Vadodara

શહેરમાં રખડતા ઢોરોને પકડતી ઢોરપાર્ટીનું પશુઓ સાથે પશુ જેવું વર્તન

વડોદરા: રખડતા પશુઓને પાંજરે પુરવા માટે જતી ઢોર પાર્ટીના કેટલાક લોકો પશુઓ સાથે પશુથી પણ બદતર વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને જેના કારણે જીવદયા પ્રેમીઓ પણ દુઃખી જોવા મળી રહ્યા છે. રખડતા પશુઓ એ સમસ્યા છે અને તેના ઉકેલ માટે ધોરણે પાંજરે પૂર્વ અનિવાર્ય જ છે પરંતુ તેઓ સાથે ક્રૂરતા કરવામાં આવતી હોવાની લોકોની લાગણી છે.

મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ અવારનવાર ચર્ચામાં રહે છે. અને કેટલાક મુદ્દાઓમાં સતત બદનામી મેળવે છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરવા માટે ઢોર પાર્ટીના માણસો સતત રખડતા પશુઓને પાંજરે પૂર્વની કામગીરી કરી રહ્યા છે. જેમાં કોઈક વાર ગૌ પાલકો સાથે રકઝક સહિત ક્યારેક હુમલો અને મારામારીના દ્રશ્યો બનતા હોય છે. જેની સીધી અસર ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓ પર થાય છે. અને તેઓ પાડાના વાકે પખાલીને ડામની જેમ પકડેલા ઢોર પર ક્યારેક અમાનુષી ત્રાસ ગુજારતા હોવાના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે આવા જ એક કિસ્સાનો વિડીયો વાયરલ થયો છે.

પાલિકા તંત્ર દ્વારા ઢોર પાર્ટી સહિત વિવિધ વિભાગમાં કોન્ટ્રાકટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓને અવારનવાર નાઈટ ડ્યુટીમાં પણ ઢોર પકડવા નીકળવું પડે છે. ત્યારે રાત્રીના સમયે અંધારામાં કેટલીકવાર ઢોર પકડતી વખતે ગૌ પાલકોને જાણ થઇ જતાં અનેકવાર તકરાર કરીને ગૌ પાલકો પોતાના લાગતા વળગતાઓ પોતાના પશુઓને છોડાવવાની કામગીરીમાં લાગે છે. અને રક્ઝક પણ થાય છે. કેટલીક વાર આ બાબતે ગૌ પાલકો દ્વારા હુમલાઓ પણ થતા હોય છે.

પરિણામે કોન્ટ્રાક્ટ ફર્મિઓ કોઇપણ સમયે ગાય પકડવા જતા અગાઉ હજાર વાર વિચાર કરે છે. અને ક્યારેક કોઈકનો ગુસ્સો કોઈક ઉપર ઉતારે છે. કોન્ટ્રાક્ટ કર્મીઓ મુંગા પશુધન પર અત્યાચાર ગુજારવામાં પાછા પડતા નથી. આમ કોન્ટ્રાકટ કર્મીઓ ગૌ પાલકો સામે બાથ ભીડી નહી શકતા તેનો રોષ મંગા પશુઓ પર વ્યકત કરે છે. શહેરમાં ઢોર પાર્ટીના કેટલાક કર્મીઓ ઢોર પકડતી વખતે પશુ ઉપર ક્રૂરતા કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેના કારણે કેટલાક જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે વિભાગ દ્વારા ઘટતું કરવામાં આવે તેવી પણ જીવદયાપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top