Top News

More Posts

   The Latest

Most Popular

વ્યારા: (Vyara) સોનગઢના જૂના આર.ટી.ઓ. પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને (Police) જોઈને ભાગવા જતા કાર (Car) રસ્તાની સાઈડ પર ખાડામાં ઊતરી જતાં ચાલક ભાગી છૂટ્યો હતો. આ બનાવમાં કારમાંથી ભારતીય બનાવટનો 55,600નો વિદેશી દારૂ (Alcohol) કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ (Liqour) સહિત કુલ 4,60,600નો મુદ્દામાલ કબજે કરી બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • સોનગઢના જૂના આર.ટી.ઓ. પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 55 હજારનો દારૂ ઝડપાયો
  • વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જોઈને ભાગવા જતા કાર રસ્તાની સાઈડ પર ખાડામાં ઊતરી જતાં ચાલક ભાગી છૂટ્યો

સોનગઢ પોલીસ જુના આર.ટી.ઓ. પાસે વાહન ચેકિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, કાર નં.(GJ-16-BG-6004) નવાપુર તરફથી વિદેશી દારૂ ભરીને સોનગઢ તરફ આવનાર છે. આથી સોનગઢ પોલીસ તથા સ્ટાફે બાતમીવાળી કાર આવતાં ઊભી રાખવાની કોશિશ કરતાં કાર ઊભી ના રાખતાં આશીર્વાદ હોટલ પાસેથી યુ ટર્ન લઈ ઉચ્છલ તરફ ભગાવી મૂકી હતી. આ કારનો પીછો કરતાં ભડભુંજા ચાર રસ્તા પાસે કાર ખાડામાં ઉતારી દઈ કારચાલક ભાગી છૂટ્યો હતો. જ્યારે ગાડીમાં બેઠેલો ઈસમ અંકિત વિશ્વાસ વળવી (ઉં.વ.30) (રહે., (રહે.,વાકીપાડા, તા.નપાપુર)ને ઝડપી લઈ ચાલકનું નામ પૂછતાં વિશાલ રાજપૂત (રહે.,ગંગાધરા) હોવાનું જણાવ્યું હતું. કારની જડતી લેતાં તેમાંથી 55,600નો વિદેશી દારૂ નવાપુરની એસ.એન.વાઈન શોપમાંથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 4,60,600નો મુદ્દામાલ કબજે કરી બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢના પરોઠા હાઉસ પાસેથી ૭૨ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ
વ્યારા: સોનગઢના પરોઠા હાઉસ પાસે સુરત- ધુલિયા હાઇવે પર તા.૪/૬/૨૦૨૩ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં કાર નં.(MH 46 BB 7073)માં ગુજરાતમાં ઠાલવા માટે લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. કારચાલક વગર પાસ પરિમટે ખાખી પુઠાનાં ૧૦ બોક્સમાં ઈંગ્લિશ દેશી દારૂની કુલ બોટલો નંગ-૪૮૦ કિં.રૂ. ૭૨,૦૦૦ના પ્રોહિ. મુદ્દામાલની હેરાફેરી કરી રહ્યો હતો. કારની કિં.રૂ ૧ લાખ મળી કુલ રૂ.૧.૭૨ લાખનો મુદ્દામાલ વાહન ચેકિંગ દરમિયાન સ્થળ ઉપર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સળિયા પાછળ ધકેલવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

To Top