Sports

WTC ફાઇનલમાં રોહિત શર્માની કેપ્ટનશીપ પર આ અભિનેતાએ નારાજગી વ્યક્ત કરી

લંડન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)ની ફાઇનલ મેચ 11 જૂન દરમિયાન લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. WTCની આ ફાઇનલ મેચને લઈ બોલીવુડ એક્ટર અનિલ કપૂરના (Anil Kapoor) પુત્ર હર્ષ વર્ધન કપૂરે (Harsh Vardhan Kapoor) ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પર નારાજગી વ્યક્ત કરી હતી. હર્ષ વર્ધન કપૂરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ટીમ માટે આ ભયજનક વાત કહેવાય કે વિરાટ કોહલી (Virat Kohli) હવે ટેસ્ટ કેપ્ટન નથી. હર્ષ વર્ધન કપૂર વિરાટ કોહલીના સમર્થનમાં જોવા મળ્યા હતા.

ટીમમાં કોઈ ખેલાડિમાં એનર્જી કે જીતવાની ભૂખ નથી
હર્ષ વર્ધન કપૂરે પોતાના ટ્વિટમાં વધારે કહ્યું હતું કે વિરાટ કોહલી કેપ્ટન નથી એટલે ટીમમાં કોઈપણ ખેલાડીમાં એનર્જી કે જીતવાની ભૂખ નથી. હર્ષ વર્ધન કપૂર રોહિત શર્મા પર ખાસ નજર રાખી રહ્યા છે. તેમણે ટ્વિટમાં વધારે કહ્યું હતું કે ખેલાડીઓ માત્ર રોહિત શર્માની કેપ્ટનશિપમાંથી પસાર થઈ રહ્યા છે. ટીમના ખેલાડીઓમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો નથી. હર્ષ કપૂરે બુમરાહની થયેલી ઈજા વિશે જણાવતા કહ્યું કે બુમરાહને ઈજા થવાથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

ટીમ ઈન્ડિયાએ ટોચ જીતી બોલીંગ પસંદ કરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને બોલીંગ કરવાનું નક્કી કર્યુ હતું. ફાઇનલ શરૂ થવાની સાથે જ ઓસ્ટ્રેલીયન ટીમ પુર જોશમાં જોવા મળી હતી. પહેલીમાં પારી ઓસ્ટ્રેલિયાએ પોતાની શાનદાર બેટીંગ કરીને 3 વિકેટના નુકસાન પર 327 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં ભારતના નંબર વન બોલર આર અશ્વિનને બોલીંગ કરવાનો મોકો મળ્યો ન હતો. જ્યારે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજા એક માત્ર સ્પિનર છે. આ પારીમાં ઓસ્ટ્રેલીયન ખેલાડી સ્ટિવ સ્મિથે 95 રનની બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 146 રની શાનદાર પારી રમી હતી.

Most Popular

To Top