મુંબઈ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અદાણી ગ્રુપની 4 કંપનીઓ અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સ અને અદાણી વિલ્મરના શેર પર મોટો...
કોલ્હાપુર: મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુરમાં (Kolhapur) મુઘલ બાદશાહ ઔરંગઝેબના (Aurangzabe) વખાણ કરતું વોટ્સએપ સ્ટેટસ વાયરલ (WhatsappStatusViral) થયા બાદ હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો...
લંડન: અહીંના ઓવલ ગ્રાઉન્ડ પર આવતીકાલે બુધવારથી શરૂ થઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં કૌશલ્ય અને જુસ્સાથી ભરપુર ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન...
કાનપુર: કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંના ભોગનીપુર કોતવાલી વિસ્તારના એક ગામમાં ગઈ તા. 15મી મે 2023ના રોજ...
અલોહાનેટ. આ નામની કંપની 1994માં બની છે. અલોહાનેટનું નામ કાને પડે કે આંખ સામે આવે તો આપણને સામાન્ય રીતે એ નામની ટેકનોલોજી...
હવે તો આ કાઢ..ક્યાં સુધી આ બધું સંઘરી રાખીશ?’ નાનપણથી મમ્મી-પપ્પાથી લઈને મોટા થઈએ સંસાર માંડીએ ત્યાં સુધી પત્ની (કે પછી પતિ!)...
છેલ્લા દોઢ દાયકામાં ભારતીય રેલવેમાં 10 રેલવે મંત્રી બદલાઈ ચૂક્યા છે પરંતુ અકસ્માતોનું ચિત્ર બદલાયું નથી. અકસ્માતોને લઈને ઝીરો ટોલરન્સ દાવાઓ વારંવાર...
વડોદરા : ધોરણ 10ના બોર્ડના પરિણામો આવી ગયા બાદ શાળાઓને પહોંચાડવામાં આવેલી વિદ્યાર્થીઓની માર્કશીટમાં અનેક શાળામાં વિદ્યાર્થીઓની માર્કશીટ મળી જ નથી.આ અંગે...
વડોદરા: વડોદરા ની ઓળખ સમાન સર સયાજીરાવ ની કાળા ઘોડા પર સવારી ની પ્રતિમા દેશ વિદેશ મા વિખ્યાત છે. શહેર ના કમાટીબાગ...
વડોદરા: ખોડિયાનગર વિસ્તારમાં આવેલા અર્થ આઇકોનમાં રહેતા કિરન મનોજર સેજવાણીએ મકાન માટે બેન્કમાંથી 16.50 લાખની હોમ લોન લીધી હતી .પરંતુ લોકડાઉન દરમિયાન...
સુરત : સુરતમાં સોનાના દાગીના લઈ રસ્તા પર ચાલતા બે યુવકોને ખટોદરા પોલીસે અટકાવ્યા હતા અને તેઓની વર્તણૂંક શંકાસ્પદ જણાતા તેઓની પૂછપરછ...
વડોદરા: રખડતા પશુઓને પાંજરે પુરવા માટે જતી ઢોર પાર્ટીના કેટલાક લોકો પશુઓ સાથે પશુથી પણ બદતર વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો...
વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં અત્યાર સુધીની સિદ્ધિઓ વાગોળવા માટે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું...
નડિયાદ: કપડવંજ તાલુકાના વડાલી ગામના એક યુવકે બે લાખ રૂપિયા આપીને અમદાવાદની યુવતિ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, યુવતિ લગ્નના પાંચમા દિવસે...
સુરત: ગોવા (Goa) નજીક અરબી સમુદ્રમાં (ArebianSea) ડિપ્રેશન (Depression) સર્જાતા ગુજરાતના (Gujarat) દરિયા કાંઠે (Sea) વાવાઝોડું (Cyclone) ત્રાટકે તેવી દહેશત ઉભી થઈ...
ઉમરેઠ : ઉમરેઠમાં શનિવારની રાત્રે સગીરાની છેડતી કરનાર વિધર્મીને ઠપકો આપ્યા બાદ સ્થિતિ વણસી હતી. તેમાં પણ ખુલ્લા હથિયારો સાથે વિધર્મીના ટોળાએ...
તારાપુર : તારાપુર તાલુકાના ચાંગડા ગામમાં સોમવારની મોડી રાત્રે નેવાના પાણી પડવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી લીધું...
સુરત: સુરત માટે ભવિષ્યમાં જીવાદોરી બનનારી મેટ્રો રેલનું (SuratMetroRail) કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી ડિસે.-2024 સુધીમાં મેટ્રોનો પ્રથમ ફેઝ શરૂ...
નડિયાદ: માતર તાલુકાના નધાનપુર ગામમાં પરમાર અને ડાભી જુથ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારમાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં બંને...
મુંબઇના વિવિધ ભારતીના કાર્યક્રમો, સુરતના એફ. એમ. સ્ટેશનેથી પ્રસારિત કરવામાં આવે છે. સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં બે કાર્યક્રમો જેવા કે...
છેલ્લાં 70 વર્ષની વાત કરીએ (આગળના જવા દો) દૈનિક પત્રમાં ખેડૂતો ‘‘પ્રથમ વધારો આ મહિનાથી’’ એવા સમાચાર ક્યારેય વાંચ્યા નથી. પણ ‘‘સરકારી...
કુદરતે કેરી નામનું ફળ બનાવીને માનવજાત ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણકે ગરમીની ઋતુમાં કેરીનો રસ (આમરસ) પીવાથી મનને ટાઢક થાય...
એક સ્પીકર સરસ વાત કરી રહ્યા હતા ‘સફળતા વિષે.’ જીવનમાં સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ તેની ઘણી બધી વાતો કર્યા...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનોને અથડાતા 275થી વધુ લોકો માર્યા ગયા સાથે 900 થી વધુ ઘાયલ થયા હતા, ભારતની આ સૌથી ભયાનક...
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના હંસાપુરા ગામની આ વાત છે. રમણ વસાવાનો મજૂર બાપ સના ઉકડ ગરીબી અને માંદગીમાં મરણ પામ્યો. ૯ વર્ષના...
અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન હાલમાં ભારતની બે દિવસની મુલાકાતે આવી ગયા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે તેમણે મંત્રણા કરી અને અનેક...
આપણે જ્યારે ભારતના બંધારણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે કાયદાની નજરે દેશનાં તમામ નાગરિકો સમાન છે, પરંતુ રેસલિંગ...
અમદાવાદ: રાજ્યની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી)એ સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રી રાજકુમાર...
ગાંધીનગર: પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીકના કોકાશી ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે બોલ આપવા જેવી નજીકની બાબતે બોલાચાલી થતાં એક દલિત યુવક ઉપર...
વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સુરતની ઓરો યુનિવર્સિટી દ્વારા C20 અંતર્ગત એજ્યુકેશન ફોર લાઈફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મુંબઈ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અદાણી ગ્રુપની 4 કંપનીઓ અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સ અને અદાણી વિલ્મરના શેર પર મોટો નિર્ણય લીધો છે. હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથની કંપનીઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેથી જ 31 જાન્યુઆરીએ અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશન માટે સર્કિટ મર્યાદા ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી. બાદમાં તેમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો.
જાન્યુઆરીના અંત સુધી અદાણી ગ્રુપનો કોઈ સ્ટોક 20 ટકાની લિમિટમાં નહોતો. સ્થિતિ એવી હતી કે ઘણા દિવસોથી અદાણી ગ્રુપનો સ્ટોક લોઅર સર્કિટમાં હતો. બીજી તરફ રિકવરી બાદ ઘણા દિવસો સુધી સ્ટોકમાં અપર સર્કિટ જોવા મળી હતી. સર્કિટની મર્યાદા ઘટાડવાને કારણે આવું થયું. નીચી લિમિટની મદદથી શેરમાં વોલેટિલિટીને નિયંત્રિત કરવામાં મદદ મળી.
હવે BSE એ અદાણી પાવર માટે સર્કિટ ફિલ્ટર 5 ટકાથી વધારીને 20 ટકા કર્યું છે. અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી માટે સર્કિટ 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે. નવી સર્કિટ લિમિટ આજથી એટલે કે 7 જૂનથી લાગુ થયા બાદ શેર્સમાં હવે મોટા પ્રમાણમાં કારોબાર થઈ શકશે. અદાણી ગ્રુપની ઉપરાંત બીએસઈ દ્વારા કામધેનુ અને આરવીએનએલ માટે પણ સર્કિટ ફિલ્ટર વધારવામાં આવ્યું છે.
BSE પર શેર્સની A, B, T, S અને Z કેટેગરી હોય છે. સામાન્ય રીતે રોકાણકારોને દરેક શેર્સ વિશે પૂરી જાણકારી નથી હોતી. એક્સચેન્જે શેર્સને તેમની ખુબીઓ અને ઉણપોના આધારે કેટલીક શ્રેણીઓમાં વહેંચ્યા છે. જેમાં માર્કેટ કેપ, ટ્રેડિંગ વોલ્યુમ, પરિણામો, નફો, ડિવિડન્ડ, પ્રમોટર્સની ભાગીદારી જેવા આધાર હોય છે. જેમાં A કેટેગરીના શેર્સને રોકાણકારો સૌથી વધુ ભરોસાપાત્ર ગણે છે. જેની પસંદગી મુખ્ય રુપે માર્કેટ કેપના આધારે થાય છે.
શેરબજારમાં સર્કિટનો શું અર્થ થાય?
બોમ્બે સ્ટોક એક્સચેન્જના નિયમો અનુસાર શેરબજારમાં શેર્સમાં ભારે ઉતાર ચઢાવને કંટ્રોલ કરવા માટે શેર્સની લિમિટ નક્કી કરવામાં આવે છે. તે લિમિટને શેર્સ ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં ક્રોસ કરી શકતા નથી. જેમ કે અદાણી પાવરની વાત કરીએ તો તેના માટે હવે સર્કિટ લિમિટ 20 ટકા છે. તેનો અર્થ એથયો કે અદાણી પાવરનો શેર્સ હવે એક દિવસમાં 20 ટકાથી વધુ તુટી શકે નહીં અને 20 ટકાથી વધારે ચઢી પણ શકે નહીં.