Top News

More Posts

   The Latest

Most Popular

વીર નર્મદ યુનિ. સલંગ્ન ખાનગી કોલેજોમાં ફી ઘટાડા અંગે યુનિ.એ સિન્ડીકેટના નિર્ણયના પખવાડિયા પછી પણ પરિપત્ર બહાર નહિં પાડતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. યુનિ. માટે આ વર્ષે કોરોનાએ નવી મુશ્કેલીઓ ઉભી કરી છે. કોરોનાને પગલે યુનિ.એ ખાનગી કોલેજોમાં ફી ઘટાડો જાહેર કયો હતો. આ ફી ઘટાડા પછી સંચાલકો તેમજ શિક્ષકોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી નોબત આવતા મામલો ગુંચવાયો હતો. યુનિ.એ ટયુશન ફીમાં પહેલા વીસ ટકા ઘટાડો જાહેર કર્યો હતો. પણ આ ઘટાડા સામે સંચાલકોએ પોતાની પરેશાની વ્યકત કરી ફી ઘટાડો પાછો ખેચવા માંગણી કરી હતી. ટયુશન ફીમાં ઘટાડાને પગલે તેની સીધી અસર શિક્ષકોના વેતન ઉપર પડે તેમ હતી.

આ કારણે શિક્ષકોએ પણ ફી ઘટાડાનો વિરોધ વ્યકત કર્યો હતો. આ અંગે વ્યાપક રજૂઆતો બાદ સિન્ડીકેટ સભાએ ગત 21 ડિસેમ્બરના રોજ ફરી વીસ ટકા ફી ઘટાડામાં ફેર નિર્ણય કરી ટયુશન ફી ઘટાડો 12 ટકા કયો હતો. આ ઉપરાંત એફિલિએશન ફી પણ માફ કરવા જાહેરાત કરી હતી. આ વાતને લાંબા સમય પછી યુનિ.એ ફી ઘટાડા અંગેના ફેર નિર્ણયનો પરિપત્ર બહાર નહીં પાડતા અચરજ ફેલાયું છે. સામાન્ય રીતે યુનિ. પરિપત્ર જાહેર કરવામાં પળભરનો ય વિલંબ કરતી નથી. પરંતુ ફી ઘટાડાના મામલે યુનિ.ના વિલંબે અનેક મુંઝવણો પેદા કરી દીધી છે.

To Top