Vadodara

નાયબ મામલતદાર રૂ.15 હજાર લાંચની રકમ સ્વીકારતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો

વડોદરા: ખોડિયાનગર વિસ્તારમાં આવેલા અર્થ આઇકોનમાં રહેતા કિરન મનોજર સેજવાણીએ મકાન માટે બેન્કમાંથી 16.50 લાખની હોમ લોન લીધી હતી .પરંતુ લોકડાઉન દરમિયાન તેઓ હપ્તા ભરી શક્યા ન હતા જેથી વ્યાજ સાથે 22 લાખ જેટલી રકમ પહોંચી જતા બેન્ક કલેક્ટરમાં કેસ કર્યો હતો. જેથી કલક્ટર દ્વારા મકાનને સીલ કરવા માટે વાઘોડિયા રોડ પર આવેલા મામલતદાર કચેરી પૂર્વના નાયબ મામલતદાર કેતનકુમાર હસમુખલાલ શાહને હુકમ કર્યો હતો. જેથી નાયબ મામલતદારે ફરિયાદીને મકાનનો કબજે બેન્કમાં સોંપવામાં આવશે તેવી નોટિસ કાઢી હતી.

દરમિયાન ફરિયાદ નાયબ મામલતદારને મળવા માટે ગયા હતા અને નોટિસમાં જણાવ્યા મુજબની તારખખી બે મહિનાની મુદત વધારી આપવાની માટે અરજી આપવા માટે ગયા અને તેના ઘણી આજીજી કરી હતી. પરંતુ નાયબ મામલતદારને માન્યા ન હતા કલેક્ટરમાંથી હુકમ છે તેેવું જણાવ્યું હતું.ત્યારબાદ મુદ્દત વધારવા માટે કેતન શાહે મુદ્દત વધારવા માટે 25 હજારની લાંચ માગી હતી પરંતુ તેમની પાસે એટલા રૂપિયા ન હોવાથી અંતે 15 હજારની રકમ નક્કી કરાઇ હતી.

પરંતુ તેઓ લાંચ આપવા માગતા ન હોય ભરૂચ એસીબીની સંપર્ક કર્યો હતો. જેથી એસીબીના પીઆઇ એસ વી વસાવા સહિતની ટીમે નાયબ મામલતદાર માટે ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન ફરિયાદી લાંચની રકમ લઇ આવ્યા હતા, કચેરીમાં 15 હજાર લાંચની રકમ સ્વીકારતી વેળા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વાઘોડિયા રોડની માલતદારની કચેરીમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે ફેલાતા અન્ય સરકારી કર્મચારીઓના ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top