Sports

શું વિરાટ કોહલી 2028 માં નિવૃત્ત થશે? જ્યોતિષનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: હાલમાં જ વિરાટ કોહલી (Virat Kohli) બીજી વાર પિતા બન્યો છે. તેમજ તેના ચાહકોએ વિરાટના દિકારા જન્મ માટે વિરાટને શુભેચ્છાઓ (Greetings) પાઠવી છે. ભારતીય ક્રિકેટર (Cricketer) વિરાટ અને તેની પત્ની બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અનુષ્કા શર્માએ મંગળવારે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર શેર કર્યા હતા. તેમજ પુષ્ટિ કરી હતી કે તેઓએ એક દિકરાનુંનું સ્વાગત કર્યું છે.

તેમજ વિરાટ અને અનુષ્કાએ દિકરાનું નામ ‘અકાય’ રાખ્યું છે. આ સમાચારથી ક્રિકેટના ચાહકોને એ સમજવામાં પણ મદદ મળી કે શા માટે ભૂતપૂર્વ કેપ્ટન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ ન હતા. દરમિયાન કોહલીના રિટાયરમેન્ટને લઇને એક પોસ્ટ હાલ વારલ થઇ રહી છે.

શ્રેણીની શરૂઆત પહેલા કોહલીએ બીસીસીઆઈને જાણ કરી હતી કે તે અંગત સમસ્યાઓના કારણે પ્રથમ બે ટેસ્ટ રમી શકશે નહીં. બાદમાં જ્યારે છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે એ વાતની પુષ્ટિ થઈ કે તે બાકીની સિરીઝ માટે પણ પરત ફરશે નહીં. દરમિયાન ક્રિકેટ ચાહકો તેની ગેરહાજરીના કારણ વિશે અનુમાન લગાવી રહ્યા હતા. આ સમયે BCCIએ કોહલીની ગોપનીયતાનું સન્માન કર્યું અને વિરાટની પર્સનલ લાઇફ ગોપનીય રહે તે માટે ચાહકો અને મીડિયાને પણ વિનંતી કરી હતી.

દરમિયાન મંગળવારે કોહલીએ આખરે પોતાનું મૌન તોડ્યું અને 15 ફેબ્રુઆરીએ જન્મેલા તેના બીજા બાળકના આગમનની જાહેરાત કરી હતી.

દરમિયાન સેલેબ કપલના ચાહકોએ કોહલી અને શર્મા પરિવારના નવા સભ્યના આગમનની ખૂબ પ્રશંસા કરી હતી. તેમજ ફેન્સ સોશિયલ મીડિયા ઉપર ઉત્સાહિત દેખાયા હતા. તેમજ કપલના દિકરા માટે શુભેચ્છાઓ વરસાવી હતી. તેમજ ક્રિકેટ રસીયાઓ આકર્ષણ મેળવવા માટે મીમ્સ અને ફોટા શેર કરી રહ્યા છે. આ બધા હંગામા વચ્ચે 2016 થી એક જ્યોતિષની પોસ્ટ નેટીઝન્સ વચ્ચે ચર્ચાનો એક વિશાળ મુદ્દો બની છે.

એક જ્યોતિષી જેણે ફેસબુક પર લગભગ આઠ વર્ષ પહેલાં કોહલીના વ્યક્તિગત અને વ્યાવસાયિક ભવિષ્યની ભવિષ્યવાણી કરી હતી તે ફરી જનતાના ધ્યાન પર આવી છે. ‘સ્ટાર્સ એન્ડ એસ્ટ્રોલૉજી’ તરીકે ઓળખાયેલ FB પેજમાં 8 પોઈન્ટર્સ છે. જે સેલિબ્રિટીનું કદ પ્રાપ્ત કર્યા પછી કોહલીના ભવિષ્યમાં વિકાસની આગાહી કરે છે. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધીની મોટાભાગની આગાહીઓ સચોટ રહી છે. પછી તે 2017ના અંતમાં અનુષ્કા સાથેના તેના લગ્ન હોય કે 2021માં તેની કારકિર્દીમાં પતન હોય.

Most Popular

To Top