National

મણિપુરમાં હિંસા ભડકાવનાર મેઇતેઈ સમુદાયને લગતો આદેશ હાઈકોર્ટે સુધાર્યો

નવી દિલ્હી: મણિપુર હાઇકોર્ટે (Manipur High Court) મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવાના તેના 2023ના આદેશમાં સુધારો કર્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્યમાં વંશીય અશાંતિ (Disturbance) વધી શકે છે. તેમજ આ આદેશના કારણે રાજ્યમાં ફાટી નીકળેલી જાતિય હિંસામાં (Racial Violence) અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત (Death) થયા છે.

આ રીતે હાઈકોર્ટે 27 માર્ચ 2023ના રોજ તેના નિર્ણયનો એક ફકરો કાઢી નાખ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ મણિપુરમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી. કોર્ટના આ નિર્ણયનો કુકી સમુદાયે વિરોધ કર્યો હતો.

હાઈકોર્ટમાં જસ્ટિસ ગોલમેઈની બેંચે કહ્યું કે તે નિર્ણય મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મિલિંદ અને અન્યના કેસમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મિલિંદ અને અન્યોના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતો અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કે ફેરફાર કરી શકે નહીં. આ કારણોસર કોર્ટ તેના જૂના નિર્ણયમાં સુધારો કરી રહી છે. તેમજ ખંડપીઠે કહ્યું કે ગયા વર્ષના ફકરા 17(3) હેઠળ આપવામાં આવેલી સૂચનાઓ ડિલીટ કરવી જોઈએ, તેથી તેને ડિલીટ કરવામાં આવી રહી છે.

27 માર્ચ 2023નો આદેશ શું હતો?
મણિપુર હાઈકોર્ટે ગયા વર્ષે 27 માર્ચે રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી જ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી. આ પછી કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટે તેના આદેશના ફકરા 17(3)માં સુધારો કરવો જોઈએ. આ સમીક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે.

મણિપુર 10 મહિનાથી સળગી રહ્યું છે
3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ)એ ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી હતી. આ રેલી ચુરાચંદપુરના તોરબાંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. જણઅવી દઇયે કે મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

મેઈતેઇસ આદિવાસી દરજ્જાની માંગ કેમ કરી રહ્યા છે?
મણિપુરમાં મીતેઈ સમુદાયની વસ્તી 53 ટકાથી વધુ છે. આ બિન-આદિવાસી સમુદાયો છે. મોટાભાગે હિન્દુઓ છે. તેમજ કુકી અને નાગાની વસ્તી લગભગ 40 ટકા છે.

રાજ્યમાં આટલી મોટી વસ્તી હોવા છતાં, Meitei સમુદાયો માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. મણિપુરનો 90 ટકાથી વધુ વિસ્તાર પર્વતીય છે. માત્ર 10 ટકા ખીણ છે. નાગા અને કુકી સમુદાયો પહાડી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. જ્યારે મેઇતેઈ ખીણમાં પ્રભુત્વ ધરાવે છે. મણિપુરમાં કાયદો છે.

કાયદા અંતર્ગત ખીણમાં સ્થાયી થયેલા મેઇતેઇ સમુદાયના લોકો ન તો પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે અને ન તો જમીન ખરીદી શકે છે. પરંતુ પહાડી વિસ્તારોમાં રહેતા કુકી અને નાગા આદિવાસી સમુદાયો ખીણમાં સ્થાયી થઈ શકે છે અને જમીન ખરીદી શકે છે.

સમગ્ર મુદ્દો એ છે કે 53 ટકાથી વધુ વસ્તી માત્ર 10 ટકા વિસ્તારમાં રહી શકે છે. પરંતુ 40 ટકા વસ્તી 90 ટકાથી વધુ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવે છે.

Most Popular

To Top