Gujarat

મહેસાણામાં સમૂહ લગ્નમાં ખુરશીઓ ઊડી, બે પક્ષ વચ્ચે બબાલ થતા મહેમાનો ગભરાયાને ભાગ્યા

મહેસાણા: મહેસાણામાં (Mahesana) યોજાયેલા એક સમૂહ લગ્ન (Samuh Lagna) સમારોહમાં બે પક્ષો વચ્ચે બોલાચાલ બાદ છૂટા હાથથી મારા મારી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મહેસાણામાં રોહિત સમાજના (Rohit Samaj) સમૂહ લગ્નમાં બે પક્ષો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા બંને પક્ષોએ એકબીજા પર ખુરશીના ઘા કર્યા હતા. સમૂહ લગ્નમાં હાજર હજારોની સંખ્યામાં મહેમાનો આ દ્રશ્યો જોઈ ડખાઈ ગયા હતા. ગભરાયેલા મહેમાનોમાં નાસભાગ મચી હતી. ગણતરીની મિનિટોમાં જ 50થી વધુ ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધાય છે.

મળતી માહિતી અનુસાર મહેસાણા ની ઈન્દિરાનગર વિસ્તારમાં કુકર રોડ નજીક રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન સમાહારોમાં અચાનક જ બે પક્ષો વચ્ચે કોઈ બાબતે બોલાચાલ થઈ જવા પામી હતી. બંને પક્ષો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે લગ્નના મંડપમાં ખુરશીઓ ઊડવા લાગી હતી. બંને પક્ષોએ એકબીજા પર ખુરશીથી હુમલો કર્યો હતો. તેથી સમૂહ લગ્નમાં આવેલા મહેમાનો આ દ્રશ્યો જોઈ ગભરાય ગયા હતા. થોડીવારમાં જ લગ્નનમાં મંડપમાં હાજર મહેમાનોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જો કે લગ્નના આયોજકોએ બંને પક્ષોને શાંત પાડવા માટે મથામણ કરી હતી.

સમૂહ લગ્નમાં બંને પક્ષોએ સામસામે ખુરશીઓ ફેંકતા વિવાદ વધ્યો હતો. જો કે આયોજકે આ મામલે ઠાળે પાડ્યો હતો. ત્યાર બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મનીષ કુમાર ચૌહાણના જણાવ્યા અનુસાર રોહિત સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતો. જ્યાં લોકો ડીજેના તાલે નાચી રહ્યા હતા, ત્યારે ચિત્રોડીપુરા વસાહત પાસે રહેલા લોકો સમૂહ લગ્નમાં નાચવા આવી ગયા હતા. જ્યારે તેઓને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારે શૈલેષ સેના, રાજુ સેનમા, બળવંત સેનમા નામના યુવકોએ સમૂહલગ્નમાં પડેલી ખુરશીઓ ઉપાડી ફેંકવાનું ચાલું કર્યું હતું, અને મારામારી કરી હતી.

ત્યાર બાદ આ અંગે સામાપક્ષે ચિત્રોડીપુરા વસાહતમાં રહેતા મનોજ સેનમાએ પણ સામેપક્ષ તરફ ફરિયાદ નોંધવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં તે પાણીની બોટલ વેચવા માટે ગયો હતો. ત્યારે રોહિત સમાદના આયોજકોની મંજૂરી બાદ પાણી વેચવાની શરૂઆત કરી હતી. આ સમયે જૈમીન ચૌહાણે આવીને ગાળાગાળી કરી હતી, તેમજ નજીકમાં પડેલી ખુરશી લઈ મારવા લાગ્યો હતો. તેથી તેને બચાવવા માટે નજીકની વસાહતમાં રહેતા અન્ય યુવાનો દોડી આવ્યા હતા, ત્યારે સામે પક્ષના લોકોએ તેમની સાથે પણ મારામારી કરી હતી.

કુકસ રોડ પર યોજાયેલા સમૂહ લગ્નમાં તે પાણીની બોટલો વેચવા માટે ગયો હતો. આ સમયે રોહિત સમાજના આયોજકોની મંજૂરી બાદ પાણી વેચવાની શરૂઆત કરી હતી. આ સમયે જૈમીન ચૌહાણે આવીને ગાળાગાળી કરી હતી અને નજીકમાં પડેલી ખુરશી લઈ મારવા લાગ્યો હતો. રાડારાડી થતા નજીકની વસાહતમાં રહેતા અન્ય યુવાનો બચાવવા આવતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો.

Most Popular

To Top