું કામ કરે છે. તેમણે મીત ભરતભાઈ શીંગાળા, ઉદય અશોક તેજાણી, હર્ષ દશરથ ખુંટ અને રાજુ નરશીભાઈ ગોરસીયાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સાતેક મહિના પહેલા હરિભાઈના દિકરા કાર્તિકને અભ્યાસ માટે કેલિફોર્નિયા મોકલવાનો હતો. ત્યારે તેની કોલેજની ફી ભારતીય નાણાંમાંથી ડોલરમાં કરન્સી ટ્રાન્સફર કરવાની જરૂર હતી. જેથી હરિભાઈએ તેમના જુના વિદ્યાર્થી મીત ભાવેશભાઈ શીંગાળાને વાત કરી હતી. મીતે તેનો મિત્ર કરન્સી ટ્રાન્સફરનું કામ કમિશન પર કરતો હોવાનું જણાવ્યું હતું.
ગત 21 જુલાઈ 2022 ના રોજ મીતે જો કરન્સી ટ્રાન્સફર નહીં થાય તો 12 થી 13 કલાકમાં રકમ પરત કરી આપશે અને ટ્રાન્સફર થાય પછી કમિશન આપવાની વાત કરી હતી. મીતે તેના મિત્ર ઉદય અને તેના ભાગીદાર હર્ષ સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં રાત્રે મીતે ફોન કરીને પૈસા ટ્રાન્સફર થઈ ગયાનું અને ફી ભરાઈ ગયાનું કહ્યું હતું. અને કરન્સી ટ્રાન્સફર થયાનો વિડીયો પણ મોકલ્યો હતો. બાદમાં મીત અને તેના મિત્ર મળવા આવ્યા હતા અને કુલ 7.68 લાખ હર્ષના ખાતામાં આપવા કહ્યું હતું. હરિભાઈએ હર્ષના ખાતામાં આ રકમ એરટીજીએસ કરી આપી હતી.
બાદમાં 2 ઓગસ્ટ 2022 ના રોજ હરિભાઈના દિકરા કાર્તિકે કોલેજમાં હજી સુધી ફી ભરાઈ નહીં હોવાનું કહ્યું હતું. હરિભાઈએ આ અંગે મીતને કહેતા ઉદય અને હર્ષે ટેક્નિકલ ખામી હોવાથી આવું થયાનું કહ્યું હતું. બે દિવસ પછી પણ ફી નહીં ભરાતા વિદેશમાં વિકએન્ડ હોવાથી બે દિવસ પછી કરી આપવા કહ્યું હતું. બાદમાં તેમને હરિભાઈને ગમે તેમ જવાબ આપતા હતા. હરિભાઈએ પૈસા પરત માંગતા રોકડા 3.37 લાખ ચુકવી આપ્યા હતા. અને બાકી રહેલા 4.31 લાખ ચુકવ્યા નહોતા. અંતે હરિભાઈએ તેમના જુના વિદ્યાર્થી સહિત ચાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.