Charchapatra

ભ્રષ્ટાચાર એ સામુદાયિક રોગ છે

હાલમાં ચૂંટણીની મોસમ વસંતઋતુની જેમ છલકાઇ રહી છે. આ મોસમમાં કૌભાંડી અને ગુનેગાર ઠરેલા નેતાઓ પણ શાસક પક્ષનો અવલંબ લઈ ટિકિટ મેળવીને ચૂંટાઇને આવવા પ્રયત્નો કરે છે. સત્તા મેળવવા ઉમેદવાર લાલચ અને લોભામણી વચનો અને નાણાંની રેલમછેલ કરતા હોય છે. આવા કૃત્યને રૂશ્વતખોરીનો જ ભાગ કહેવાય કે નહિ ? સત્તા સંપાદન કરવા મૂળ પક્ષમાંથી પક્ષપલટો કરે તેને દેશદ્રોહી કહેવાય કે નહિ ? જેને પરિણામે વચનોની ભરમાળમાં અયોગ્ય ઉમેદવાર પણ ચૂંટાઇને આવે છે. તેને ખરેખર તો સાચી લોકશાહી નહિ કહેવાય ! પાંચ વર્ષે અહિત ખર્ચાઓ બતાવી દેશદ્રોહીરૂપી કાર્ય પણ કરે છે.

અંતે માયાજાળને પરિણામે અગત્સ્ય વચનો વડે ચૂંટાઇને આવવા તેઓને શાંતિ મળતી નથી. વર્તમાન સમયમાં પ્રધાનોનું હરાજીમાં લિલામ થતા પક્ષપલ્ટો કરે છે. આવા સભ્યોને સત્તાના ઉચ્ચસ્થાને બેઠેલા પ્રતિનિધિઓ તેમને ખરીદે છે. નીલિમત્તાના સોગંધ ખાનાર નીતિને નેવે મૂકી આવો ધંધો કરતા હોય છે, ત્યારે અખૂબ અને અગણિત મત આપનારા મતદારો આંસુ સારે છે. આવી પ્રક્રિયાને અટકાવવા શિક્ષિત પ્રજાને જ જાગૃત થવાની જરૂર છે. તો જ સાચા, પ્રામાણિક અને સાચા નાગરિકો ચૂંટણીમાં ઝંપલાવશે અને બિકાઉ તેમજ પક્ષપલટુ નાગરિકો ચૂંટણીમાં ઉભા રહેતા વિચારશે. ભ્રષ્ટાચાર એ સામુદાયિક રોગ છે. શામ, દામ અને દંડની ભેદરેખાથી અન્ય પક્ષોના સભ્યને તોડતા હોય તેવાં પક્ષોને અને પ્રધાનોને છઠ્ઠીનો પાઠ ભણાવવો જરૂરી છે.
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મંદિર કે કોઢારૂં?
અડાજણ ગંગેશ્વર રોડ પર રળિયામણું મહાદેવ મંદિર આવેલ છે. અંદાજે બે દાયકાથી અસંખ્ય ભક્તો દર્શને સવારે આરતી સમયે આવે છે. છેલ્લા એક મહિનાથી ગેટ પાસે મંદિરની ફૂટપાથ પર પાંચ થી છ ગાયો બાંધવામાં આવે છે. છાણ-મુત્ર, ગંદકીનો પાર નથી. દુર્ગંધ પણ પાણી પર બેઠેલા વૃદ્ધોને નાક બંધ કરવું પડે તેવી ઉત્તરદિશામાં ગેટ પાસે ઘાસ વેચાય. ઘાસ વેચનાર પોતાને ટોપી જ સમજે. એની પાછળના ભાગમાં પણ આવી રીતે ગાયો બાંધી કોઠારુ જ બનાવી દીધું. રાંદેર આવનાર ભક્ત ઘંટનો વગાડે જ. આજ એવું મંદિર છે જેમાં આરતી પતી જતા ઘંટ ઊપાડી લેવામાં આવે છે. સંચાલકને આ વાત કેમ ધ્યાન પર નથી આવતી. કમસેકમ ગંદકી ગાયોનું કોઢારૂ બીજો ખસેડી પવિત્રતા મંદિરની, તથા સ્વચ્છતા જાળવો.
સુરત     – અંબેલાલ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top