ગાંધીનગર : શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ૧૫ મા દીક્ષાંત સમારોહમાં સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય,...
ગાંધીનગર: રાજયમાં ભયંકર ગરમી (Heat) પડવાની શકયતા છે, જે માટે કલાયમેટ ચેન્જનું (Climate Change) કારણ એટલું જ જવાબદાર છે તેમ વડોદરાના (Vadodra)...
સુરત: (Surat) લિંબાયત વિસ્તારમાં સહજાનંદ સોસાયટી પાસે સ્પીડમાં (Speed) જતા બાઇકરે (Biker) રાહદારીને અડફેટે લીધો હતો. ત્યાર બાદ બાઇક પરથી કાબુ ગુમાવતા...
નવી દિલ્હી : ભારત (India) અને આયર્લેન્ડ (Ireland) મહિલા ક્રિકેટ ટીમ (Women’s Cricket Team) વચ્ચે ચાલી રહેલી ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો રમાઈ...
ગાંધીનગર : રાજ્યમાં આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની (Board) પરીક્ષાનો (Exam) પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરીક્ષામાં...
ગાંધીનગર : જમ્મુ- કાશ્મીરમાં (JammuKashmir) લિથિયમનો મોટો જથ્થો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) ની ટીમને હાથ લાગ્યો છે. ભારત (India) માટે લિથિયમનો મોટો...
રાજકોટ: ફેબ્રુઆરી મહિનાના મધ્ય સાથે જ શિયાળાની (Winter) સિઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ વખતે ભાવનગર (Bhavnagar) જિલ્લાના મુખ્ય જળાશયોમાં 55.67...
અમદાવાદ : મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) આજે હાથ ધરાયેલી સુનાવણીમાં મૃતકોના પરિવારોને વળતર ચૂકવવાના મામલે પીડિત...
નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપ (Earthquake) બાદ મદદે પહોંચેલી ભારતીય NDRFની ટીમ (NDRF Team) સાથે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર...
સુરત: (Surat) નવા ભટાર રોડ પર આવેલી બ્રહ્મકુમારીઝ (Brahma Kumaries) સંસ્થા ખાતે ગઈકાલે તસ્કરોએ રોકડા 60 હજાર અને દાનપેટીના (Donation Box) દાનના...
વલસાડ: (Valsad) વલસાડમાં રહેતા યુવાને 12 વર્ષની કિશોરી (Girl) ઉપર દાનત બગાડી પોતાના ઘરમાં લઈ જઈ અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો...
અંકલેશ્વર: (Ankleshwar) મૂળ જૂનાગઢના અને હાલ અંકલેશ્વર GIDCની રિયલ રેસિડેન્સીમાં રહેતા કમલેશ કરશન જાદવના પિતા ૬૦ વર્ષીય કરશન લાખા જાદવ ગત રવિવારે...
અમદાવાદઃ (Ahmedabad) ગુજરાતના ઠાકોર સમાજે યુવતીઓ (Girls) દ્વારા મોબાઈલ ફોનના (Mobile Phone) ઉપયોગ પર પ્રતિબંધ (Ban) મૂક્યો છે. સમુદાયે પરંપરામાં (Tradition) સુધારો...
સુરત: સુરત શહેરમાં સિટી બસ દ્વારા રાહદારી, વાહનચાલકોને અડફેટે લેવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, આવી જ એક દુર્ઘટના સુરત શહેરમાં બની...
સુરત: લક્ઝરી બસમાં (Luxury Bus) અન્ય શહેરોમાં જતા સુરતીઓ માટે માઠા સમાચાર છે. હવે તેમને નજીકના સ્થળેથી બસ (Bus) મળી શકશે નહીં....
નવી દિલ્હી : હૈદરાબાદથી (Hyderabad) ચન્નેઈ (Chennai) ઉડાન ભરી રહેલ એક ફ્લાઇટમાં (Flight) સોમવારે બૉમ્બ મુકાયો હોવાની સૂચના મળી હતી. સૂચના મળતાની...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) યુદ્ધને (War) એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે યુક્રેનના કેટલાક શહેરોમાં હજી પણ...
કર્ણાટક: કર્ણાટકના હાસન વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની છે. અહીં આઈફોન માટે એક ડિલીવરી બોયની હત્યા કરી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર (Bollywood Actor) નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) છેલ્લા કેટલાક સમયથી પોતાના પારિવારિક વિવાદોને કારણે ચર્ચામાં છે. આ સાથે જ...
મહેસાણા: મહેસાણામાં (Mahesana) યોજાયેલા એક સમૂહ લગ્ન (Samuh Lagna) સમારોહમાં બે પક્ષો વચ્ચે બોલાચાલ બાદ છૂટા હાથથી મારા મારી થઈ હોવાનું સામે...
સુરત: ગુજસીટોકમાં જેલમાં કેદ લાલુ જાલીમના સાગરિતોએ સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એકવાર દાદાગીરી શરૂ કરી દીધી હોવાની ઘટના બની છે. લાલુ જાલીમ...
સુરત: સુરતના (Surat) હીરા બજારમાં (Diamond Market) હીરા દલાલીનું કામ કરતા હીરા દલાલને (Diamond Broker) મુંબઈનો (Mumbai) ઠગ (Fraud) છેતરી ગયો છે....
સનત્સુજાતજી કહે છે કે બ્રહ્મવિદ્યા બ્રહ્મચર્યના પાલનથી પ્રાપ્ત થાય છે. આના અનુસંધાનમાં ધૃતરાષ્ટ્ર બ્રહ્મચર્યના સ્વરૂપ વિશે અને બ્રહ્મચર્યના પાલનની વિધિ વિશે પ્રશ્ન...
આધુનિક વિજ્ઞાન દર્શાવે છે કે આ સૃિષ્ટમાં દરેક સજીવ અથવા નિર્જીવ પરિવર્તનશીલ છે. દરેકમાંં વસ્તુઓનું વિઘટન અને સંરક્ષણ થયા કરે છે. પરિવર્તન...
ધર્મ અને ચમત્કાર એ બે શબ્દ દરેક ધર્મમાં એટલા બધા ગાઢ સ્વરૂપે જોડાયેલા છે કે જેની પણ અલગ વ્યાખ્યા કે વિસ્તૃત માહિતી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Mahrashtra) રાજકારણમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિવસેનાના (Shivsena) સિમબોલ અને નામને લઈને શિંદે ગ્રુપ (Shinde Gruop) અને...
તાજેતરમાં ગુજરાતીમાં એક પુસ્તક આવ્યું છે. તેનું નામ છે, ‘વધામણાં’- ટેકનોલોજી પોષિત ભવિષ્યનાં. તેના લેખક છે સણોસરા સ્થિત લોકભારતી યુનિવર્સીટીના પ્રો-વાઈસ ચાન્સેલર...
ત્રિપુરા વિધાનસભાના મતદાનના દિવસે રાહુલ ગાંધી કાશ્મીરના ગુલમર્ગમાં સ્કીઈંગની મજા માણી રહ્યા હોય એવી તસવીર પ્રગટ થઈ છે. ધનવાન અને વિદેશ ખેલ-...
સુરત : આગામી સમયમાં નવા નિર્માણ થનાર સુરત રેલવે સ્ટેશનને એક મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવશે, તેને એરપોર્ટ જેવી સુવિધાઓથી...
શિવ!! આ શબ્દ સાંભળીને કોઇને કૈલાસ પર્વત દેખાય તો કોઇને નીલકંઠનું ચિત્ર, તો કોઇને શિવલિંગ તો કોઇને તાંડવ કરતા રૌદ્ર સ્વરૂપી શિવ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર : શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ૧૫ મા દીક્ષાંત સમારોહમાં સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી.
આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૪૩, આચાર્ય (એમ.એ.)-૧૯૧, પી.જી.ડી.સી.એ.-૧૮૧, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૪૩, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૧૦ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૭ મળીને કુલ ૭૮૫ ડીગ્રી પ્રમાણપત્રો તેમજ કુલ ૧૮ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ એમ કુલ મળીને ૨૨ જેટલા પદકો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં.
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ૧૫મા દીક્ષાંત સમારોહમાં રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. વ્યક્તિમાં સત્ય, અહિંસા જેવા સામાજિક સુવ્યવસ્થાપ્રદ સદગુણોનો પ્રાદુર્ભાવ થાય એ જ ભારતીય શાસ્ત્રોનું લક્ષ્ય રહ્યું છે. સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીએ. સંસ્કૃત ભાષાના દૈનિક પ્રયોગથી એક વિશેષ પ્રકારની ઊર્જા મળે છે. આ ઊર્જાથી વ્યક્તિત્વમાં તેજસ્વીતા, ક્ષમા, ધૈર્ય અને પવિત્રતાનો સંચાર થાય છે, તથા વેરભાવના અને અભિમાન જેવા અવગુણોથી મુક્તિ મળે છે, જેનાથી સમાજમાં સુખ, શાંતિ અને સામાજિક સમરસતાની સ્થાપના થાય છે. પ્રાચીનકાળથી સંસ્કૃત સાહિત્યને કારણે જ આપણી સંસ્કૃતિ સહિષ્ણુ અને સર્વસમાવેશી છે. આપણે ભારતીયો એટલે જ ક્ષમાશીલ છીએ. ભારતીયોમાં દયા અને કરુણાના ભાવ આ શાસ્ત્રોને કારણે જ સહજ ઉપલબ્ધ છે.
આચાર્ય દેવવ્રતે સંસ્કૃત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોને સંસ્કૃત ભાષાને લોકભાષા રૂપે પ્રતિસ્થાપિત કરવા પ્રયત્નો કરવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, સંસ્કૃત શાસ્ત્રોમાં આયુર્વેદમાં વિજ્ઞાન છે. જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર વિજ્ઞાન છે. ધ્વનિ વિજ્ઞાન પણ છે, જેના ઉદાહરણો છે. શાસ્ત્રોનીહિત વૈજ્ઞાનિક તથ્યોમાં સંશોધનોને પણ અવકાશ છે પરંતુ આ માટે સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીને સહજ સંસ્કૃત વ્યવહાર અપનાવવો પડશે. જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં સંસ્કૃત ભાષા ઝડપથી પ્રચલિત થશે, જેનાથી માત્ર ભારતને જ નહીં સમગ્ર વિશ્વને લાભ થશે.
શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયોમાં ગુરૂ પરંપરા અને તપોવન પદ્ધતિથી ઉત્તમ માર્ગદર્શન મેળવી, શિક્ષા પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્કૃતની ભાષા અને જ્ઞાનને વિશાળ ફલક પર વિસ્તારવાનો ભગીરથ અને સરાહનિય પ્રયાસ આરંભાય છે. જ્યારે અન્ય દેશોનો ઉદ્ભવ પણ નહોતો ત્યારે આપણા ભારતમાં વેદ અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખાયા છે. જ્યાં મહાદેવ બીરાજમાન છે તે સ્થાનેથી તેજોમય સંસ્કૃત ભાષાનો ફેલાવો થઈ રહ્યો છે તે અત્યંત ગર્વની વાત છે.