Top News

More Posts

   The Latest

Most Popular

દૈનિકના એક તાજેતરના સમાચાર અન્વયે દેશમાં 40 ટકા યુવા ગ્રેજ્યુએટ્સ પાસે નોકરી નથી. 25 થી 29 વર્ષના 20 ટકા ગ્રેજ્યુએટ્સ બેકાર છે. દેશમાં દર વર્ષે સરેરાશ 50 લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાય છે. જેમાંથી માત્ર 28 લાખ જ ગ્રેજ્યુએટ્સ નોકરી મેળવી શકે છે. આજે કોન્ટ્રાક્ટવાળાં કર્મચારીઓ, હંગામી પગારવાળા કર્મચારીઓ, ગીગ વર્કસ (પાર્ટ ટાઈમ જોબવાળા) અને સ્ટાર્ટઅપવાળા કર્મચારીઓ કાર્યરત છે, જેના  એક કારણમાં અસંતોષકારક લિન્કડ ઈન્સેન્ટીવ યોજનાને મંજૂરી અપાવે છે જેનો ઉદ્દેશ રોજગાર વધારવો અને કંપનીઓને વધુ નોકરી આપવા પ્રોત્સાહિત કરવાનો અભિનંદનને પાત્ર છે. એક રીપોર્ટ અન્વયે છેલ્લાં 7 વર્ષમાં 18 લાખ ઉદ્યોગો બંધ થયા છે. એ 54 લાખ લોકો બેરોજગાર થયેલ છે. જેમની પાસે રોજગારી છે તેમાંથી 78 ટકાની આવક મળીને 14 હજાર રૂપિયા પણ નથી અને તેનાથી જ પરિવારનું પાલન કરવાનું હોય છે. બેરોજગારી ઘટાડવા નવા ઉદ્યોગો સ્થાપવાનું સરળ બનાવવું જોઈએ અને જૂના ઉદ્યોગો બંધ ન થવા જોઈએ. દરેક પરિવારમાં એક રોજગારી ફરજીયાત અપાવવી જોઈએ તેવો સરકારે નિયમ કરવો જોઈએ.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top