Dakshin Gujarat

અંકલેશ્વરમાં બાઈક ચાલકે દાદા-પૌત્રીને ટક્કર મારી, દાદાનું મોત

અંકલેશ્વર: (Ankleshwar) મૂળ જૂનાગઢના અને હાલ અંકલેશ્વર GIDCની રિયલ રેસિડેન્સીમાં રહેતા કમલેશ કરશન જાદવના પિતા ૬૦ વર્ષીય કરશન લાખા જાદવ ગત રવિવારે (Sunday) રાતે નાના પુત્રની દીકરી ચૈત્રાને લઇ ચાલવા માટે જલધારા ચોકડી તરફ નીકળ્યા હતા. દરમિયાન વ્રજભૂમિ સોસાયટી (Society) પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી બાઈક નં.(જીજે-૧૬-સીપી-૦૩૬૪)ના ચાલકે દાદા-પૌત્રીને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં દાદા-પૌત્રી અને બાઈક (Bike) સવારને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે એ પહેલાં જ કરશનભાઈ જાદવનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • અંકલેશ્વરની વ્રજભૂમિ સોસાયટી પાસે બાઈકચાલકે દાદા-પૌત્રીને ટક્કર મારી
  • કરશન લાખા જાદવ ગત રવિવારે રાતે નાના પુત્રની દીકરી ચૈત્રાને લઇ ચાલવા માટે જલધારા ચોકડી તરફ નીકળ્યા હતા

બારડોલીના ખોજ નજીક ટ્રક અડફેટે બાઇકચાલક સગીરનું મોત
બારડોલી: બારડોલી તાલુકાના ખોજ ગામની સીમમાં તળાવ પાસે પૂરઝડપે જતી ટ્રકે સામેથી આવતી બાઇકને અડફેટે લેતાં બાઇકચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના વરાડ ગામે નવા હળપતિવાસ ફળિયામાં રહેતા મંગુ કિશન ચૌધરીનો 17 વર્ષીય પુત્ર ધીરજ ઉર્ફે દર્શન તેના મિત્ર આશિષ મહેશ હળપતિ સાથે મોટરસાઇકલ પર ખોજ ગામે આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે જઇ રહ્યા હતા. એ સમયે કડોદ તરફથી પૂરઝડપે આવતી એક ટ્રકના ચાલકે ખોજ તળાવ પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ તેમની બાઇકને અડફેટે લઈ લીધી હતી. આ અકસ્માતમાં ચાલક ધીરજ ઉર્ફે દર્શનનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top