Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : બે દિવસ પહેલા શહેરમાં બે કલાક સુધી પડેલા સાંબેલાધાર વરસાદને પગલે શહેરનાં મોટાભાગ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ  હતી. જેને પગલે  વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હોય તેવા દશ્યો સામે આવ્યા હતા. ઠેર ઠેર પાણીનો ભરાવો થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. બે દિવસ બાદ પણ શહેરના કેટલાય વિસ્તારોમાં  પાણી ઓસર્યા નથી. વરસાદને પગલે વડોદરા શહેરની સ્થિતિ જોતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને નાગરિકો  આક્રોશ ઠાલવી રહ્યા છે.

શહેરના મોટાભાગના વિસ્તારો ઘૂટણ સમા પાણીમાં ગરકાવ થતા લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા . પરિણામે ઘરમાં ઘરવખરીને તથા દુકાનોમાં ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું . ઘણા વિસ્તારોમાં ગણેશ પંડાલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા . શહેર જિલ્લામાં દિવસ દરમિયાન સલ ડધારણ વરસાદ નોંધાયો હતો. કરજણમાં 8 એમ.એમ ડભોઈમાં 4 એમ.એમ , ડેસરમાં 8 એમ.એમ , વડોદરામાં 12 એમ.એમ ,પાદરામાં 2 એમ. એમ., વાઘોડિયામાં 06 એમ.એમ , સાવલીમાં 7 એમ. એમ, શિનોરમાં 8 એમ.એમ વરસાદ નોંધાયો હતો.

પ્રિમોન્સુન કામગીરી પાછળ પાલિકા દર વર્ષે  બજેટમાં જોગવાઈ કરી લાખો રૂપિયાનો ખર્ચ કરે છે . પરંતુ કોઈ નક્કર કામગીરી કરતી નથી જેને પગલે પાણીનો ભરાવો અટકાવી શકાય. માત્ર કામચલાઉ કામગીરી કરીને  સંતોષ  માનવામાં આવેછે જેને પગલે નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.જે સ્થળોએ પાણીનો ભરાવો થાય છે તે સ્થળોએ આ વર્ષે પણ પાણીનો ભરાવો થયો છે . તંત્ર માત્ર માટી અને કીચડ સાફ કરી સંતોષ માને છે પરંતુ પાણીનો ભરાવો રોકવા માટે કોઈ ચોક્કસ આયોજન કરતું નથી જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પાણીમાં ગરકાવ થાય છે . શહેરના ખોડિયાર નગર પાસે આવેલ શાનેન સ્કૂલ, બિલીપત્ર, ન્યાય કરણ અપાર્ટમેન્ટ,સરદાર એસ્ટેટ પાછળ રામદેવ નગર ચોકડી પાસે  હજી સુધી પાસની ઓસર્યા નથી.જો દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ રહેતી હોય તો પ્રિમોન્સુન કામગીરી નો કોઈ જ અર્થ રહેતો નથી.

શુક્રવારે રાત્રે ધોધમાર પડેલા વરસાદના પાણી હજુ ઊતર્યા નહીં

શહેરના સંગમ ચાર રસ્તાથી ખોડીયાર નગર અને બીલીપત્ર વિસનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકો અને નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ખોડીયારનગર પાસે આવેલ શાનેન સ્કૂલ, બીલીપત્ર, ન્યાયકરણ એપારમેન્ટ સહિત વિસ્તારમાં વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. જોકે 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પાણી ઓસરિયા નહિ. પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ફેલ થઈ ગઈ હતી. જોકે સ્થાનિકોને વરસાદી પાણીમાં પસાર થતા ખૂબ પરેશાની થઈ રહી હતી.

To Top