Dakshin Gujarat

બર્ડ ફ્લૂને રોકવા તંત્ર એક્શનમાં, ભરૂચનાં પોલ્ટ્રી ફાર્મ અને ચિકનની દુકાનોની તપાસ થશે

ભરૂચ: (Bharuch) પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પગપેસારો થયા બાદ ગુજરાતમાં પણ સરકાર સર્તક બની છે. ભરૂચમાં પણ મુખ્ય પશુ ચિકિત્સકના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં સંભવિત બર્ડ ફ્લૂને રોકવા માટે પોલ્ટ્રીફાર્મ (Poultry Farm) અને ચિકનની દુકાનો પર તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસે દેખા દેતાં ગુજરાત સરકાર પાણી પહેલાં પાળ બાંધી રહી છે. બંને પાડોશી રાજયોમાં બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓનાં મોતના કિસ્સાઓ સામે આવી રહયાં છે. ભરૂચ જીલ્લામાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં બર્ડફ્લૂ ફેલાય નહીં તેની સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લામાં પશુ ચિકિત્સકોની બેઠક મળી હતી.

બેઠકમાં બર્ડ ફ્લૂને ફેલાતો કેવી રીતે રોકી શકાય તે સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા તેમજ તાલુકાનાં તમામ પોલ્ટ્રી ફાર્મ અને વિદેશી પક્ષીઓનાં આશ્રય સ્થાનો પર પણ સરવે કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે. આ ઉપરાંત શહેર તથા જિલ્લામાં ચિકનનું વેચાણ કરતી દુકાનોમાં પણ તપાસ કરાશે. કોરોના બાદ વધુ એક વાયરસે દસ્તક દેતાં લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. ખાસ કરીને મરઘીનું માંસ ખાનારા લોકોએ સાવધ રહેવા પર ચિકિત્સકોએ ભાર મૂક્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે હજુ ભરૂચ જિલ્લામાં કોઈ બર્ડફ્લૂનો કેસ હજુ નોંધાયો નથી.

બર્ડ ફ્લુનું વધતુ સંકટ; 10 જેટલા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું

આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને આવ્યું એની સાથે દેશમાં કોરોનાના નવા પ્રકારના વધતા કેસ અને સૌથી મોટા દેશમાં બર્ડ ફ્લુના (Bird Flu) સમાચાર લઇને આવ્યુ છે.  હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમના મૃત્યુનું કારણ બર્ડ ફ્લુ હોવાનું જાણવા મળ્યુ છે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં પણ ભેદી રીતે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુથી દહેશતનો માહોલ છવાયો છે. 

સમગ્ર દેશમાં 10 દિવસમાં 4.84 લાખ 775 પક્ષીઓના મોત થયા છે. 4 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એવામાં કેન્દ્ર સરકારે દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે, જે રાજ્યો સાથે સંપર્કમાં રહેશે. રાજસ્થાન (Rjasthan), મધ્યપ્રદેશ (MP), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને કેરળમાં (Kerala) બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હરિયાણામાં રિપોર્ટ આવવાનો બાકી છે. અહીં 10 દિવસમાં 4 લાખ મરધીઓનાં મોત થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં 53 પક્ષીનાં મોત થયાં છે, જોકે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી. દિલ્હી અલર્ટ પર છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top