SURAT

સુરત: બાઈકની સ્પીડનો નશો પાછળ બેઠેલા મિત્રને ભારે પડી ગયો, મોત નિપજ્યું

સુરત: (Surat) લિંબાયત વિસ્તારમાં સહજાનંદ સોસાયટી પાસે સ્પીડમાં (Speed) જતા બાઇકરે (Biker) રાહદારીને અડફેટે લીધો હતો. ત્યાર બાદ બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક પર પાછળ બેસેલા યુવકનું મોત (Death) નિપજ્યું હતું.

  • લિંબાયતમાં સ્પીડમાં જતા બાઇકરે રાહદારીને અડફેટે લીધા બાદ બાઇક પરથી કાબુ ગૂમાવ્યો
  • અકસ્માતમાં પાછળ બેસેલા યુવકનું મોત

લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ગોડાદરા નહેર પાસે શ્રીજી નગર-2માં રહેતા અને ખાનગી સ્કૂલમાં વેન ડ્રાઇવર તરીકે નોકરી કરતો રોહિત નારાયણ કદમ રવિવારે મોપેડ પર લીંબાયત સહજાનંદ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા બાઇકરે સ્પીડમાં બાઇક હંકારી હતી. બાઇક પર બે જણા બેસેલા હતા. આગળ જતા આ બાઇકરે કોઈ રાહદારીને અડફેટે લીધું હતું. તેના કારણે બાઇકરે બેલેન્સ ગુમાવતા બાઇકર અને તેની પાછળ બેસેલો યુવક ફંગોળાયા હતા. તેના કારણે રાહદારી અને બાઇકર અને પાછળ બેસેલા યુવકને ઇજા થઈ હતી. તેમાં પાછળ બેસેલા બિસેશ્વર સોમર રાજવંશી(ઉ. વ.44, રહે સુખી નગર પાંડેસરા)ને ગંભીર ઈજા પહોંચતા ત્યાંજ તેનું મોત નિપજ્યું હતું. લિંબાયત પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મહાશિવરાત્રિના રોજ વધુ પડતી ભાંગ પી લીધા બાદ આધેડનું મોત નિપજ્યું
સુરત: મહાશિવરાત્રિના રોજ વઝુ પડતી ભાંગ પી લીધા બાદ સુઈ ગયેલો આધેડ સવારે ઉંઘમાંથી ઉઠ્યો ન હતો. આસપાસના લોકો તેને નવી સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સચીન જીઆઈડીસી પાસે આવેલ રામેશ્વર કોલોનીમાં રહેતો 55 વર્ષનો વસંત સુખા માઝી સ્થાનીક મીલમાં મજુરી કરી છે. શનિવારના રોજ તેને વધુ પડતી ભાંગ પી લીધી હતી. ત્યાર બાદ તે તેના રૂમમાં જઈને સૂઈ ગયો હતો. શનિવાર રાત્રે અને રવિવારે આખો દિવસ તે ઉઠ્યો ન હતો. ત્યારે આસપાસના લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને 108 તેને વસંતને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં પણ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ તેના પડોસીઓએ પોલીસને કહ્યું કે તેને વધુ માત્રામાં ભાંગ પી લીધી હતી. વસંતનું કોઈ પણ નજીકનું સગુ સુરતમાં નથી રહેતું.સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top