Columns

આધ્યાત્મિક સંદેશાવાહક નારદ મુિન

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય -10 શ્લોક સંખ્યા 26..
अश्वत्थ: सर्ववृक्षाणां देवर्षीणां च नारद: ।
गन्धर्वाणां चित्ररथ: सिद्धानां कपिलो मुनि:
હું સર્વ વૃક્ષોમાં અશ્વસ્થનું વૃક્ષ છું હું દેવર્ષિઓમાં નારદ છું.
ગંધર્વોમાં િચત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું કપિલ છું.
નારદમુનિ ઋિષદેવતા છે. નારદમુિનની ઉત્પત્તિ બ્રહ્માજીના મનથી થઇ હોવાથી તે માનસપુત્ર કહેવામાં આવે છે. દેવર્ષિ નારદ લોકકલ્યાણના કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. શાસ્ત્રોમાં તેમને ભગવાનનું મન પણ કહેવામાં આવે છે. આ કારણથી દરેક યુગોમાં દરેક લોકોમાં સમસ્ત િવદ્યાઓમાં સમાજના બધા જ વર્ગોમાં નારદજી હંમેશાં મહત્ત્વપૂર્ણ સ્થાન પર િબરાજમાન છે. દેવતાઓ તથા દાનવો દ્વારા નારદજી સદૈવ આદર પામતા હતા. સમય સમય પર બધાએ તેમનો અભિપ્રાય લીધો હતો.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અનુસાર આ સૃષ્ટિમાં ભગવાને દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો હતો તથા સાતત્વ તંત્ર અથવા નારદપંચરાત્રનો ઉપદેશ આપ્યો હતો. સતકર્મો દ્વારા ભવબંધનનો મુકિત માર્ગ બતાવ્યો હતો. નારદમુિન મુિનઓના દેવતા હતા. તેથી ઋિષરાજ તરીકે પણ જાણીતા હતા. વાયપુરાણમાં દેવર્ષિનું પદ અને લક્ષણનું વર્ણન છે.
દેવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા વાળા ઋષિગણને દેવર્ષિ ગણવામાં આવે છે. ભૂતભવિષ્ય તથા વર્તમાન કાળ એટલે કે િત્રકાળ જ્ઞાની સત્યભાષી, પોતાના સાક્ષાત્કાર કરવાવાળા સ્વયંસિદ્ધ, કઠોર તપસ્યા થકી લોકવિખ્યાત, ગર્ભાવસ્થાથી જ જ્ઞાનરૂપી અહંકાર નાશ પામીને જેનામાં જ્ઞાનનો પ્રકાશ થઇ ચૂકેલ છે, એવા મંત્રવેત્તા તથા પોતાની સિદ્ધિઓનો બળથકી સર્વ લોકોમાં સર્વત્ર િવહાર કરવાની ક્ષમતાવાળા, મંત્રણા હેતુ માટે મુિનઓ થકી આવૃત્ત દેવતા દ્વિજ એવા નારદમુનિને દેવર્ષિ કહેવામાં આવે છે.

મહાભારતના સભાપર્વના પાંચમા અધ્યાયમાં નારદજીના વ્યકિતત્વ તથા તેમનો પરિચય આપવામાં આવ્યો છે.
દેવર્ષિ નારદ વેદ, ઉપનિષદના મર્મજ્ઞ, દેવતાઓના પૂજય, ઇતિહાસ પુરાણોના વિશેષજ્ઞ, પૂર્વ કલ્પોને જાણનારા, ન્યાય તથા ધર્મ તત્ત્વજ્ઞ, િશક્ષા વ્યાકરણ, આર્યુવેદ, જ્યોતિષના પ્રખર વિદ્વાન, સંગીત વિશારદ, પ્રભાવશાળી વક્તા, મેધાવી નીતિજ્ઞ, કવિ મહા પંડિત, બૃહસ્પતિ જેવા મહાવિદ્વાનોની શંકાઓનું સમાધાન કરવાવાળા, ધર્મ અર્થે, કામમોક્ષના, યોગ્ય જ્ઞાતા, યોગ્ય બળથી સમસ્ત લોકોના સમાચાર જાણવાના સમર્થ, સાંખ્ય તથા યોગના સંપૂર્ણ રહસ્ય જાણવાવાળા દેવતાઓ તથા દૈત્યને વૈરાગ્યનો ઉપદેશ આપનારા. કર્તવ્ય તથા અકર્તવ્યનો ભેદ પારખનાર, સમસ્ત શાસ્ત્રોમાં પ્રવીણ, ગુણોના ભંડાર, સદાચારનો આધાર, આનંદનો સાગર, પરમ તેજસ્વી, બધી વિદ્યાઓમાં નિપુણ, બધાનું હિત ઇચ્છનારા, સર્વત્ર ગતિ કરનાર એવા ગુણો દેવર્ષિ નારદ ધરાવતા હતા.

18 મહાપુરાણોમાં બ્રહ્દનારદિય પુરાણ પ્રખ્યાત છે. નારદ મહાપુરાણમાં 25,000 શ્લોકો આવેલા છે. નારદપુરાણમાં લગભગ 750 શ્લોકો જ્યોતિષ્યશાસ્ત્ર પર છે. નારદસંહિતાના નામ પર તેમનો જ્યોતિષશાસ્ત્ર ગ્રંથ છે.નારદમુનિ બ્રહ્માજીના માનસપુત્ર તથા ભગવાન િવષ્ણુના પરમ ભક્ત હતા. જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિને નારદ જયંતી તરીકે મનાવવામાં આવે છે. પૌરાિણક માન્યતાઓ અનુસાર ઇન્દ્રલોકમાં ઉપબહર્ણ નામનો એક ગંધર્વ હતો. તે સ્ત્રી સંગી હતો સ્વર્ગમાં અપ્સરાઓ સાથે ક્રીડા કરતો હતો.

એક સમયે ગંધર્વ તથા અપ્સરાઓ બ્રહ્માજીની આરાધના કરી રહ્યા હતા તે સમયે ઉપબહર્ણ અપ્સરા સાથે ક્રીડા કરવા લાગ્યો. આવા વ્યવ્યહારથી બ્રહ્માજી કોિધત થઇને ઉપબહર્ણને નીચી યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપે છે. બ્રહ્માજીના શ્રાપને કારણે ઉપબહર્ણનો આગળનો જન્મ એક શુદ્ર દાસીને ત્યાં થયો. ત્યાં તેમનું નામ નંદ રાખવામાં આવ્યું હતું. નંદને બાળપણથી બ્રાહ્મણોની સેવામાં લગાડી દેવામાં આવ્યો હતો. સેવા થકી મનતનથી શુિદ્ધ તથા પ્રભુભક્તિમાં તલ્લીન થવા લાગ્યું. ભગવાન વિષ્ણુજીએ નંદને દર્શન આપ્યા. તથા બ્રહ્મપુત્ર થવાનું વરદાન આપ્યું. સૃષ્ટિના અંતના હજારો વર્ષ પછી બ્રહ્માજીના 10 માનસપુત્રો ઉદ્દભવ્યા. નારદજી પણ બ્રહ્માજીના માનસપુત્રમાંના એક હતા.

દેવર્ષિ નારદજીે પોતાના તપથી અહંકારી બની ગયા તે ભગવાન વિષ્ણુ પાસે જઇને અિભમાનથી વાર્તાલાપ કરવા લાગ્યા. ભગવાન હરિએ નારદજીનો ઘમંડ તોડવા માટે લીલાની રચના કરી હતી. એક સમયે નારદજી વિહાર કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સુંદર નગર દૃશ્યમાન થયું. જે નગરમાં રાજકુમારીનો સ્વયંવર થવાનો હતો. આ રાજકુમારીના રૂપથી નારદજી મોહિત થઇ ગયા. રાજકુમારીના સૌંદર્યથી નારદનો તપોભંગ થઇ ગયો. નારદજી સ્વયંવરની પહેલાં ભગવાન વિષ્ણુ પાસે જઇને પોતાને ભગવાન જેવા સ્વરૂપવાન સૌંદર્ય પ્રદાન કરવાની પ્રાર્થના કરે છે જેથી તે સ્વરૂપવાન રાજકુમારી નારદજીને પોતાના પતિ તરીકે પસંદ કરે. ભગવાન િવષ્ણુએ નાદરજીને આશીર્વાદ આપ્યા. વિષ્ણુ ભગવાન અને નારદમુિન સીધા સ્વયંવરમાં પહોંચી ગયા. રાજકુમારી જયારે સ્વયંવરમાં વાનરમુખવાળા નારદજીને જોઇને ગભરાઇ ગઇ. તે સમયે ભગવાન વિષ્ણુ પણ હાજર હતા.

રાજકુમારીજીએ વિષ્ણુને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા. નારદને વાનરમુખવાળા જોઇને સભામંડપમાં મજાક ઉડાવવામાં આવી રહી હતી. નારદજી પોતાનો ચહેરો દર્પણમાં જોઈ અત્યંત ક્ષોભમાં મુકાઇ ગયા તથા બહુ ક્રોધિત થઇને ભગવાન વિષ્ણુ પર ગુસ્સે થઈ ભગવાનને શ્રાપ આપ્યોે કે જે રીતે હું સ્ત્રી માટે વ્યાકુળ છું તેવી રીતે તમે મનુષ્યજન્મ ધારણ કરીને સ્ત્રીનો વિયોગ સહન કરવો પડશે ત્યારે વાનર જ તમને સહાય કરશે. આ રીતે ભગવાન વિષ્ણુએ પોતાની માયા સંકેલીને નારદજીનું અિભમાન નષ્ટ કર્યું.
– વ્યોમા સેલર

Most Popular

To Top