National

ટ્વિટર બાદ હવે ફેસબુક પણ લેશે પૈસા, બ્લુ બ્લેઝ મેળવવા માટે ચૂકવવા પડશે આટલા ડોલર

નવી દિલ્હી : સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) બાદ હવે તેના રસ્તે ફેસબુક (facebook) પણ ચાલી નીકળ્યું છે. રવિવારે કંપનીએ જાહેરાત કરતા કહ્યું હતું કે આ અઠવાડિયે મેટા (Meta) ચકાસણી શરુ કરી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શન સેવાઓ છે જે આપણા એકઉન્ટને સરકારી ઓળખપત્રથી ચકાસ્યા બાદ બ્લુ ટીકમાર્ક (Blue Tickmark) મેળવવા માટે શરુ કરી રહ્યા છે. કંપનીની આ સેવાની ઘોષણા ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberge) કરી હતી. તેમને ફેસબુક ઉપર આ જાહેરાતની પોસ્ટ પણ કરીને આ અંગેની જાણકારી યુઝર્સને આપી હતી.રવિવારે 19 ફેબ્રુઆરીએ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સેવા વિશે માહિતી આપી હતી. અને કહ્યું હતું કે આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ લોન્ચ કરી રહ્યા છીએ એક સબસ્ક્રિપ્શન સેવા જે તમને તમારા એકાઉન્ટને સરકારી ઓળખ પત્ર વડે વેરિફાઇ કરવા દેશે.

તેમણે ઉમેર્યું હતું કે આ નવી સુવિધા અમારી સેવાઓમાં અધિકૃતતા અને સુરક્ષા વધારવા વિશે છે. વપરાશકર્તાએ વેબ-આધારિત ચકાસણી માટે દર મહિને 11.99 ડોલર (રૂ. 992.36) અને iOS પર સેવા માટે દર મહિને 14.99 ડોલર (રૂ. 1240.65) ચૂકવવા પડશે.

સેવા ક્યાંથી શરૂ થઈ?
માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે મેટાનું આ ફીચર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ અઠવાડીયાથી શરૂ થશે. આ સિવાય અન્ય દેશોમાં પણ આ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જો કે ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે અને જૂના વેરિફાઈડ એકાઉન્ટ ધારકો આ સેવા હેઠળ આવશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સેવાને કારણે ફેક એકાઉન્ટની સમસ્યાથી વધુ સુરક્ષા મળશે
જાહેર કરાયેલા નિવેદનમાં ઝૂકરબર્ગે કહ્યું છે કે આ સપ્તાહથી અમે મેટા વેરિફાઈડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ એક સબ્સ્ક્રિપ્શન સેવા છે જેના દ્વારા તમે તમારું એકાઉન્ટ વેરિફાઇ કરાવી શકશો. તમારે માત્ર સરકારી પુરાવાઓની જરૂર પડશે. આ સેવાને કારણે ફેક એકાઉન્ટની સમસ્યાથી વધુ સુરક્ષા મળશે અમે ગ્રાહક સપોર્ટનો સીધો સંપર્ક કરી શકીશું અમે આ અઠવાડિયે ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં ટૂંક સમયમાં આ સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ જ્યારે તે અન્ય દેશોમાં લાગુ કરવામાં આવશે. દેશો ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ પહેલા ભારતમાં ટ્વિટર બ્લુની સેવા પણ શરૂ કરવામાં આવી હતી. કંપનીએ તેને 900 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે લોન્ચ કરી છે . આ મર્યાદિત સમયની ઓફર છે. એટલે કે આવનારા સમયમાં તેની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન ટ્વિટર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે છે. વેબ યુઝર્સ માટે તેની કિંમત 650 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવી છે. આ સાથે કંપની ઘણા ફીચર્સ પણ આપે છે.

Most Popular

To Top