Entertainment

સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટે આપી મોટી રાહત, CBI નહીં કરી શકે બે અઠવાડિયા સુધી ધરપકડ

મુંબઈઃ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના (NCB) ઈસ્ટ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede) બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay High Court) મોટી રાહત મળી છે. હાઈ કોર્ટે કહ્યું કે સમીર વાનખેડેની CBI બે અઠવાડિયા સુધી ધરપકડ કરી શકશે નહીં. હાઈ કોર્ટ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી 23 જુના રોજ હાથ ધરાશે.

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ કેસ (Cordelia Cruz drug case) મામલે NCB પૂર્વ ઝોનના સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમીર વાનખેડે પર આરોપ હતો કે તેઓએ આર્યન ખાનને ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આ આરોપ સામે પોતાને નિર્દોષ સાબીત કરવા માટે સમીર વાનખેડેએ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. જો કે ડ્રગ કેસ બાબતે 11મે ના રોજ CBI દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. દાખલ કરેલ અરજીની કાર્યવાહી દરમિયાન કોર્ટે બે અઠવાડિયા સુધી CBIને ધરપકડ કરવાની ના પાડવામાં આવી હતી.

સમીર વાનખેડેએ પોલીસ કમિશનર પાસે સુરક્ષાની માંગ કરી
સમીર વાનખેડેએ અગાઉ મુંબઈ પોલીસ કમિશનર પાસે સુરક્ષાની માંગ કરી હતી. સમીર વાનખેડે મુંબઈ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગે સુરક્ષા માટે માંગ કરી હતી. જો કે સમીર વાનખેડેને અને તેના પરિવારને ટ્વિટરના માધ્યામથી ઘણા સમયથી ધમકીઓ પણ મળતી રહી હતી.

દાઉદ ઈબ્રાહીમના નામ પર મળી ધમકી
આ કેસમાં અડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનું નામ પણ સામે આવ્યું હતું. સમીર વાનખેડેએ પોલીસ ફરિયાદ કરી હતી કે તેને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નામ પર ધમકીઓ મળી રહી છે. સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે ટ્વિટરના માધ્યમથી છેલ્લા ધણા સમયથી બે અલગ અલગ ટ્વિટર આઉન્ટ પરથી મળેલી ધમકીમાં ડોન દાઉદ ઈબ્રાહીમનું નામ લેવામાં આવી રહ્યું છે. તેને એમ પણ જણાવ્યું હતું કે તે ટ્વિટર અકાઉન્ટ આંતરરાષ્ટ્રીય અકાઉન્ટ છે. આ મામલે પોલીસ તાપસ કરી રહી છે.

Most Popular

To Top