Vadodara

શહેરનો લીલો ઘોડો કાળો ક્યારે થશે.??

વડોદરા: વડોદરા ની ઓળખ સમાન સર સયાજીરાવ ની કાળા ઘોડા પર સવારી ની પ્રતિમા દેશ વિદેશ મા વિખ્યાત છે. શહેર ના કમાટીબાગ સામે આવેલ આ વિખ્યાત પ્રતિમા ને ઝાંખાપ લાગ્યા ને મહિનાઓ વીતી ગયા પરંતુ આખો મામલો ઠેર નો ઠેર છે. ઘોડા ની પ્રતિમા સંપૂર્ણ કાળી હતી પરંતુ કેટલાય સમય થી ઘોડા નું સ્વરૂપ લીલું થઈ ગયું છે. જે તે વખતે પાલિકા ના સત્તાધીશો એ ઘોડા ના લીલા રંગ ને તાત્કાલિક કાળો કરી દિવસે તેવું વચન આપ્યું હતું પરંતુ પાલિકા નું અભી બોલ્યા અભી ફક જેવું છે. મહિના ઓ વીતી ગયા બાદ સર સયાજીરાવ ગાયકવાડ હજુ લીલા ઘોડા પર સવાર છે. વડોદરા શહેર ની સુંદરતા સમાન આ પ્રતિમા ની અવદશા જોઈ ને વડોદરાવાસી ઓ પાલિકા અને શહેર ની નેતાગીરી પર ફિટકાર વરસાવી રહીયા છે.

વડોદરા શહેરને શિક્ષણ, ડ્રેનેજ અને પાણીની સિસ્ટમ, હેરિટેજ ઇમારતોની દેન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આપી છે, ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડની ભેટને પણ વડોદરા કોર્પોરેશનનું નઘરોળ તંત્ર નથી સાચવી શક્યુ. કાલાઘોડા પર સવાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનો કલર કાળાથી લીલો થઈ ગયો છે, છેલ્લા દોઢ વર્ષથી પ્રતિમાની દુર્દશા છે, છતાં કોર્પોરેશન તંત્રની આંખો નથી ખુલી રહી. ત્યારે વડોદરાવાસીઓ કોર્પોરેશન તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, તેમજ સયાજીરાવ ગાયકવાડનું અપમાન થઈ રહ્યું હોવાની વાત કરે છે. પાલિકાના વિપક્ષ નેતાએ પણ કોર્પોરેશન તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તો મહારાજા સમરજીતસિંહ ગાયકવાડએ પણ કાલાઘોડા પર સવાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની યોગ્ય જાળવણી ન થઈ રહી હોવાની વાત કરી.

વડોદરાના નવનિયુક્ત મેયર, સાંસદ, ભાજપ શહેર પ્રમુખ અને અધિકારીઓ, કોર્પોરેટરો સૌ કોઈએ સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને કેટલાય નેતાઓ એ પુષ્પાંજલી અર્પણ કરી છતાં તેમને પ્રતિમાની દુર્દશા જોઇને દુઃખ ન થયું જે શરમજનક બાબત છે. મહત્વની વાત છે કે કેન્દ્ર સરકારની એજન્સી મારફતે 29 લાખના ખર્ચે સયાજીરાવ ગાયકવાડ સહિત ત્રણ પ્રતિમાઓને ફરી રિસ્ટોરેશન કરવાની કામગીરી કરાવવામાં આવશે તેવી વાત મેયર અને સાંસદ કરી હતી.

Most Popular

To Top