National

જૂની પેન્શન યોજના પુનઃલાગુ નહીં કરવામાં આવે તો સરકાર બદલાશે, પંચકુલામાં કર્મચારીઓને ચેતવણી

નવી દિલ્હી; હરિયાણામાં (Haryana) પેન્શન પુનઃસ્થાપના સંઘર્ષ સમિતિએ જૂની પેન્શન યોજનાને (Pension Scheme) સ્થાપિત કરવાની માંગ સાથે આંદોલનનું (Movement) હથિયાદ ઉગામી લીધું છે. પેન્શન પુનઃસ્થાપન સંઘર્ષ સમિતિ હવે સરકાર સામે લડત આપવાના મૂડમાં છે. રવિવારે સરકારી કર્મચારીઓએ (Government employee) જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે પંચકુલામાં (Panchkula) હરિયાણાના મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસે ધરણા કર્યા હતા. દરમ્યાન પ્રદર્શન કરી રહેલા હરિયાણા સરકારના કર્મચારીઓ ઉગ્ર રોષ અને દેખવને શાંત કરવા માટે તેમની ઉઓપર વોટર કેનનનો મારો ચલાવવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસનો બનૉબસ્ત પણ ચાંપતો કરી દેવામાં આવ્યો હતો.

હરિયાણા સરકાર જૂના પેન્શનના નામે કર્મચારીઓને છેતરી રહી છે
19 ફેબ્રુઆરીએ સમિતિએ પંચકુલાથી આંદોલન કર્યું હતું અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઘેરાવની જાહેરાત કરી. સમિતિના રાજ્ય મહાસચિવ ઋષિ નૈને સેક્ટર-5ની એક ખાનગી હોટલમાં આગેવાન આંદોલનકારીઓએ વાત કરતા જાણવાયું હતું કે હરિયાણા સરકાર જૂના પેન્શન રિસ્ટોરેશનના નામે કર્મચારીઓને લાંબા સમયથી ગેરમાર્ગે દોરી રહી છે.

વિપક્ષમાં બેઠેલા ધારાસભ્યો અને સાંસદો પેન્શનની સુવિધા લઈ રહ્યા છે
તેમણે કહ્યું કે સરકારમાં અને વિપક્ષમાં બેઠેલા તમામ ધારાસભ્યો અને સાંસદો પેન્શનની સુવિધા લઈ રહ્યા છે પરંતુ જીવનના 35 વર્ષ કામ કરનારા કર્મચારીઓને પેન્શન માટે આંદોલન કરવાની ફરજ પડી છે. નૈને મુખ્ય પ્રધાન મનોહર લાલના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે જૂનું પેન્શન લાગુ કર્યા પછીરાજ્ય દેવાળિયું થઇ જશે તેવું તેમને કહ્યું હતું.

ઘણા વિભાગોના કર્મચારીઓ આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે
નૈને કહ્યું કે આજ સુધી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય પેન્શન યોજના લાગુ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર તેના કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ આપી રહી છે. તેમણે કહ્યું કે જો રાષ્ટ્રીય પેન્શન યોજનાને કારણે મજૂર વર્ગને જ નુકસાન થઈ રહ્યું છે તો સરકાર શા માટે આ યોજનાને કર્મચારીઓ પર દબાણ કરીને માનસિક દબાણમાં મૂકી રહી છે.મહાસચિવ ઋષિ નૈને જણાવ્યું કે તેઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના જિલ્લાઓની સતત મુલાકાત લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રદર્શનમાં શિક્ષણ, આરોગ્ય, જાહેર બાંધકામ, શહેરી વિકાસ, હરિયાણા શહેરી વિકાસ પ્રાધિકરણ સહિત ઘણા વિભાગોના કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણી દરમિયાન ગઠબંધન સાથી JJPએ પણ આ મુદ્દાને પોતાના મેનિફેસ્ટોમાં સામેલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમની મદદથી હરિયાણામાં સંઘર્ષ સમિતિ દ્વારા સતત આંદોલન ચાલી રહ્યું છે.

Most Popular

To Top