Science & Technology

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ વાપરવા માટે ચૂકવણી કરવી પડશે, મેટાએ લીધો આ નિર્ણય

નવી દિલ્હી: હવે મેટા પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુકનો (Facebook) ઉપયોગ કરવા માટે તમારે ફી ચૂકવવી પડશે. આ નિયમ યુરોપના (Europe) કેટલાક દેશોમાં લાગુ કરવામાં આવ્યો છે. અહીં તમારે એડ-ફ્રી ફેસબુક (Ad-free Facebook) અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે. મેટાએ (Meta) થોડા સમય પહેલા આ અંગે નિર્ણય લીધો હતો. આ કંપનીના સબસ્ક્રિપ્શન મોડલનો એક ભાગ હતો. મેટા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આને લગતી નવી માહિતી સામે આવી છે.

કંપનીએ સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો કર્યો છે. Facebookની ફી ઘટાડીને EUR 5.99 (લગભગ રૂ. 540) કરવામાં આવી છે. તેમજ Instagram માટે ફી ઘટાડીને EUR 9.99 (લગભગ 900 રૂપિયા) કરવામાં આવી છે. કંપનીએ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હકીકતમાં આ નીતિનો યુરોપમાં ગોપનીયતા (પ્રાઇવસી) કાર્યકર્તાઓ અને ગ્રાહક જૂથો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે આ ફી ચૂકવવી પડશે. વાસ્તવમાં મેટા તેના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરતી હતી. પરંતુ યુરોપીયન નિયમોના નવા ડેટા પ્રાઈવસી કાયદા બાદ મેટાએ ડેટા એક્સેસ ન કરી શકવા બદલ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. નવેમ્બરમાં લાગુ થયેલા આ નિયમનો ઘણો વિરોધ થયો હતો. આ ચાર્જ 18 વર્ષ કે તેથી વધુ વયના વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવતો હતો.

જણાવી દઇયે કે યુરોપિયન યુનિયન અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો માટે મેટા દ્વારા ચાર્જ લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ આ ચાર્જ 1 નવેમ્બરથી અમલમાં આવ્યા બાદ, શરૂઆતમાં તે 9.99 યુરો (લગભગ રૂ. 880) પ્રતિ મહિને રાખવામાં આવ્યો હતો. ઉપરાંત iOS અને Android વપરાશકર્તાઓને 12.99 યુરો (લગભગ રૂ. 1,100) ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે હવે આ ચાર્જ ઘણો ઘટાડો થયો છે. હજુ પણ કેટલીક સંસ્થાઓ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે લોકોની પ્રાઈવસી જાળવવાનું કંપનીનું કામ છે. આ માટે યુઝર્સ પાસેથી શુલ્ક લેવામાં આવવો જોઈએ નહીં.

Most Popular

To Top