Charchapatra

ચણો (બેકિંગ) ચાખવા જેવો નથી વાલ (રાજકારણી) વખાણવા જેવો નથી

સાબદી સરકાર ગમે એટલી શાબ્દિક શાહુકારી જતાવ્યા કરે.. પરંતુ દેશભરની જનતા આજની તારીખે પણ લગભગ બધા જ તંત્રો થી ત્રાહિમામ છે. ખાસ કરીને સિનિયર સિટીઝનો ના નાકે દમ આવી ગયો છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી જ.તમે કોઈ પણ ખાનગી કે સરકારી બેંકો માં જાવ છો, ત્યારે હરહંમેશ ની જેમ જ એક જ ધક્કો ખાઈને તમારું કામ થઈ જાય તો તમે ખરેખર નસીબદાર છો.બાકી આ દેશ માં કાગડા નહીં..આખી જંગલયાત પશુ જાત સાથે સરખાવી શકાય એવી શિફત પૂર્વક કામચોરી ની જમાત નજરે ચઢશે.જે મોડા આવી ને પોતાની અંગત ગતિવિધિઓ પર જ ધ્યાન આપી ઘડીએ ઘડીએ..વિવિધ કારણોસરજો સમય પસાર કરતા કરતા ,આરામથી એરકંડીશન ઓફિસમાં આરામથી ટાઇમપાસ કરવા સારું કે, ક્યાક કોઈ નિષ્ઠાપૂર્વક કામકાજ બાબતે ,ફરજ પરના ગણ્યા ગાંઠ્યા જ કર્મચારીઓ અપવાદરૂપ કિસ્સામાં દેખા દે તો એ તમારું નસીબ.
પંકજ શાં. મહેતા દલાલ   લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

80 રૂપિયે ડઝન કેળા
હમારા જેવાએ રૂા.10 ના ડઝન કેળા છેલ્લા કેટલાક સમયથી રૂા. 40ના ડઝનનો ભાવ સ્થિર હતો પણ હાલમાં અચાનક મારે રામનવમીના દિવસે કેળા લેવા જવાનું થયું. લારીવાળાએ 80 રૂા.ડઝનનો ભાવ કહ્યો. હું તો સ્તબ્ધ થઇ ગયો. બીજા અર્થમાં જણાવ તો મધ્યમ વર્ગની બહાર આ મોંઘવારી ખાઇ જાય છે. જે દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુ સસ્તી ને દેશ ઔદ્યોગિક રીતે આગળ હોય છે તે દેશમાં બેકારીનું પ્રમાણ ઓછુ હોય છે. દેશમાં મોંઘવારીનું પ્રમાણ ઓછુ હોય તો બચત થાય છે.

તે બચત સરકારી કે અર્ધસરકારી સંસ્થામાં રોકાણ (બચત) સ્વરૂપે મુકો તો તેની ઉપર વ્યાજ મળે છે. તે બચતની રકમ લોન સ્વરૂપે વેપારીને આપે તો ઉદ્યોગોને વેગ મળે છે. તેથી સાથી નવી નવી રોજગારી ઉભી થાય છે. હાલમાં ગયા વર્ષ કરતા આ વર્ષ અનાજ કરીયાણુનો ભાવ બેફામ વધી ગયો છે. તમો જીવન જરૂરિયાતમાં કેટલા ઢીંકણા મારો જયારે આખુ આભ ફાટી જાય ત્યારે ઢીંકણા ન ચાલે. સરકારે એવી યોજના લાવવી જોઇએ કે વચેટીયા દૂર થાય ને વપરાશકારને સીધુ વેચાણ કરી શકે.
સુરત     – મહેશ આઇ. ડોકટર દલાલ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top