Charchapatra

આજનું ભારત

અભ્યાસ માત્ર વ્યકિતને પૂર્ણ બનાવતો નથી માત્ર સાચો અભ્યાસ જ સફળતા તરફ લઈ જાય છે. એવું મનાય છે કે શિક્ષણ મેળવવાથી મનુષ્ય ગુણગાન બને છે. જ્યારે ગરીબ અને અભાવવાળી માનસિકતા શોષણ ને જન્મ આપે છે ! આધુનિક યુગમાં પરિવાર અને લગ્ન જેવી સંસ્થાઓ ભારતમાં પણ બદલાઈ રહી છે અને ઔપચારિક લગ્નને બદલે લિવ-ઈન-સંબધને કોર્ટ પણ માન્યતા આપી છે. આધુનિક ભારતમાં એક તરફ શિક્ષિત મહિલાઓ આર્થિક રીતે મજબૂત થઈ છે. અને પોતાનો મનગમતો જીવનસાથી પસંદ પણ કરી રહી છે.

પરંતુ સબંધો બેધાર્યા પછી તેમને અનેક પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. 2023નું ભારત 1970ના દાયકાનું ભારત નથી હવે આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાને કારણે બંને મહાસત્તા વચ્ચે ત્રિશંકુ બનેલું હતું. આને ભારત બંને મહાસત્તા વચ્ચે ત્રિશંકુ બનેલું હતું. આજે ભારત સામે આવા કોઈ પડકાર નથી આજે ભારત સામે આવા કોઈ પડકાર નથી આજે આપણો દેશ જી-20ની અધ્યક્ષતાને દુનિયાના મંચ પર ભારતના વધતા દબદબાની અધ્યક્ષતાને વધુ ઝડપે વધી રહેલું અર્થતંત્ર છે અને ખાવાની ઉત્પાદન બાબતે દેશ આત્મનિર્ભર બની ગયો છે. 

જે દુનિયાનું વેક્સિન કેપિટલ કહેવાયું છે. માળખાગત સુવિધાઓનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. રાહુલગાંધી જે વિદેશી ધરતી પર જઈને ભારતીય લોકશાહી સામે જે સવાલ ઊભા કર્યા છે. એ એક સ્વસ્થ ભાવનાવાળું પગલું નથી ઊભા કર્યા છે. એ એક સ્વસ્થ ભાવનાવાળું પગલું નથી. એક પૃથ્વી, એક પરિવાર, એક થાય છે. એક સ્વસ્થ ભાવનાવાળું પગલું નથી એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય એક એવો દેશ જે વિશ્વગુરુ બનવાની અપેક્ષા રાખે છે. મેરા ભારત મહાન કી જય.
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બાજરી, જુવાર, રાગીનું  અંગ્રેજીકરણ એટલે millets
Millets ( મિલેટ્સ) એટલે ( આખું ધાન્ય) જાડું ધાન્ય એમાં સામાન્ય રીતે – જુવાર, બાજરી , રાગી , સામો, રાજગરો જેવાં ધાન્યોનો સમાવેશ થાય છે. આ ધાન્યોની ખેતી કરતી વખતે ખૂબ ઓછી માત્રામાં પાણીની જરૂરિયાત રહે છે. વળી તે ઝડપથી ઊગી જતાં હોવાથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ છે.આપણે તેને ઓછું મહત્ત્વ આપીને આહારમાંથી દૂર કરી રહ્યાં હતા.પરંતુ 2023 ના વર્ષને ‘ મિલેટ’ વર્ષ તરીકે ઉજવીને ફરી તે આહારમાં વપરાતું થાય તેવા પ્રયત્નો થયા.

મિલેટ્સ ગ્લુટોન ફ્રી છે. બધાં જ મિલેટ્સ પોષક તત્ત્વોથી ભરપૂર છે. હોટલોના મેનુ કાર્ડમાં ‘ મિલેટ્સ ‘ એ પોતાની જગ્યા લઈ લીધી છે. પીત્ઝા, પાસ્તા, બર્ગર, સેન્ડવીચ અને પફ ખાતી ( મેંદાને પ્રાધાન્ય) આપતી નવી પેઢીને આ ધાન્ય તરફ વાળવા તેને ‘ મિલેટ્સ ‘ એવું અંગ્રેજીકરણ સાથે નવાં રૂપરંગ સાથે પીરસવામાં આવે તો ખાતી થાય. આ સંદર્ભે એક લોકગીત યાદ આવે છે:’ઘમ રે ઘંટી ઘમઘમ થાય; ઝીણું દળું તો ઊડી ઊડી જાય , જાડું દળું તો કોઈ નવ ખાય.
સુરત     – વૈશાલી શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top