National

ઉમેટા નજીક ટેટા પેક પાઉચમાં પરપ્રાંતિય દારૂ રિક્ષામાં લઈ જતા બે શખ્સો પકડાયા

આણંદ: રાજ્ય માં દારુબંધીના કડક કાયદા છતાં વિદેશી દારૂના વેપલા કરનારા અવનવા નુસખા અજમાવતા હોય તેમ પોલીસની નજરમાંથી બચવા હવે ઠંડા પીણાંમાં ઉપયોગ કરાતા ટેટા પેક ના ઉપયોગ વિદેશી દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા ટેટાપેકનો ઉપયોગ કરતાં ઉમેટા નજીકથી પસાર થતી રિક્ષામાંનું આંકલાવ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરતા ટેટાપેકમા વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે શખ્સોને ઝડપી પાડી રુ.૧.૮૯ લાખનો મુદ્દામાલ જ કરી દારૂ બંધી વિવિધ કલમો હેઠળ અટક કરી વધુ તપાસ હાથ ધરી છ.

 મળતી માહિતી અનુસાર રાજ્ય માં દારૂબંધી અંતર્ગત સરકાર દ્વારા કડક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે તેમછતાં વિદેશી દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા અવનવા નુસખા અજમાવવામાં આવતા હોય તેમ ઠંડા પીણાં માટે ઉપયોગમાં લેવામાં આવતા ટેટાપેક નો ઉપયોગ હવે વિદેશી દારૂની હેરાફેરી માં કરી કાનૂનની આંખમાં ધુળ ઝોકવાના પ્રયાસ કરવામાં આવતા હોય. તેમ આંકલાવ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા ઉમેટા નજીકથી પૂરપાટ ઝડપે પસાર થતી રિક્ષાને અટકાવી તલાશી લેતાં ટેટાપેક પાઉચમાં હેરાફેરી કરતાં ૩૬૦ પાઉચ પકડી બે શખ્સો ને પકડી દારૂ બંધી ની વિવિધ કલમો હેઠળ ગુનો નોધી રુપિયા ૧.૮૯ લાખના મુદ્દા માલ જ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છેકે એક તરફ રાજ્ય સરકાર દારૂ બંધી અંતર્ગત કડક કાયદા હાથ ધરવામાં આવે છે તો બીજી બાજુ વિદેશી દારૂની હેરાફેરી કરનારા ઓ દ્વારા અવનવા નુસખા અપનાવતા હવે તંત્ર ની આખમા ધુળ નાખી ટેટાપેક નો થતા ઉપયોગ ના પગલે સરળતાથી હેરાફેરી થવા પામતી હોવાનું જાણવા મળેલ છે.      

દાહોદ જિલ્લામાં વીતેલા ૨૪ કલાકમાં ચાર સ્થળેથી ૧.૮૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદ: દાહોદ જિલ્લામાં નવા વર્ષના આરંભ સાથે જ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહી તેમજ ગેરકાયદે પ્રવૃતિઓને ડામવા જિલ્લામાં કોમ્બીંગ સહિતની કામગીરીનો આરંભ કરતાંની સાથે જ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પર લગામ કસવા પોલીસ સજ્જ બની છે. દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર પ્રોહીના બનેલા ૪ બનાવોમાં પોલીસે કુલ રૂ.૧,૮૫,૧૫૦ ના પ્રોહી જથ્થા સાથે ત્રણ જણાની અટક તેમજ મોટરસાઈકલો તેમજ ફોર વ્હીલર ગાડીઓ પણ જ કરી હોવાનું જાણવા મળી રહ્નાં છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના દેલસર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪મી જાન્યુઆરીના રોજ દાહોદ તાલુકાના દેલસર અને ગોડી રોડ વિસ્તારમાં રહેતાં શૈલેષભાઈ ચેતનાભાઈ ડામોર અને તેની સાથે હિમાંશુ નિરંજનભાઈ ધોબી આ બંન્ને જણા પોતાના ગામમાં લગ્ન પ્રસંગ હોય.

લગ્ન પ્રસંગમાં દારૂની મહેફીલ માણવા માટે મધ્યપ્રદેશના સાતશેરા ગામે રહેતો મહેશભાઈ દહમા પાસેથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૦૪ જેમાં બોટલો નંગ.૧૯૨ કિંમત રૂ.૨૫,૯૨૦ નો પ્રોહી જથ્થો મોટરસાઈકલ પર લઈ દેલસર ગામેથી પસાર થતાં હતાં.

તે સમયે પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસને આ બંન્ને જણાઓ ઉપર શંકા જતાં તેઓને ઉભા રખાવી તલાસી લેતાં આ વિદેશી દારૂ સાથે બંન્નેને ઝડપી પાડી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજા બનાવ દાહોદ જિલ્લાના સીંગવડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪ જાન્યુઆરીના રોજ સીંગવડ ગામે રહેતો ગીરવરસિંહ ઉર્ફે ગીરીશભાઈ બારીયા પોતાના કબજાની ઈકો ગાડી લઈ તેમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતો હતો.

જેમાં ગત તા.૦૪ જાન્યુઆરીના રોજ ગીરવરસિંહ ફરી વિદેશી દારૂ ભરી સીંગવડ ગામેથી પસાર થતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે સીંગવડ ગામે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે આ ગીરવરસિંહ પસાર થતાં તેની ગાડી સાથે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૩૫૨ કિંમત રૂ.૩૨,૩૦૦નો જથ્થો જ કરી ગીરવરસિંહ ઉર્ફે ગીરીશભાઈ બારીયા વિરૂધ્ધ રણધીકપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજા બનાવ પણ સીંગવડ તાલુકામાં બનવા પામ્યો હતો ગતરોજ છાપરી ગામે પટેલ ફળિયામાં રહેતો મોહનભાઈ બચુભાઈ પટેલ પોતાના કબજાના ખેતરમાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં મોહનભાઈ નાસી જવામાં સફળ રહ્ના હતો અને પોલીસે ખેતરની તલાસી લેતાં સંતાડી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૬૯૬ કિંમત રૂ.૯૫,૦૪૦ નો પ્રોહી જથ્થો પોલીસે કબજે લઈ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો બનાવ સીંગવડ તાલુકાના કેશવપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ તળાવડા ફળિયામાં રહેતી શકરીબેન રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતી હોવાની પોલીસને બાતનમી મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં શકરીબેન પોલીસને જાઈ નાસી જવામાં સફળ રહી હતી ત્યારે પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૨૫૨ કિંમત રૂ.૩૧,૮૯૦ નો પ્રોહી જથ્થો કબજે લઈ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top