Dakshin Gujarat

વલસાડમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, 4 લલના, 3 ગ્રાહકને LCBએ આ રીતે ઝડપી પાડ્યા

વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ખાતે આવેલો સાંઇલીલા મોલ ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં સ્પાની (Spa) આડમાં ચાલતું કૂટણખાનુ (Brothel) પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ (Raid) પાડીને 3 ગ્રાહક અને 4 મહિલા સહિત 7ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે (Police) સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરી હતી. વલસાડના અબ્રામા ખાતે ધરમપુર રોડ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા સાંઇલીલા મોલમાં કૂટણખાનું ચાલતું હતું. પોલીસે અગાઉ પણ રેડ પાડીને સંચાલક તથા ગ્રાહકોને પકડી સ્પાને બંધ કરાવી દીધું હતું. જેથી ઘણા સમયથી આ સ્પા બંધ હતું. લોકડાઉન બાદ આ સ્પા ધીમે ધીમે ચાલુ કરાયું હતું. સાઇલીલા મોલમાં દુકાન નં.211, બીજા માળે ‘ધ લકઝરી એસકેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટર’ના નવા નામથી મુંબઈના જોગેશ્વરીમાં રહેતી પૂનમબેન અશોકભાઇ જૈનએ સ્પાની આડમાં ફરી કુટણખાનુ ચાલુ કર્યું હતુ.

  • ધરમપુર રોડ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા સાંઇલીલા મોલમાં કૂટણખાનું ચાલતું હતું
  • મુંબઈની સ્પા સંચાલક વોન્ટેડ, એલસીબીએ ડમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડ્યું
  • પોલીસે અગાઉ પણ રેડ પાડીને સંચાલક તથા ગ્રાહકોને પકડી સ્પાને બંધ કરાવી દીધું હતું
  • સ્પા સેન્ટરના જુદા જુદા રૂમમાંથી 4 મહિલા સહિત પોલીસે કુલ 7ની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ આ સ્પા સેન્ટરમાં જુદા જુદા રાજ્યમાંથી મહિલાઓને લાવી લોહીનો વેપલો થતો હતો. જેની ફરિયાદ ઉઠી હતી. ફરિયાદના આધારે વલસાડ પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ ડીવાયએસપી મનોજસિહ ચાવડા અને વલસાડ એલસીબી પોલીસની ટીમે એક ડમી ગ્રાહકને સાઇલીલા મોલના આ સ્પા સેન્ટરમાં મોકલાવ્યો હતો. આ ડમી ગ્રાહક રૂમમાં જઇને મહિલા પાસે પહોંચ્યો કે તરત જ પોલીસે રેડ પાડી હતી.

પોલીસે કાઉન્ટર પર બેઠેલો વલસાડ અબ્રામામાં રહેતો નીલકુમાર પ્રણવેશ ભૌમિક અને મોહમ્મદ ગજાલી મોહંમદ ફારૂક શેખ તેમજ ગ્રાહક બનીને આવેલો વાપી છરવાડામાં રહેતો મુદલ મહેન્દ્ર લાલવાણીને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્પા સેન્ટરના જુદા જુદા રૂમમાંથી 4 મહિલા સહિત પોલીસે કુલ 7ની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી 4 મોબાઈલ, અને રોકડા 16,130 તેમજ દેહ વેપારના સાધનો મળી કુલ 41,130 જપ્ત કર્યા હતા. સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી સંચાલક મુંબઈના જોગેશ્વરી ખાતે રહેતી પૂનમબેન અશોકભાઈ જૈનને પોલીસે વોન્ટેડ જાહેર કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top