National

હરિયાણા: મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આપ્યુ રાજીનામું, નાયબ સિંહ સૈની હશે નવા CM

નવી દિલ્હી: હરિયાણાની (Haryana) રાજનીતિમાં આજે મંગળવારે મોટો ફેરબદલ જોવા મળ્યો હતો. તેમજ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Mnoharlal Khattar) પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું (Resignation) રાજ્યપાલને સોંપી દીધું છે. આ દરમિયાન અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે. મુખ્યમંત્રી ખટ્ટરના રાજીનામા સાથે જ ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP)નું ગઠબંધન તૂટવાનું નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ તરીકે ચૂંટાયા છે. બીજી મોટી અપડેટ એ છે કે રાજ્યમાં ડેપ્યુટી સીએમ પણ હશે. નવા સીએમનો શપથ ગ્રહણ સાંજે 5 વાગ્યે થશે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને મતભેદોને કારણે આ ગઠબંધન તૂટ્યું છે. અગાઉ સૂત્રોને ટાંકી કહેવામાં આવ્યું હતું કે હરિયાણા કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે. આ દરમિયાન અપક્ષ ધારાસભ્યો સીએમ ખટ્ટરને મળ્યા હતા.

ગઇકાલે સોમવારે દુષ્યંત ચૌટાલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ ચૂંટણીમાં ગઠબંધનને લઈને વાતચીત થઈ શકી ન હતી. તેમજ સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે ભાજપ વાસ્તવમાં જેજેપીને સીટ આપવાના પક્ષમાં નથી. તેમજ હરિયાણા ભાજપ પણ જેજેપીને સીટ આપવાના પક્ષમાં નથી. ભાજપ તમામ દસ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.

હરિયાણામાં વિધાયક દળની બેઠક બપોરે 12 વાગ્યે બોલાવવામાં આવી છે. તેમજ અર્જુન મુંડા અને તરુણ ચોક નિરીક્ષક તરીકે આ બેઠકમાં હાજરી આપશે. આ સાથે જ હરિયાણાના નાયબ મુખ્ય મંત્રી દુષ્યંત ચૌટાલા આજે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. તેમજ આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણી પર ચર્ચા થવાની હતી.

દરમિયાન હરિયાણાના અપક્ષ ધારાસભ્ય નયન પાલ રાવતે કહ્યું કે હું ગઈકાલે મુખ્યમંત્રી ખટ્ટરને મળ્યા હતા. તેમજ અમે પહેલાથી જ સીએમ મનોહર લાલ ખટ્ટરની સરકારને અમારું સમર્થન આપ્યું છે. અમે લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરી શકીએ છીએ. મને લાગે છે કે જેજેપી સાથે ગઠબંધન તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી તૈયારી
આગામી લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે હરિયાણામાં માત્ર બિનજાટ જ સીએમ બનશે. હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટશે. તેમજ હરિયાણામાં નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે.

90 સભ્યો સાથે હરિયાણા વિધાનસભાની વર્તમાન સ્થિતિ
ભાજપ – 41
ભાજપ સાથે અપક્ષ – 6
હરિયાણા લોકહિત પાર્ટી – 1 (ભાજપને ગોપાલ કાંડાનું સમર્થન)
જેજેપીના અલગ થયા બાદ ભાજપને સમર્થન – 48

બહુમતીનો આંકડો – 46

12 વિપક્ષમાં કોણ છે સામેલ?
જેજેપી-10
અપક્ષ-1 (બલરાજ કુંડુ)
ભારતીય રાષ્ટ્રીય લોકદળ – 1 (અભય ચૌટાલા)
કોંગ્રેસ – 30

Most Popular

To Top