Business

આ સ્ટેશનો વચ્ચે મેગા બ્લોક હોઈ આજે ગુજરાત એક્સપ્રેસ સહિત આ ટ્રેનો મોડી દોડશે

સુરત: ભાવનગર ડિવિઝનના ધોળા જંક્શન રેલવે સ્ટેશન પાસે રવિવારે બપોરે માલગાડી ખડી પડી હતી. તેના કારણે સુરત-મહુવા સહિતની ટ્રેનોને અસર થઈ હતી.

ધોળા સ્ટેશન પર માલગાડી ખડી પડતાં ટ્રેનો બેથી ત્રણ કલાક મોડી પડી
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ સાંજે ભાવનગરથી બાંદ્રા જવા નીકળેલી ટ્રેન નં 22964 ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ ત્રણ કલાક મોડી ઉપડી હતી. તેવી જ રીતે ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ પણ ત્રણ કલાક મોડી ઉપડી હતી. રવિવારે મહુવાથી સુરત માટે ઉપડતી ટ્રેન નંબર 20956 મહુવા-સુરત એક્સપ્રેસ બે કલાક મોડી ઉપડી હતી. ઉપરાંત ભાવનગર-ઓખા ટ્રેન બે કલાક, ભાવનગર-બોટાદ ટ્રેન પણ ત્રણ કલાક અને ધોળા-મહુવા ટ્રેન 3 કલાક મોડેથી ઉપડી હતી.

મિયાગામ કરજણ પાસે બ્લોકના કારણે નવજીવન એક્સપ્રેસ આજે 1 કલાક મોડી દોડશે
સુરત: સુરત-વડોદરા વચ્ચે મીંયાગામ કરણજ- કાશીપુરા રેલવે સ્ટેશન વચ્ચે 20 મી ફેબ્રુઆરીના રોજ બ્લોક હોવાના કારણે ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેનો આંશિક રદ રહેશે. તેમાં ટ્રેન નંબર 09161 વલસાડ-વડોદરા સ્પેશિયલ ટ્રેન ભરૂચ અને વડોદરા વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 09162 વડોદરા-વલસાડ સ્પેશિયલ ટ્રેન વડોદરા-ભરુચ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 22953 મુંબઈ-અમદાવાદ ( ગુજરાત એક્સપ્રેસ) સુરત અમદાવાદ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ 1 કલાક 05 મિનિટ મોડેથી દોડશે.

સુરતમાં બનનારું દેશનું પહેલું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એરપોર્ટ જેવું સુવિધાયુકત હશે : દર્શના જરદોષ
સુરત : આગામી સમયમાં નવા નિર્માણ થનાર સુરત રેલવે સ્ટેશનને એક મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવશે, તેને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજજ કરી અતિ આધુનિક બનાવાશે જેની માહિતી આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા આપવામાં આવી હતી. સાથે સુરત રેલવે સ્ટેશનના આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે હવે ઈપીપી ધોરણે હાથ પર લઈ લીધો હોવાથી તેનું કામ ખૂબ ઝડપથી આગળ વધશે તેવું મંત્રી દર્શના જરદોષે વધુમાં કહ્યું હતું.

રવિવારે એક પત્રકાર પરિષદ યોજીને તાજેતરમાં રજુ થયેલા કેન્દ્રીય બજેટ અને રેલવે આધુનિકરણ વિશેનો આ સંવાદ સધાયો હતો. આ પત્રકાર પરિષદમાં ભાજપના નગરસેવકોને પણ હાજર રખાયા હતા. જેથી નગરસેવકો કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જોગવાઇઓ અંગે જાણકારી મેળવે અને પ્રજા સુધી પહોંચાડી શકે. જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ દ્વારા આવનારા દિવસોમાં રેલવેમાં થનારા આધુનિકરણ વિશે વાત કરવામાં આવી હતી. સાથે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે તે એક અત્યાધુનિક રેલવે સ્ટેશન બનશે અને એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી. અગાઉ આ પ્રોજેકટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સાકાર થવાનો હતો પરંતુ પ્રોજેકટ કોસ્ટમાં મોટું રોકાણ અને તેની રિકવરી માટે લાંબો ગાળો જોઇએ તેમ હોવાથી આ આયોજનમાં સફળતા નહી મળતા કેન્દ્ર સરકારે હવે ઇપીસી ધોરણે હાથ ધરાયો છે.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, કાળુભાઇ ભીમનાથ, ધારાસભ્યો સંગીતાબેન પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા,મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top