Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીના 66 વર્ષીય અનિલ કપૂર (Anil Kapoor) સૌથી ફીટ (Fit) એક્ટર્સમાંથી એક છે. થોડા દિવસો પહેલા અનિલ ઓક્સિજન માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતો વીડિયો વાયરલ (Video viral) થયો હતો. આ સાથે જ હવે અનિલ કપૂર માઈનસ 110 ડિગ્રીમાં વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે અનિલ કપૂર તેની આગામી એક્શન ફિલ્મ ‘ફાઇટર’ માટે તૈયારી કરી રહ્યો છે અને તેણે ફિલ્મ માટે ફિટ દેખાવામાં કોઈ કસર છોડી નથી.

60 ના દાયકામાં સેક્સી બનવાનો સમય
વીડિયોમાં અનિલ કપૂર ક્રાયોથેરાપી કરાવતો જોવા મળે છે. તે અત્યંત ઠંડા તાપમાનમાં બંધ જગ્યામાં શર્ટલેસ વર્કઆઉટ કરતો જોવા મળે છે. બીજા વિડિયોમાં, તે થમ્બ્સ-અપ બતાવીને ક્રાયો-સેન્ટરની અંદર જોગિંગ અને કૂદતો જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એક ઝલક શેર કરતા અનિલે લખ્યું, “40 કે ટાઈમ પર તોફાની હો ગયા… 60ના ટાઈમે સેક્સી દેખાવવાનો સમય છે.… #fightermodian.”

કપિલ શર્માએ ટિપ્પણી કરી
અનિલના આ વીડિયો પર કૉમેન્ટ કરતાં કૉમેડિયન અને એક્ટર કપિલ શર્માએ લખ્યું, ‘વાહ, મારે પણ કરવું પડશે.’ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘આ છે યુવાન દેખાવાનું રહસ્ય’. જ્યારે અન્ય એક યુઝરે અનિલની પત્ની સુનીતા કપૂરને ટેગ કરીને લખ્યું, ‘પ્લીઝ તેમને કંટ્રોલ કરો’.

ઓક્સિજન માસ્ક સાથે વર્કઆઉટ કર્યું હતું
આ પહેલા અનિલે સોશિયલ મીડિયા પર એક અન્ય વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઓક્સિજન માસ્ક પહેરીને ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. તેણે ફાઈટર મોડ ઓન લખીને આ વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ લોકોએ તેની ફિટનેસની પ્રશંસા કરી હતી. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, #FighterModeOn.”

આ ફિલ્મોમાં જોવા મળશે
આ દરમિયાન વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો અનિલ કપૂર છેલ્લે ધ નાઇટ મેનેજરમાં જોવા મળ્યો હતો, જેમાં આદિત્ય રોય કપૂર અને શોબિતા ધૂલીપાલા હતા. આ સાથે જ અનિલલ આગામી સમયમાં દીપિકા પાદુકોણ અને રિતિક રોશન સાથે ‘ફાઇટર’માં જોવા મળશે. તેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. તે રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સાથે સંદીપ રેડ્ડી વાંગાના દિગ્દર્શિત ‘એનિમલ’માં પણ જોવા મળશે.

To Top