National

ઔરંગઝેબના નામ પર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તોફાનો ફાટી નીકળ્યા

કોલ્હાપુર: મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુરમાં (Kolhapur) મુઘલ બાદશાહ ઔરંગઝેબના (Aurangzabe) વખાણ કરતું વોટ્સએપ સ્ટેટસ વાયરલ (WhatsappStatusViral) થયા બાદ હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. આજે બુધવારે સવારે 10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકરો એકઠા થયા હતા. તેમની માંગ છે કે આવું કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

હિન્દુ સંગઠનોએ આજે ​​કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું. હિંદુ કાર્યકરો એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આમાંના કેટલાક કાર્યકરોએ પથ્થરમારો પણ કર્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરી હતી, ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બદમાશો પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડીને દેખાવકારોને દૂર કર્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે પોલીસની ટીમો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ડીજીપી પોતે આ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યા છે.

ત્રણ યુવકોએ ઔરંગઝેબના વખાણ કરતા અને બે સમુદાયો વચ્ચે વિવાદ ઊભો કરતા વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કર્યું હતું, જે વાયરલ થયું હતું. તેના વિરોધમાં હિન્દુ સંગઠનોએ કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું. આ કોલ પર હજારો હિંદુ કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં એકઠા થયા હતા. દરમિયાન, કેટલાક કાર્યકરોએ પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડનો આશરો લીધો, ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો.

આ વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનારા ત્રણ સગીર યુવકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, પરંતુ હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ કાર્યવાહીની માંગને લઈને સંપૂર્ણ હોબાળો મચી ગયો છે.

સીએમ શિંદેએ શાંતિ જાળવવાની અપીલ કરી
આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં શાંતિ જાળવવાની જવાબદારી સરકારની છે. ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અધિકારીઓના સંપર્કમાં છે. હું અધિકારીઓના સંપર્કમાં પણ છું અને મામલામાં નજર રાખી રહ્યો છું. દરેકે સહકાર આપવો જરૂરી છે. કોઈ કાયદો હાથમાં ન લેવો. જે પણ લેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં શાંતિ અને આનંદ રહે. આ માટે દરેકે સહકાર આપવો જરૂરી છે.

Most Popular

To Top