SURAT

સુંવાલીના દરિયામાં યુવાન આપઘાત કરે તે પહેલાં જ લોકરક્ષકે…

સુરત: સુંવાલીના (Suwali) દરિયામાં આપઘાત (Suiside) કરવા પહોંચેલા યુવકને ત્યાં ફરજ બજાવી રહેલા લોકરક્ષક (Lokarakshak) જોઈ ગયા હતા. તેમણે તાત્કાલિક દોડ લગાડીને યુવકની પાછળ દોડીને તેને પકડી લીધો હતો. બાદમાં તેના પરિવારને (Family) જાણ કરી પિતાને (Father) બોલાવી સોંપવામાં આવ્યો હતો.

સુંવાલી દરિયા કિનારે ડૂબી જવાની અનેક ઘટનાઓ દર વર્ષે સામે આવે છે. જેને કારણે હજીરા પોલીસ દ્વારા લોકોને દરિયામાં અંદર નહીં જવા માટે બે-ત્રણ દિવસથી સમજાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે બપોરે હજીરા પોલીસ સ્ટેશનમાં વુમન લોકરક્ષક કમળાબેન સતાભાઈ, નયનાબેન અને સજાણાભાઈ વર્ધાભાઈ બીચ ઊપર ફરજ બજાવતા હતાં. ત્યારે બપોરે એક વાગે કમળાબેન એક વ્યકિતને દરિયા કિનારા તરફ જતાં જોઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતાં આ વ્યક્તિ આપઘાત કરવા જતો હોવાની આશંકાએ લોકરક્ષક સજાણાભાઈ દોડી જઈ તેને પકડી લીધો હતો. આ વ્યક્તિની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે આપઘાત કરવા જતો હતો. પોલીસે તેને સમજાવી દરિયા કિનારાથી બહાર લાવી હજીરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જ્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અને તેના પરિવારને ફોન કરીને જાણ કરી હતી.

વલસાડ સ્ટેશને નિવૃત્ત મહિલા કર્મચારીનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત
વલસાડ : વલસાડ તિથલ રોડ ઉપર રહેતી નિવૃત્ત મહિલા કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર રેલવે સ્ટેશન ઉપર અવંતિકા એક્સપ્રેસ ટ્રેનની આગળ પડતું મૂકીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા પૂજા અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન ડાહ્યાભાઈ પટેલ (ઉવ. 58) નિવૃત્ત કર્મચારી છે. ગત તા.૪-૬-૨૨ રોજ રાત્રે ભારતીબેન પોતાના પરિવાર સાથે જમીને સુઈ ગયા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર ભારતીબેન રાત્રે 11:50 કલાકે ઘરેથી ઉંઘમાંથી ઊઠીને રેલવે સ્ટેશને ડાઉન રેલવે લાઇન ઉપર જઈને કોઈ અગમ્ય કારણોસર અવંતિકા એક્સપ્રેસ ટ્રેનની આગળ ટ્રેક ઉપર પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ હતી. ભારતીબેનને ગંભીર ઇજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમણે આપઘાત શા માટે કર્યો તે હજુ જાણવા મળ્યું નથી. રેલવે પોલીસે લાશનો કબજો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે. જે બનાવ અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકમાં નોંધાઇ છે.

Most Popular

To Top