Charchapatra

દુનિયાના અનેક દેશોની હાલત બૂરી છે ને ભારતમાં અઢળક પ્રગતિ છે

ન્યુઝીલેન્ડના વડા પ્રધાને આંખમાં આંસુ સાથે હોદ્દા પરથી રાજીનામું આપ્યું કારણ પૈસા નથી, નોકરી નથી, અર્થવ્યવસ્થા દિશા વગરની કોડી જેવી છે.  ઓસ્ટ્રેલિયાની પણ આવી જ દશા અને દિશામાં છે. બ્રિટનના વડા પ્રધાને એક મહિનામાં રાજીનામું આપ્યું હતું. અમેરિકા સૌથી મોટી આર્થિક મંદીના ભયમાં છે. આપણા મોટા ભાગના પડોશી દેશો નાદાર છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બધા સંપૂર્ણપણે નાદાર છે. તેમના કર્મચારીઓને પગાર આપી શકતા નથી. આ બધાની વચ્ચે ભારત હચમચ્યા વિના દિવસે ને દિવસે મજબૂત બની રહ્યું છે.

ડઝનબંધ મિસાઇલ પરીક્ષણો, સેનાનું આધુનિકીકરણ, ઝડપી ટ્રેનો, વિશ્વને હચમચાવી નાખે તેવા વિશાળ પ્રોજેકટસ ઘણા બધા એકસપ્રેસ વે-હાઇવે જે રીતે બનાવવામાં આવી રહ્યા છે તેવું રાષ્ટ્રના ઇતિહાસમાં જોવા-જાણવા મળ્યું નથી. ખેડૂતો અને સામાન્ય લોકોને મદદ કરતા સેંકડો પ્રોજેક્ટસ રોજ-રોજ દેશના કોઇ ને કોઇ ભાગે દેશને સમર્પિત થઇ રહ્યા છે. છેલ્લાં 8 વર્ષમાં જે સિધ્ધિઓ ભારતે મેળવી છે તેવી સિધ્ધિ કોઇ અન્ય દેશોને મળી નથી. આ પહેલાં ધનવાન વ્યકિત નહેરૂ પ્રધાનમંત્રી બની જતા હતા, ગરીબ વ્યકિત પ્રધાનમંત્રી બની શકતા હતા.

એક વયોવૃધ્ધ વ્યકિત મોરારજી દેસાઇ પ્રધાનમંત્રી બન્યા. એક યુવા પ્રધાનમંત્રી રાજીવ ગાંધી બન્યા, એક સ્ત્રી પ્રધાનમંત્રી તરીકે ઇન્દિરા ગાંધી બન્યાં, એક અભણ પ્રધાનમંત્રી ચૌ. ચરણસિંહ બન્યા, રાજઘરાનાના વ્યકિત પ્રધાનમંત્રી તરીકે વી.પી. સિંહ બન્યા, એક શિક્ષિત વ્યકિત તરીકે પી.વી. નરસિંહા રાવ પ્રધાનમંત્રી બન્યા, એક કવિ અટલબિહારી બાજપેયી પ્રધાનમંત્રી બન્યા, કોઇ પણ વ્યકિત પ્રધાનમંત્રી બની શકે છે તે એચ.ડી. દેવગૌડાએ સાબિત કરી આપ્યું. પ્રધાનમંત્રી જરૂરત જ નથી તેવું ડો. મનમોહનસિંહે કરી બતાવ્યું.

દેશ પર વગર પ્રધાનમંત્રી બનીને શાસન કરી શકાય તે સોનિયા ગાંધીએ કરી બતાવ્યું અને ચાહ વેચવાવાળો પ્રધાનમંત્રી બની શકે તે નરેન્દ્રભાઇ મોદીએ સાબિત કરી આપ્યું. જે અમેરિકાને ઝૂકાવી શકે છે, પાકિસ્તાન હડકંપ મચાવી શકે છે, ચીન જેવા ગદ્દાર દેશો સામે ટકી રહે છે ત્યારે રાહુલ ગાંધી કહે છે કે ‘હું મફત ભોજન આપીશ અને કેજરીવાલ કહે છે’ હું મફત પાણી આપીશ’. તો આ  દેશનો પ્રધાનમંત્રી કહે છે, ‘હું ન તો મફત ભોજન આપીશ, ન તો પાણી આપીશ પણ રોજગાર ઊભા કરીશ કે દેશનો સ્વાભિમાની યુવાન પોતાનું પણ પેટ ભરશે અને બીજાને પાણી પણ પીવડાવશે. તકલીફ, ભારતની જનતામાં છે, જે મફતની લાલચમાં લાદેનને પણ વોટ આપી શકે છે, વળી જય ચંદોની શું કમી છે ?
સુરત     – પરેશ ભાટિયા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લતા મંગેશકરનો સૂનકાર ભરાતો નથી
સ્વર-કિન્નરી, કોહિલ ઠંડી- લતાજીને એક વર્ષ પણ વિતી ગયું. એમના વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું છે. રેડિયો ઉપર એમના ગીતો સાંભળીયે ત્યારે મન ઝૂમી ઉઠે. સાથે સાથે વિચાર પણ આવે કે લતાજીની આટલી સફળતા પાછળ તેમના કંઠના માધુર્ય ઉપરાંત તે વખતના ગીતકાર તથા સંગીતકારોનો પણ એટલો જ ફાળો રહ્યો છે. ગીત ના શબ્દો પણ ગહેરાઈ સુચવતા હતા. અને સંગીત પણ મધુરુ. વાજીંત્રો નો ઉપયોગ પણ જરૂર પુરતો જ. બિલકુલ પણ ઘોંઘાટ નહીં, ગીતોમાં શબ્દ-સુર અને લયનો ત્રિવેણી સંગમ થતો. અને એટલે જ એ ગીતો આજે પણ અવિસ્મરણીય છે. તે વાતને પણ ગીતકાર અને સંગીતકારો વચ્ચે પણ સ્પર્ધા તો હતી જ પણ એ તંદુરસ્ત સ્પર્ધા સાથે સાથે સહુનું ડેડીકેશન તો ખરૂં જ. સહુ પોતાની કળાને સાધના તરીકે જોતા. આજે પણ ઘણા લાયક કલાકારો ખુબ જ સારું ગાય છે પણ એમાં માધુર્યની ઉણપ લાગે. લાગે છે કે ફિલ્મી દુનિયાના તો સુવર્ણયુગ આથમી ગયો.
સુરત     – પલ્લવી ત્રિવેદી   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top