SURAT

સુરતના વરાછા, ડિંડોલી અને લિંબાયતની આ સોસાયટીઓમાં બે દિવસનો પાણીકાપ

સુરત: (Surat) લિંબાયત ઝોનમાં ડુંભાલ જળવિતરણ મથકની 750 મીમી વ્યાસની એમ.એસ.ડીસ્ટ્રીબ્યુશન નળીકામાં લીકેજ રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવશે આ કામ તા. 30 મેના દિવસે સવારે 8 વાગ્યાથી શરૂ થશે જેને પગલે આ વિસ્તારમાં તા. 30 અને 31 મે ના દિવસે પાણી પુરવઠો ખોટકાશે. જેથી લિંબાયતના ડુંભાલ જળવિતરણ મથક વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી રાખવા માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પાણી (Water) પુરવઠો ખોટકાવાને કારણે આશરે 5થી 6 લાખ લોકોને અસર થશે.

  • ડુંભાલ જળવિતરણ મથકમાં લાઇન રિપેરિંગને પગલે તા. 30, 31 પાણી પુરવઠો ખોરવાશે
  • ડુંભાલ જળવિતરણ મથકની 750 મીમી વ્યાસની એમ.એસ.ડીસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ રિપેરિંગ કરવામાં આવશે
  • પાણી પુરવઠો બંધ રહેતા લિંબાયત ડીંડોલી, નીલગીરીની આસપાસના વિસ્તાર તેમજ વરાછાના કેટલાક વિસ્તારમાં આશરે 5થી 6 લાખ લોકોને અસર થશે

લિંબાયતમાં ટી.પી સ્કીમ નં 40 લિંબાયત-ડીંડોલી અને ટી.પી સ્કીમ નં 41 ડીંડોલી નવાગામને જોડતી હદ પર સુરત ભુસાવલ રેલવે લાઇનના કમ્પાઉન્ડમાં આવેલા ડુંભાલ જળવિતરણ મથકની 750 મીમી વ્યાસની એમ.એસ.ડીસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ રિપેરિંગ કરવામાં આવશે. જેના પગલે મગોબ-ડુંભાલમાં આઇમાતા રોડ મહેન્દ્ર પાર્ક, સરીતા, સુરભી, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ અને તેની આસપાસ વિસ્તાર, ટી.પી 53 મગોબ ડુંભાલ આઇમાતા રોડ તથા તેની આસપાસની સોસાયટીઓ તેમજ લિંબાયત વિસ્તારમાં ટી.પી 40 લિંબાયત-ડીંડોલીના લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, મહાપ્રભુનગર, જવાહરનગર, સંજયનગર, મયુરનગર, રણછોડ નગર, જલારામનગર, બાલાજીનગર, શ્રીનાથજી નગર 1,2,3,4 ત્રિકમનગર, રામેશ્વરનગર, રેલવે ફાટક પાસેનો વિસ્તાર, સાંઇપૂજન રેસિડેન્સી, ટી.પી 41 ડીંડોલી નવાગામમાં આવેલાશિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, સંતોષીનગર, ગોરર્ધનનગર, નંદનવ ટાઉનશીપ, ઋષિકેશ એવન્યુ, હેત્વી રેસીડેન્સી, સ્વસ્તિક ટાઉનશીપ, હેત્વી રેસીડેન્સી, સુમન આવાસ, નરોત્તમનગર, આંબેડકરનગર, ઉમીયાનગર 1 અને 2, લક્ષમણનગર અને તેની આસપાસની સોસાયટીઓમાં 30 અને 31 મેના રોજ પાણી પુરવઠો બંધ અથવા ઓછા પ્રમાણમાં મળવાની શક્યતા છે. જેથી આ વિસ્તારના લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ તેમજ પાણીનો સંગ્રહ કરી રાખવા માટેની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top