Entertainment

નવાઝુદ્દીન સિદ્દકીને કારણે દુબઈમાં ફસાઈ આ છોકરી, VIDEO શૂટ કરી લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર (Bollywood Actor) નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) છેલ્લા કેટલાક સમયથી પોતાના પારિવારિક વિવાદોને કારણે ચર્ચામાં છે. આ સાથે જ તે ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ટ્વીટર પર એક છોકરીએ તેના પર ગંભીર આરોપ (serious allegations) લગાવ્યો છે કે તે એક્ટર નવાઝૂદ્દીન સિદ્દીકીના કારણે દુબઈમાં (Dubai) ફસાઈ (trapped) ગઈ છે. આરોપ લગાવનાર યુવતી વીડિયોમાં (Video) રડી રડી આપવીતી કહી રહી છે. નવાઝુદ્દીનું ઘરકામ કરનારી સપના જે તેના દુબઈના ઘરમાં કામ કરે છે, તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીના વકીલ રિઝવાને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વકીલે એક લાંબુ નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવાઝે સપનાની હાયરિંગ ખોટી કરવામાં આવી છે. વકીલનો દાવો છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ દુબઈના રેકોર્ડમાં સપનાનો ઉલ્લેખ અજાણી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કર્યો હતો. જ્યારે, વાસ્તવમાં અભિનેતાએ સપનાને તેના બાળકોની સંભાળ રાખવા માટે રાખી હતી. થોડા સમય પહેલા આલિયા સિદ્દીકી બાળકો સાથે ભારત પરત આવી હતી, પરંતુ નોકરાણી સપના ત્યાં જ રહી હતી. જે બાદ હવે તેણે વીડિયો દ્વારા મદદની વિનંતી કરી છે.

એડવોકેટે વીડિયો શેર કર્યો
એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ એક છોકરીનો વીડિયો ટ્વીટ કરીને એક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝના કારણે સપના નામની છોકરી દુબઈમાં ફસાઈ ગઈ છે. નવાઝે તેને 9 નવેમ્બર 2022ના રોજ નોકરી પર રાખી હતી. આ છોકરીને દુબઈ એક કંપનીમાં એઝ અ સેલ્સ મેનેજર તરીકે લઈ જવામાં આવી હતી અને તે છોકરી ત્યાં નવાઝના ઘરે તેમના બાળકોની સંભાળ રાખતી હતી. પરંતુ પતિ-પત્ની વચ્ચેના વિવાદને કારણે નવાઝના બાળકો તેમની માતા પાસે આવી ગયા છે.

છોકરીને ખાવાના ફાફા પડી રહ્યા છે
સપના નામની છોકરી વીડિયોમાં રડતા રડતા પોતાની વાત કહી છે. જેમાં તે કહી રહી છે કે તે હવે દુબઈમાં ખાવા માટે પણ નિર્ભર બની ગઈ છે. તેની પાસે ન તો પૈસા છે કે ન તો તેનો પાસપોર્ટ. રિઝવાને યુવતીનો આ વીડિયો અને તેની સાથે સંપૂર્ણ માહિતી શેર કરી છે.

મંગળવારે કેસ દાખલ કરવામાં આવશે
ટ્વિટર પર આ વાતને શેર કરતા રિઝવાને એ પણ જાણકારી આપી છે કે સપના છેલ્લા 3-4 દિવસથી કંઈપણ ખાધા વગર અને એક પણ પૈસા વગર ત્યાં રહે છે. રિઝવાને જણાવ્યું છે કે આ કેસમાં મંગળવારે નવાઝ વિરુદ્ધ આઈપીસીની કલમ 344 હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

સપનાએ વીડિયો બનાવીને વિનંતી કરી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સપના કહેતી જોવા મળી રહી છે કે, ‘હું સપના છું. હું નવાઝુદ્દીન સરના ઘરે ફસાઈ ગઈ છું. મેડમ ગયા પછી સર મને વિઝા આપ્યા હતા. મારા પગારમાંથી વિઝાના પૈસા કપાઈ રહ્યા છે. મને બે મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે મને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દીદી હમણાં જ ગઈ છે, તે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. તેમને ભારત જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. તે પણ ભારે મુશ્કેલી સાથે ભારત પહોંચી છે. અત્યારે હું અહીં એકલી છું. મારી પાસે ખાવાના પણ પૈસા નથી. હું તમને વિનંતી કરું છું કે મને અહીંથી બહાર કાઢો અને મારે મારો પગાર જોઈએ છે. મારે મારા ઘરે ભારત જવું છે. મારે જવા માટે ટિકિટ અને પગારની જરૂર છે. હું તમારી સામે આ વિનંતી કરું છું’.

Most Popular

To Top