Charchapatra

રખડતાં કૂતરાંઓનો ત્રાસ દૂર કરવાનો ઉપાય

રખડતાં કૂતરાં કરડે અને જેને કરડ્યું હોય તેનું મોત નિપજે તેવા બનાવો વધતા જાય છે. આ અંગે આવાં રખડતાં કૂતરાંઓનો જ નાશ થવો જોઈએ, પરંતુ તેવાં પગલાં ભરવામાં જીવદયાપ્રેમીઓ આડે આવે છે તેવા સમાચારો પ્રકાશિત થતા રહેતા હોય છે. કદાચ જીવદયાપ્રેમીઓ માટે કૂતરાં કરડવાને લીધે માણસનું મૃત્યુ થાય તો ચાલે, પણ કૂતરું મરવું ન જોઈએ. હવે જીવદયાપ્રેમીઓનો આવો અભિગમ હોય તો રખડતાં કૂતરાંઓનો ત્રાસ દૂર કરવાના ઉપાય તરીકે જે જીવદયાપ્રેમીઓ કડક પગલાંનો વિરોધ કરતા હોય.

તેમને જેલભેગા કરીને જે જેલમાં તેમને રાખ્યા હોય ત્યાં ૧૫ – ૨૦ ભૂખ્યાં કૂતરાંઓને છોડી દો અને એ ભૂખ્યાં કૂતરાંઓ એ જીવદયાપ્રેમીઓને કરડે તો શું થાય તેનો જાતઅનુભવ તેમને કરાવો, તો તેમની સમજમાં આવશે કે માણસની જિંદગી બચાવવી જોઇએ કે કૂતરાની. બીજો ઉપાય એ હોઈ શકે કે જીવદયાપ્રેમીઓ એક મોટો પ્લોટ ખરીદે અને ત્યાં બધાં રખડતાં કૂતરાંઓને રાખે અને તેમની જાળવણી કરે, જે અંગેનો તમામ ખર્ચ એ જીવદયાપ્રેમીઓ ઉઠાવે. તમારી ખોખલી જીવદયાના કારણે કૂતરાં જીવતાં રહે અને માણસો મરતાં રહે તે કેમ ચાલે? કોમન સેન્સ જેવું કંઈક તો હોવું જોઇએ કે નહીં?
સુરત     – સુરેન્દ્ર દલાલ દલાલ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બેરોજગારીનું મૂળ વસ્તી વિસ્ફોટ
સામાન્ય લાગતી આવી ક્ષુલ્લક બાબત સરકારના ધ્યાનમાં આવતી નથી. પુરવઠો અને માંગનો રેશિયો ખોરવાઈ રહ્યા છે. બેરોજગારીમાં અનેક ગુનાહિત અનર્થો સર્જાય રહે છે. માણસ પેટ ભરવા પોતાના બાળકો, પત્ની અને મા બાપનું ખુન કરતાં અચકાતા નથી. પ્રજામાં લાગણી શૂન્યતા વ્યાપી રહ્યો છે. ઉપાયતો ઘણાં છે પણ વસ્તીવધારો તરત અટકવો જોઈએ. આપણું સ્વાર્થી રાજકારણ મત વિસ્તાર વધે તો બહુમતીનો પોતાના પક્ષને લાભ મળે. ઢીલી પોચી નીતિ અને અમલીકરણનો અભાવ વિકાસને રૂંધે છે.
રાંદેર      – અનિલ શાહ દલાલ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પુસ્તક ચિરંજીવી છે
પુસ્તક એટલે માત્ર પ્રિન્ટેડ પાનાઓ વચ્ચેના શબ્દોનો સંગ્રહ નહીં, પણ તેના વાંચનથી ‘તક’ને પુસ (Push) મળે તે, પુસ્તક એટલે મારો કાયમી 24×7 નો મિત્ર ! પુસ્તક એટલે સાહિત્યનો અણમોલ ખજાનો ! દિકરીને કરીયાવરમાં કિંમતી ભેટો જરૂર આપો, પણ સાથે સાથે થોડા સાહિત્યીક/આધ્યાત્મીક પુસ્તકો પણ જરૂર. ઉમેરો જે તેના પ્રતિકૂળ સંજોગોમાં પણ જીવન જીવવાનો પ્રેરક સંદેશો ઉજાગર કરે છે ? પુસ્તક વાંચનથી વૃધ્ધત્વ જીવનની એકલતાનો ઉમદા સાથી બની રહે છે. જે નકારાત્મક વિચારોથી વ્યકિતને દૂર રાખી, સ્વસ્થ લાંબુ જીવન જીવવાની જડીબુડ્ડી બની રહે છે. પુસ્તક પસંદગી મનની રૂચિ પ્રમાણે કરો માત્ર કિંમત પ્રમાણે નહીં !  લેખન કળાની શરૂઆત નાની નાની વાતો ત્થા ન્યુઝ પેપર્સમાં ચર્ચાપત્રી તરીકે કરી શકે છે. સાહિત્યના મોટા ગજાનાં લેખકોની શરૂઆત ચર્ચાપત્ર લખવાથી જ થઈ હતી. દરેક ઘરમાં એક ખૂણો, પુસ્તકોની લાયબ્રેરી માટે જરૂર ફાળવો જે કુટુંબનાં સંસારનાં દર્શન કરતો હોય છે. તમારા વાર્ષિક ખર્ચામાંથી થોડા નાણાં, નવા પુસ્તકો ખરીદવા જરૂરથી ફાળવો.
સુરત     – દિપક બી. દલાલ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top