World

રમઝાનના પહેલા જ દિવસે ઈઝરાયેલે તબાહી મચાવી, 24 કલાકમાં 67 પેલેસ્ટીનીયનના મોત

રફાહ: ઈઝરાયેલ (Israel) અને હમાસના (Hamas) આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ (War) ચાલી રહ્યું છે. તેમજ બંને પક્ષ તરફથી હુમલાઓ (Attack) ચાલુ જ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ (Terrorist) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કર્યા. તેમજ આજે રમઝાનના (Ramzan) દિવસે ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની આંશિક આશાઓ હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા (Death) ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં માર્યા ગયેલા 67 લોકો સાથે ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનોની સંખ્યા વધીને 31,112 થઈ ગઈ છે. આજે મંગળવારે ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. તેમજ તેમના જણાવ્યા મુજબ યુદ્ધનો કોઈ અંત ન દેખાતા ગાઝામાં પેલેસ્ટિનિયનોએ રમઝાન મહિનાની શરૂઆતને ચિહ્નિત કરવા સોમવારે ઉપવાસ શરૂ કર્યા હતા.

અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકોના મોત
પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલના હુમલાને કારણે માનવતાવાદી સંકટ સતત વધી રહ્યું છે. તેમજ આવી સ્થિતીમાં યુ.એસ., કતાર અને ઇજિપ્તને રમઝાન પહેલા યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવાની આશા હતી. જે ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને વિનિમય અને ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાની મંજૂરી આપશે. પરંતુ ગયા અઠવાડિયે આ કરાર અંગેનો વાટાઘાટો અટકી ગયો હતો.

દરમિયાન ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા 67 લોકોના મૃતદેહોને હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા. જેનાથી યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 31,112 થઈ ગઈ છે. મંત્રાલયે કેટલા નાગરિકો માર્યા ગયા અને કેટલા લડવૈયાઓ માર્યા ગયા તેની ગણતરી આપી ન હતી. પરંતુ તેણે કહ્યું હતું કે મૃતકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે
તમને જણાવી દઈએ કે હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબર 2023ના રોજ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને તેઓએ 250 લોકોને બંધક બનાવ્યા હતા. એવો અંદાજ છે કે લગભગ 100 બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. તેમજ હમાસના હુમલા બાદ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી જેના કારણે યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધના કારણે ગાઝાના 23 લાખ લોકોમાંથી લગભગ 80 ટકા લોકો બેઘર થઈ ગયા છે.

Most Popular

To Top