SURAT

સુરતના સચીનમાં ગાંજો વેચનાર પરિવારે પાડોશીની 7 વર્ષની બાળકીને ગરમ તવાથી ડામ આપ્યા

સુરત: (Surat) સચીન સ્લમ વિસ્તારમાં બદમાશોએ જાણે કે તમામ હદ વટાવી દીધી છે. ગાંજો વેચનાર પરિવારે એક 7 વર્ષની બાળકી પર પહેલા ગાંજાની (Hashish) ચોરીનો (Theft) અને પછી ફોન ચોરીનો આરોપ મૂકીને બાળકીને ઘરમાં લઈ જઈને ગરમ તવાથી ડામ આપ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે, પીડિત બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

  • સચીનમાં ગાંજો વેચનાર પરિવારે પાડોશીની 7 વર્ષની બાળકીને ગરમ તવાથી ડામ આપ્યા
  • પહેલાં સાત વર્ષની બાળકી ગાંજા ચોરીનો અને પછી ફોન ચોરીનો આક્ષેપ કરી આ ક્રુર ઘટનાને અંજામ આપ્યો હતો

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સચીન સ્લમ બોર્ડમાં રહેતી અમિતા( નામ બદલ્યું છે) ચાર સંતાનો સાથે રહે છે અને સચીનમાં આવેલી કંપનીમાં ધાગા કટીંગનું કામ કરે છે. તેના ઘર પાસે સાહિલ શાંતારામ પાટીલ, સાહિલની પત્ની ખુશી અને માતા રીના રહે છે. આ તમામે અમિતાની ત્રીજા નંબરની 7 વર્ષિય દિકરી રોહિની( નામ બદલ્યું છે)ને ઘરમાં લઈ જઈને તેણીના કુલાના ભાગે ગરમ તવાથી ડામ આપ્યા હતા. અમિતા ગતરોજ રોહિનીને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા રોહિનીને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી છે. અમિતાએ જણાવ્યું હતું કે સાહિલ ગાંજો વેચે છે. તેઓ અવાર-નવાર રોહિનીને બોલાવતા હોય છે.

બે દિવસ પહેલા સાહિલ, ખુશી અને રીનાએ મારી દીકરીને ઘરમાં બોલાવીને તેના કુલાના ભાગે ગરમ તવાથી ડામ આપ્યા હતા. રોહિની રડતા-રડતા ઘરે આવી હતી. સાહિલના પરિવારે પહેલા રોહિની ગાંજો લઈ ગઈ એવું કહ્યું અને બાદમાં બાળકી પર મોબાઈલ ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ તમામે અમિતાના ઘરમાંથી ઘુસીને સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. આરોપીઓ ગાંજો વેચતા હોવા અંગે પોલીસે ઇનકાર કર્યો હતો. આરોપીઓ ગાંજો વેચે છે એવા માત્ર અમિતાના આક્ષેપ છે. પરંતુ બાળકીને ડામ દેવાની ભયાનક ઘટના બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે ફરિયાદ જ ન લીધી પણ સિવિલ આવ્યા બાદ લીધી
અમિતાએ જણાવ્યું હતું કે 5 મી તારીખે આરોપીએએ ડામ આપ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી. બે દિવસ પછી રોહિનીને કૂલાના ભાગે વધારે દુ:ખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ આવી હતી. ત્યાર બાદ પોલીસે ફરિયાદ લીધી હતી.

Most Popular

To Top