Gujarat

જુન સુધીમાં 4 થી 6 જેટલા હિટ વેવ આવશે : વડોદરાના ખગોળશાસ્ત્રીની ચેતવણી

ગાંધીનગર: રાજયમાં ભયંકર ગરમી (Heat) પડવાની શકયતા છે, જે માટે કલાયમેટ ચેન્જનું (Climate Change) કારણ એટલું જ જવાબદાર છે તેમ વડોદરાના (Vadodra) ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું છે. પુરોહિતે ચેતવણી આપી છે કે ફેબ્રુઆરીથી જુન સુધી ચારથી છ જેટલા હિટ વેવ આવશે, સૂર્યનારાયણની સક્રિયતા તથા ગ્લોબલ વોર્મિંગના કારણે હિટ વેવની સ્થિતિમાં નાગરિકોએ સ્વાસ્થયની ખાસ કાળજી રાખવી પડશે. રાજયમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ રહેવા પામ્યો હતો જયારે કંડલા એરપોર્ટ પર 12 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જો કે આજે રાજકોટમાં 40 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી.

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 19 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 17 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 18 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ,સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે.,રાજકોટમાં 19 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 20 ડિ.સે. અને કેશોદમાં 15 ડિ.સે., લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top