Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: બિહારમાં (Bihar) બાગેશ્વર ધામના (Bageshwar Dham) કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shashtri) વિરુદ્ધ કેસ (FIR) નોંધવામાં આવ્યો છે. કથાકાર પોતાની જાતને ભગવાન (GOD) સાથે સરખાવે છે ત્યારે હિંદુ સનાતનીઓને દુઃખ થાય છે, જેના કારણે તેમની સામે પોતાને ભગવાન કહેવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એડવોકેટ સૂરજ કુમારનો આરોપ છે કે રાજસ્થાનમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાને હનુમાનજીના અવતાર ગણાવ્યા હતા અને પોતાની સરખામણી ભગવાન સાથે કરી હતી. એડવોકેટ સૂરજ કુમારે પણ બાગેશ્વર ધામના કથાકાર પર હિંદુ ધર્મના અનુયાયીઓને છેતરવાનો અને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે.

પોતાનો હેતુ પૂરો કરવા માટે ભગવાન સાથે પોતાની તુલના કરીને ભગવાનને અપમાનિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કહેવાતા ચમત્કારોના નામે લોકોને છેતરી રહ્યા છે. બાગેશ્વર ધામના કથાકારનું આવા કૃત્યથી સનાતન ધર્મની પરંપરાને ઠેસ પહોંચી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કલમ 295A, 505 અને 298 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે કોર્ટમાં 10 મેના રોજ સુનાવણી થશે.

બિહારના કાર્યક્રમ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રી વાતાવરણ તંગ
બિહારની રાજધાની પટનામાં 13 મેથી 17 મે દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે, પરંતુ કથાકાર બિહાર પહોંચે તે પહેલા જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેમને ગાંધી મેદાનમાં સ્થાન ન આપવા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે નીતિશ કુમાર ટોપી પહેરે, નમાઝ પઢે, ઈફ્તાર પાર્ટીમાં જાય, મને આની સામે કોઈ વાંધો નથી. પરંતુ, જો તે સનાતન ધર્મના અનુયાયીઓને રોકશે તો આપણા દેશના સનાતની પણ જાગી જશે. પરંતુ કથાકાર બિહાર આવે તે પહેલા જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ છે.

To Top