Vadodara

ભાજપાએ બજરંગબલીની જેમ સતત જનસેવા કરવાની છે : મુખ્યપ્રધાન

વડોદરા: વરણામા સ્થિત ત્રિમંદીર ખાતે આજરોજ મુખ્ય પ્રધાન ચૂંટાયેલા પદાધિકારીઓ, સહકારી આગેવાનો, કાર્યકરો અને સંકલન સમિતિના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. ભૂપેન્દ્રભાઇ પટેલે આજે વડોદરા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ સાથે ભાતૃભાવથી સંવાદ સાધ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વટવૃક્ષ બનેલા ભાજપાના તમામ કાર્યકર્તાઓએ બજરંગબલી જેમ અહર્નિશ જનસેવા કરવાની છે. તેમ તેઓએ જણાવ્યું હતું.

ભારતીય જનતાપક્ષના કાર્યકર્તા ઇલેક્શનને ધ્યાનમાં રાખ્યા વીના હરહંમેશ લોકસેવા કરતા રહે છે. મુખ્યમંત્રીએ સ્થાનિક કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરે એ રીતે આત્મીયતા સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં વિકાસના કામો કરવા માટે બજેટની કોઇ કમી નથી. ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે. ગુજરાતને પાંચ વર્ષમાં વિકાસની નવીન દિશા આપવા માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ વાત કાર્યકર્તાઓએ લોકો સુધી પહોંચાડવાની છે.

કર્મઠ કાર્યકર્તાઓની રજૂઆત શાંતિથી સાંભળવાની અને તેને યોગ્ય રીતે ઉકલેવાની શીખ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર તત્પર છે. સંગઠનના પદાધિકારીઓ દ્વારા રજૂ થતી લોકસમસ્યાઓનું પણ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે છે. જન સમસ્યાના નિરાકરણ કરવું એ ભાજપા માટે ચૂંટણીલક્ષી કામ નથી. ભાજપા સદાથી આ કામ કરતા આવ્યા છે. કાર્યકર્તાઓ સાથે આ સંવાદના કાર્યક્રમમાં પદાધિકારીઓ જાહન્વીબેન વ્યાસ, જિલ્લા અધ્યક્ષ સતિષભાઈ પટેલ, યોગેશભાઇ અધ્યારૂ, પરાક્રમસિંહ જાડેજા, અશોકભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રાગટય ભૂમિ ચાણસદ અલૌકિક અનુભૂતિ કરાવે છે : મુખ્યમંત્રી
પાદરા: પાદરાના ચાણસદ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નારાયણ સરોવરનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી એ સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતાને ઉજાગર કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારજના પ્રાગટય સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું પણ જણાવાયું હતું. પ્રાસંગિક ઉદબોધન દરમિયાન પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંસ્મરણો વાગોળ્યાં હતા તથા આજ ના આ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી નો સંસ્થા વતી આભાર પણ માન્યો હતો. પૂજ્ય સદગુરૂ સંતોએ પણ પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું,

આ શુભ પ્રસંગે રાજયના વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ, પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને રાજય સભાના સભ્ય નરહરીભાઈ અમીન, રાજ્ય ના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ, વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો તથા જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ તેમજ શહેર / જીલ્લાના મહાનુભવો ઉપરાંત સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી તથા અટલાદરા મંદિરના કોઠારી સ્વામી સહ મોટી સંખ્યામા પૂજ્ય સંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top